Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત સામે પુષ્પા બનવા માંગતા હતા બાંગ્લાદેશી PM મોહમ્મદ યુનૂસ, હવે ઝુકી-ઝુકીને કરે છે સલામ

Bangladesh-India Tension: બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતૃત્વમાં દેશના હાલ બેહાલ થઇ ચુક્યા છે. બાંગ્લાદેશ અવાર નવાર કોઇને કોઇ દેશ પાસે મદદ માંગી રહ્યો છે.
ભારત સામે પુષ્પા બનવા માંગતા હતા બાંગ્લાદેશી pm મોહમ્મદ યુનૂસ  હવે ઝુકી ઝુકીને કરે છે સલામ
Advertisement
  • અગાઉ ડીઝલ મામલે ભારત પાસે કટોરો ફેલાવી ચુક્યા છે
  • હવે ચોખા માટે ભારત પાસે ફરી એકવાર કટોરો ફેલાવી રહ્યા છે
  • યુનૂસ કડક વલણની વાતો વચ્ચે વારંવાર ભારત સામે ઝુકવા મજબુર

Bangladesh-India Tension: બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતૃત્વમાં દેશના હાલ બેહાલ થઇ ચુક્યા છે. બાંગ્લાદેશ અવાર નવાર કોઇને કોઇ દેશ પાસે મદદ માંગી રહ્યો છે. ક્યારેક તેઓ ભારતથી બટાકા મંગાવે છે તો ક્યારેક ડીઝલ મંગાવી રહ્યા છે. હાલમાં જ યુનુસ સરકારે મ્યામારથી 22000 ટન ચોખાની માંગ કરી હતી.

ભારત સતત પહોંચાડી રહ્યું છે ડીઝલ

આ ઉપરાંત ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજદ્વારી અને સીમા વિવાદ અંગે તણાવ વચ્ચે બાંગ્લાદેશી પેટ્રોલિયમ કોર્પોરેશને ભારતની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડથી 1,30,000 મેટ્રિક ટન ડીઝલ આયાત કરવાનો નિર્ણય કર્યો છે. અહસાન તસ્નીમના રિપોર્ટ અનુસાર બીપીસીના નિર્દેશક મંડળની બેઠકમાં આ અંગે નિર્ણયને મંજુરીઆપવામાં આવી. બાંગ્લાદેશ ભારતથી આયાત એવા સમયે કરી રહ્યા છે જ્યારે તેઓ ભારત પર સતત અનેક આરોપો લગાવતું રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : સરકારી કર્મચારીઓને ઘી-કેળા! સરકારે હવે એક વધારે એક ગિફ્ટ આપી

Advertisement

પહેલા પણ મદદ કરી ચુક્યું છે ભારત

બીપીસી સુત્રો અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે ડીઝલની આયાદ કરવામાં આવશે.તેનો ખર્ચ 1137 કરોડ બાંગ્લાદેશી ટાકા હશે. આ વર્ષે બીપીસીની રિફાઇન્ડ ઇંધણ તેલની માંગ 7.4 મિલિયન મેટ્રિક ટન છે. તેમાંથી 4.6 મિલિયન ટન ડીઝલ છે. જેના 80 ટકા સીધું આયાત કરવામાં આવશે. બાકી સ્થાનિક રિફાઇનરીઓથી ઉપલબ્ધ છે. બીપીસી નિયમિત રીતે એનઆરએલથી રિફાઇન્ડ ઇંધણ તેલની આયાત કરે છે. આ તેલ જાન્યુઆરી 2016 થી ટ્રેન આવી રહ્યું છે. અગાઉ બાંગ્લાદેશની અંતરિમ સરકારે ઘરેલુ માંગને પૂર્ણ કરવા માટે ભારત પાસેથી 50 હજાર ટન બિન બાસમતી ચોખા આયાત કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારત બાંગ્લાદેશમાં તણાવ યથાવત્ત

બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટ, 2024 ના તખ્તાપલટ બાદથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધોમાં ભારે તણાવ છે. તણાવ બાદ ત્યાં હિંદુઓ પર હુમલા થયા જેની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ ઉપરાંત યુનુસ સરકાર સતત ભારત પર દબાણ કરી રહી છે કે, તેઓ અપદસ્થ વડાપ્રધાનને પરત બાંગ્લાદેશ મોકલી આપે.

આ પણ વાંચો : લોસ એન્જલસમાં લાગેલી આગથી ટ્રમ્પને નુકસાન, ટ્રમ્પનો 'ડ્રીમ પ્રોજેક્ટ' જોખમમાં

Tags :
Advertisement

.

×