Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા: માનવતા વિરુદ્ધના અપરાધ બદલ ICT દ્વારા દોષિત

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ICT દ્વારા માનવતા વિરુદ્ધના ગંભીર અપરાધ બદલ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ટ્રિબ્યુનલે તેમને પ્રદર્શનકારીઓ પર બોમ્બ ફેંકવાના અને હિંસામાં અવામી લીગના નેતૃત્વની ભૂમિકા બદલ દોષિત ઠેરવ્યા છે. લગભગ 1400 લોકોની હત્યા અને 11 હજારથી વધુની અટકાયતનો આરોપ છે. પૂર્વ ગૃહમંત્રી સહિત અન્ય બે અધિકારીઓ પણ આરોપી છે. ઢાકામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા  માનવતા વિરુદ્ધના અપરાધ બદલ ict દ્વારા દોષિત
Advertisement
  • બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને ફાંસીની સજા (Sheikh Hasina Death Sentenced)
  • શેખ હસીના વોર ક્રાઈમના 5 આરોપમાં દોષિત ઠર્યા
  • નિશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર કરવાનો છે આરોપ
  • જુલાઈ 2-24ના વિદ્રોહ દરમિયાન ગોળીબાર થયો હતો
  • ICTએ હસીના વિરૂદ્ધ 458 પાનાનો ચુકાદો આપ્યો

Sheikh Hasina Death Sentenced : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ (ICT) દ્વારા માનવતા વિરુદ્ધના ગંભીર અપરાધ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ત્રણ ન્યાયાધીશોના ટ્રિબ્યુનલે આ કેસમાં શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે.

ન્યાયમૂર્તિ ગુલામ મુર્તઝાની આગેવાની હેઠળના ત્રણ જજની ટ્રિબ્યુનલે પોતાનો ચુકાદો છ ભાગોમાં, 458 પાનામાં સંભળાવ્યો છે. ટ્રિબ્યુનલમાં જસ્ટિસ મુર્તઝા સાથે જસ્ટિસ મોહમ્મદ શફીઉલ આલમ મહમૂદ અને જસ્ટિસ મોહમ્મદ મોહિતુલ હક ઈનામ ચૌધરી પણ સામેલ છે.

Advertisement

ટ્રિબ્યુનલે જણાવ્યું છે કે તેમણે માનવાધિકાર સંગઠનો અને અન્ય સંસ્થાઓના અનેક અહેવાલો પર વિચાર કર્યો છે અને અત્યાચારોની વિગતો પણ આપી છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કહ્યું કે શેખ હસીનાએ માનવતા વિરુદ્ધના અપરાધ કર્યા છે.

Advertisement

પ્રદર્શનકારીઓ પર બોમ્બ અને રાજકીય ષડયંત્ર – Sheikh Hasina Crime Details

ટ્રિબ્યુનલે ચુકાદામાં નોંધ્યું છે કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા. શેખ હસીનાએ શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટર દ્વારા બોમ્બ ફેંકવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે એ પણ કહ્યું કે કથિત રીતે અવામી લીગના કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને પક્ષના નેતૃત્વની સંપૂર્ણ જાણકારી સાથે સુનિયોજિત હુમલા કર્યા હતા.

  • ટ્રિબ્યુનલમાં શેખ હસીના અને તેમના મંત્રી હસનુલ હક ઈનુ વચ્ચે ફોન પર થયેલી અનેક વાતચીત પણ વાંચી સંભળાવવામાં આવી રહી છે, જેનાથી હિંસામાં અવામી લીગના ટોચના નેતૃત્વની ભૂમિકા સાબિત થઈ શકે.
  • એ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે શેખ હસીનાએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને આતંકવાદી પ્રવૃત્તિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
  • ટ્રિબ્યુનલે કહ્યું કે મોટાભાગના મૃત્યુ બાંગ્લાદેશી સુરક્ષા દળો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘાતક ધાતુના છરાઓ ભરેલી સેનાની બંદૂકોમાંથી છોડવામાં આવેલી ગોળીઓને કારણે થયા હતા.
  • શેખ હસીનાની સરકારમાં સેના, પોલીસ અને આરએબી દ્વારા ન્યાય પ્રક્રિયાથી હટીને હત્યાઓ કરવામાં આવી હતી. ટ્રિબ્યુનલે શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે ગુનાહિત ષડયંત્ર રચ્યું હોવાનું પણ જણાવ્યું છે.

અન્ય આરોપીઓ અને પુરાવા – Other Accused in ICT Case

ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું છે કે શેખ હસીના સાથે આ કેસમાં પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન પણ આરોપી છે. ટ્રિબ્યુનલના મતે, આ ત્રણેયે મળીને માનવતા વિરુદ્ધના અપરાધ કર્યા છે. રાજકીય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા સીધા આદેશોને કારણે પ્રદર્શનકારીઓ અને અન્ય નાગરિકોના માનવાધિકારોનું ગંભીર ઉલ્લંઘન થયું.

  • ટ્રિબ્યુનલના જણાવ્યા અનુસાર, આશરે 1400 લોકોની હત્યા કરવામાં આવી હતી અને 11 હજારથી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા કે ધરપકડ કરવામાં આવી હતી.
  • હાલમાં ટ્રિબ્યુનલ શેખ હસીના વિરુદ્ધ મળેલા પુરાવાઓ વિશે જણાવી રહ્યું છે. ચુકાદા પહેલા સમગ્ર કેસને વાંચીને રેકોર્ડમાં મૂકવામાં આવી રહ્યો હોવાથી આ પ્રક્રિયા લાંબી ચાલી શકે છે અને અંતિમ નિર્ણય આવવામાં સમય લાગી શકે છે.
  • નોંધનીય છે કે આ ટ્રિબ્યુનલ માત્ર નામથી જ આંતરરાષ્ટ્રીય છે; તેની પાસે કોઈ આંતરરાષ્ટ્રીય સત્તા કે ઓળખ નથી.

ઢાકામાં સુરક્ષા વ્યવસ્થા – Dhaka Security

રાજધાની ઢાકામાં પોલીસને હિંસક વિરોધ પ્રદર્શનની સ્થિતિમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચુકાદા પહેલા શેખ હસીનાએ તેમના સમર્થકોને મોકલેલા વિડિયો સંદેશમાં પોતાને પરના આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે "તમે ચુકાદો આપી દો, મને તેની કોઈ પરવા નથી."

આ પણ વાંચો : Indian Army Chief Upendra Dwivedi : Operation Sindoor માં તો માત્ર ટ્રેલર દેખાડ્યું….

Tags :
Advertisement

.

×