Bangkok Earthquake: થાઈલેન્ડની 33 માળની ઈમારત ધરાશાયી થતા જ ઉતરી ગયું ચીનનું અભિમાન
- થાઈલેન્ડના નાયબ વડા પ્રધાને કડક તપાસનો આપ્યો આદેશ
- ઈમારત બનાવવાનો કોન્ટ્રાક્ટ ચીની કંપનીને લગભગ 45 મિલિયન પાઉન્ડમાં અપાયો હતો
- ઈમારત તૂટી જતા ચીનનો દાવો પોકળ સાબિત થયો અને અભિમાન ઉતરી ગયું
Thailand: અભિમાનએ ઈશ્વરનો ખોરાક છે તેથી જ ઈશ્વર અભિમાન કરતા માનવીનું અભિમાન છીનવી લે છે. જેનું મોટામાં મોટું ઉદાહરણ રાજા રાવણનું છે. અત્યારે વિશ્વમાં ચીનનો અહંકાર પણ રાજા રાવણની જેમ વકરી રહ્યો છે. જો કે શુક્રવારે થાઈલેન્ડમાં આવેલા ભૂકંપે ચીનનું અભિમાન ઉતારી કાઢ્યું છે. બનાવની વિગત એવી છે કે થાઈલેન્ડમાં ભૂકંપના પહેલા આંચકામાં જ સ્ટેટ ઓડિટ ઓફિસ (SAO)ની ઈમારત કડડભૂસ થઈ ગઈ હતી. આ ઈમારત બનાવવાનો કોન્ટ્રાક્ટ ચીની કંપનીને લગભગ 45 મિલિયન પાઉન્ડમાં અપાયો હતો. ચીનનો દાવો હતો કે આ ઈમારત ક્યારેય તુટી નહી શકે. જો કે ભૂકંપના પહેલા આંચકામાં જ આ ઈમારત તૂટી જતા ચીનનો દાવો પોકળ સાબિત થયો અને અભિમાન ઉતરી ગયું છે.
થાઈલેન્ડ સરકારે કડક તપાસના આદેશ આપ્યા
થાઈલેન્ડના નાયબ વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે આ ઈમારત ધરાશાયી થયા બાદ તાત્કાલિક અને સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે. ધરાશાયી થવાનું કારણ નક્કી કરવા માટે એક નિષ્ણાત પેનલને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ ગગનચુંબી ઈમારતને ધૂળમાં ફેરવવામાં માત્ર થોડી જ સેકન્ડ લાગી હતી, જેના કારણે હવામાં ચારે બાજુ ધૂળ અને કાટમાળનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. ડઝનેક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા. આજે રવિવાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, 32 લોકો ઘાયલ થયા છે અને 83 લોકો હજુ પણ ગુમ છે. આ અહેવાલ સમાચાર એજન્સી AFPએ આપ્યો છે.
આ પણ વાંચોઃ Vladimir Putin : પુતિનની કારમાં વિસ્ફોટ, રશિયામાં અરાજકતા, શું હત્યાનું કાવતરું હતું?
થર્મલ ઈમેજિંગ ડ્રોન દ્વારા 15 લોકોને શોધ્યા
થાઈલેન્ડની આ તૂટેલી ઈમારતના કાટમાળમાં દટાઈને જીવ ગુમાવનારા મોટાભાગના લોકો આ મજૂરો હતા. ઈમારતનો કાટમાળ હટાવીને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભીષણ ગરમીમાં પણ જીવ બચાવવાના પ્રયાસો ચાલુ છે. થર્મલ ઈમેજિંગ ડ્રોન દ્વારા ઓછામાં ઓછા 15 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે જે હજુ પણ જીવંત હોઈ શકે છે. સવાલ એ છે કે બેંગકોકમાં સેંકડો ઊંચી ઇમારતો છે, પરંતુ ભૂકંપને કારણે અન્ય કોઈ ઈમારત આ રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ નથી, તો પછી આ ચીની ઈમારત ભૂકંપનો સામનો કેમ ન કરી શકી ? નિષ્ણાતો અને થાઈ અધિકારીઓ હવે ધરાશાયી થયેલી ઈમારતની રચના અને ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભારત-અમેરિકા વેપાર કરાર પર વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, વેપાર કરાર પર સહમતિ