Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladeshની કોર્ટે ભારત વિરુદ્ધ 'આતંકવાદી કાવતરું' ઘડનારા ભૂતપૂર્વ પ્રધાનને કર્યા મુક્ત, શેખ હસીનાની હત્યાનો હતો આરોપ

અબ્દુસ સલામ પિન્ટુ ઉપરાંત બાંગ્લાદેશે તાજેતરમાં બીએનપીના અન્ય ભૂતપૂર્વ પ્રધાન લુત્ફોઝમાન બાબરને પણ મુક્ત કર્યા હતા, જેમના પર 2004માં શેખ હસીનાની હત્યાનો આરોપ હતો.
bangladeshની કોર્ટે ભારત વિરુદ્ધ  આતંકવાદી કાવતરું  ઘડનારા ભૂતપૂર્વ પ્રધાનને કર્યા મુક્ત  શેખ હસીનાની હત્યાનો હતો આરોપ
Advertisement
  • બાંગ્લાદેશની કોર્ટે ભૂતપૂર્વ પ્રધાન લુત્ફોઝમાન બાબરને મુક્ત કર્યા
  • શેખ હસીનાની હત્યાનો હતો આરોપ
  • 2004માં વડાપ્રધાન શેખ હસીના પર ગ્રેનેડ હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યુ હતુ
  • ભારતમાં આતંકવાદી હુમલાઓમાં અબ્દુસ સલામની મુખ્ય ભૂમિકા
  • અબ્દુસ સલામે કરી હતી હુજીની મદદ
  • હુજીએ ભારતમાં આતંકવાદી હુમલા કર્યા હતા
  • અબ્દુસ અને બાબરે ઘણા યુવાનોને આપી હતી આતંકી તાલીમ

Bangladesh: અબ્દુસ સલામ પિન્ટુ ઉપરાંત બાંગ્લાદેશે તાજેતરમાં બીએનપીના અન્ય ભૂતપૂર્વ પ્રધાન લુત્ફોઝમાન બાબરને પણ મુક્ત કર્યા હતા, જેમના પર 2004માં શેખ હસીનાની હત્યાનો આરોપ હતો.

બાંગ્લાદેશના આતંકવાદીઓને ફંડિંગ કરવાનો આરોપ

Bangladesh Terrorist Abdus Salam Pintu: બાંગ્લાદેશની એક કોર્ટે વધુ એક ભારત વિરોધી વ્યક્તિને રાહત આપી છે. ગયા મંગળવારે (24 ડિસેમ્બર), ભૂતપૂર્વ પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના સભ્ય અબ્દુસ સલામ પિન્ટુને 17 વર્ષ પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. અબ્દુસ સલામ પિન્ટુ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને બાંગ્લાદેશના આતંકવાદીઓને ફંડિંગ કરવાનો આરોપ છે. અબ્દુસ સલામે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હરકત-ઉલ-જેહાદ-અલ-ઈસ્લામી (HUJI)ને ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલા કરવામાં મદદ કરી હતી. 2004માં વડાપ્રધાન શેખ હસીના પર ગ્રેનેડ હુમલાનું કાવતરું ઘડવા બદલ તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

Advertisement

ભારતમાં આતંકવાદી હુમલાઓમાં પિન્ટુની મુખ્ય ભૂમિકા

અબ્દુસ સલામ પિન્ટુએ POK ના શસ્ત્રોની ખરીદી, ભરતી અને તાલીમ કાર્યક્રમમાં HUJIને મદદ કરીને ભારતમાં આતંકવાદી હુમલાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેના પર HUJIને મદરેસાના વિદ્યાર્થીઓને બંદૂકો અને વિસ્ફોટકોની તાલીમ આપવામાં અને કાશ્મીરમાં આતંકવાદીઓ માટે ભંડોળ અને હથિયારો એકત્ર કરવામાં મદદ કરવાનો આરોપ હતો. પાકિસ્તાન સ્થિત હુજી માત્ર ભારતમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશ, ઈઝરાયેલ, ન્યુઝીલેન્ડ, બ્રિટન અને યુએસમાં પણ નિયુક્ત આતંકવાદી સંગઠન છે.

Advertisement

પિન્ટુએ કરી હતી હુજીને મદદ

ઢાકા સ્થિત ડેઈલી સ્ટાર અનુસાર, અબ્દુસને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. તે 2008થી જેલમાં હતો. PTIના અહેવાલ મુજબ, 2004 ગ્રેનેડ હુમલાના કેસમાં તપાસ અધિકારીએ 2021માં ઢાકાની એક કોર્ટમાં જણાવ્યું હતું કે અબ્દુસ સલામ પિન્ટુ, જેણે પ્રતિબંધિત સંગઠન હુજીને મદદ કરી હતી. તેણે સંગઠનને ભારત વિરુદ્ધ ઉપયોગ માટે હથિયાર ખરીદવામાં મદદ કરી હતી.

પીઓકેમાં બાંગ્લાદેશી આતંકવાદીઓની ભરતી

અબ્દુસ સલામ પિન્ટુ ઉપરાંત, બાંગ્લાદેશે તાજેતરમાં બીએનપીના અન્ય ભૂતપૂર્વ પ્રધાન લુત્ફોઝમાન બાબરને પણ મુક્ત કર્યા હતા, જેના પર 2004માં શેખ હસીનાની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. 2011 માં, તપાસ અધિકારીએ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે અબ્દુસ અને બાબરે ઘણા યુવાનોને, મુખ્યત્વે મદરેસાના વિદ્યાર્થીઓને હથિયારો અને બોમ્બ ચલાવવાની તાલીમ આપી હતી. આ તમામ લોકો બાંગ્લાદેશના જ હતા.

હુજીએ ભારતમાં આતંકવાદી હુમલા કર્યા હતા

હુજીએ પાકિસ્તાની સંસ્થાના "બ્લીડ ઈન્ડિયા વિથ અ થાઉઝન્ડ કટ્સ " સિદ્ધાંતના ભાગરૂપે ભારતમાં આતંકવાદી હુમલા કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. આમાં 2006 વારાણસી કોર્ટ સંકુલ બોમ્બ વિસ્ફોટ, 2007 અજમેર શરીફ દરગાહ બોમ્બ વિસ્ફોટ અને 2011 દિલ્હી બોમ્બ વિસ્ફોટ જેવા કેટલાક નાના-મોટા હુમલાઓનો સમાવેશ થાય છે. HUJI લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JEM) જેવા અન્ય આતંકવાદી જૂથો સાથે મળીને કામ કરવા માટે જાણીતું છે અને તેને પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) તરફથી સમર્થન અને રક્ષણ મળેલુ છે.

આ પણ વાંચો:  Afghanistan માં ભારતીય દૂતાવાસના કર્મચારી પર હુમલો, MEA તરફથી તપાસ શરુ

Tags :
Advertisement

.

×