Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય ગીત 'તેરી આંખ્યા કા યો કાજલ' પર બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

લાઉડ સ્પીકર અને ડાન્સ સાથે વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ બાંગ્લાદેશમાં ભારતીય ગીતો પર વિદ્યાર્થીઓનું પ્રદર્શન 'તેરી આંખ્યા કા કાજલ' પર ડાન્સ સાથે વિરોધ ડાન્સ અને ગીતોની સાથે વીસીનો વિરોધ લાઉડ સ્પીકર પ્રદર્શનનો વીડિયો થયો વાયરલ અવાજ પ્રદૂષણ સામે ઉઠ્યું અનોખું...
ભારતીય ગીત  તેરી આંખ્યા કા યો કાજલ  પર બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
Advertisement
  • લાઉડ સ્પીકર અને ડાન્સ સાથે વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ
  • બાંગ્લાદેશમાં ભારતીય ગીતો પર વિદ્યાર્થીઓનું પ્રદર્શન
  • 'તેરી આંખ્યા કા કાજલ' પર ડાન્સ સાથે વિરોધ
  • ડાન્સ અને ગીતોની સાથે વીસીનો વિરોધ
  • લાઉડ સ્પીકર પ્રદર્શનનો વીડિયો થયો વાયરલ
  • અવાજ પ્રદૂષણ સામે ઉઠ્યું અનોખું આંદોલન
  • ડાન્સ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો ચર્ચામાં
  • બાંગ્લાદેશમાં ભારતીય ગીતોની લોકપ્રિયતા

Bangladesh Students protest : સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ લાઉડ સ્પીકર પર ગીતો વગાડીને અને ડાન્સ કરીને વિરોધ કરી રહ્યા છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ (Students) ની અનોખી વિરોધ પદ્ધતિને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો બાંગ્લાદેશનો છે અને વિદ્યાર્થીઓ બાંગ્લાદેશી યુનિવર્સિટીના છે.

વીડિયોની ચર્ચા ભારતમાં કેમ થઈ રહી છે?

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ લાઉડ સ્પીકર સાથે યુનિવર્સિટીના વીસીના ઘરની બહાર ઊભા છે. ખાસ કરીને, આ વિરોધમાં છોકરીઓની મોટી સંખ્યા જોવા મળી રહી છે, જે ઉમંગભેર ડાન્સ કરી રહી છે. આ વીડિયોની ચર્ચા ભારતમાં પણ ખૂબ જ થઈ રહી છે. તેનું મુખ્ય કારણ છે, આ વિદ્યાર્થીએ વીંગે ભારતીય ગીતો પર ડાન્સ કર્યું છે. વીડિયોમાં છોકરીઓને લોકપ્રિય હરિયાણવી ગીત 'તેરી આંખ્યા કા કાજલ' પર ડાન્સ કરતા દેખી શકાય છે. વીડિયોમાં જોવા મળતા ભારતીય ગીતના કારણે લોકોએ તેનો આનંદ વ્યક્ત કર્યો છે અને જણાવી રહ્યા છે કે બાંગ્લાદેશમાં પણ ભારતીય ગીતો ખૂબ જ લોકપ્રિય છે. રિપોર્ટ્સ અનુસાર, છોકરીઓએ આ પરફોર્મન્સ દરમિયાન બીજા ઘણા ભારતીય ગીતો વગાડ્યા હતા, જેના કારણે ભારતીયો પણ આ વીડિયોને શેર કરી રહ્યા છે.

Advertisement

Advertisement

વિદ્યાર્થીઓ કેમ પ્રદર્શન કરી રહ્યા છે?

વિદ્યાર્થીઓ (Students) ના આ અનોખા પ્રદર્શનનું કારણ ખૂબ જ રસપ્રદ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગર્લ્સ હોસ્ટેલની આસપાસ ઘણી વખત અવાજ પ્રદૂષણ થતું રહે છે, જેના કારણે વિદ્યાર્થીઓએ યૂનિવર્સિટીના વીસીને ફરિયાદ કરી હતી. જોકે, આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી થઈ નહીં, તેથી વિદ્યાર્થીઓએ એક અનોખી પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો. વિદ્યાર્થીઓએ વીસીના ઘરની બહાર લાઉડ સ્પીકર લગાવીને ખૂબ જ ઉંચા અવાજમાં ગીતો વગાડવાનું શરૂ કર્યું. ડાન્સ કરીને અને ગીતો વગાડીને વિરોધ કરવાનો આ અનોખો આંદોલન હવે ચર્ચાનો વિષય બની ગયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, અને છોકરીઓના આ પ્રદર્શનને લોકોએ ભારે વખાણ સાથે મજાકિય અભિપ્રાય આપ્યા છે.

આ પણ વાંચો:  બાંગ્લાદેશમાં ‘Joy Bangla’ નહીં હોય રાષ્ટ્રીય સ્લોગન

Tags :
Advertisement

.

×