North Macedonia: નાઈટ ક્લબમાં આગ લાગતાં 51 લોકો જીવતા ભૂંજાયા,જુઓ video
- મેસેડોનિયામાં નાઈટ ક્લબમાં લાગી ભાષણ આગ
- આગ 51 લોકો જીવતા ભૂંજાયા
- નાઈટ ક્લબમાં 1500થી વધુ લોકો હાજર
North Macedonia: નાઈટ ક્લબમાં (Macedonia night club)એન્જોય કરવા ગયેલા ક્યાં ખબર હતી કે મોત તેમની રાહ જોઈને બેઠું છે અને તેઓ ખૂબ દર્દનાક રીતે મરશે. ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં ભયાનક આગ(fire) લાગતાં 51થી વધુ લોકો જીવતાં સળગી ગયાં હતા અને (North Macedonia)સેંકડો લોકો દાઝ્યાં હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ ક્લબમાં 1500થી વધુ લોકો હાજર હતા.
50થી વધુના મોત, ડઝનેક ઘાયલ થયાની આશંકા
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈ શકાય છે. જોકે રાતના સમયે પણ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યાની માહિતી છે જ્યારે ઘાયલોનો આંકડો પણ મોટો છે. જોકે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે આવી શક્યો નથી.
🚨#BREAKING: Tragic Blaze at Pulse Nightclub in Kočani, North Macedonia Kills Over 51 and Leaves Numerous Injured as Pyrotechnics Spark Roof Fire, Triggering Deadly Stampede Among 1,500, President Zelensky and Hungary PM Viktor Orbán Send Condolences https://t.co/Ax2cdzvo2p pic.twitter.com/XlHTECC8x5
— The Veritas Report (@veritasalerts) March 16, 2025
આ પણ વાંચો - BLA Pakistan માટે માથાનો દુખાવો, સેના પર હુમલામાં 90 જવાનોના મોતનો દાવો
ક્લબની છત સુધી ફેલાઈ આગ
નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગ ટૂંક સમયમાં ક્લબની છત સુધી ફેલાઈ ગઈ, જેના કારણે આગ વધુ તીવ્ર બની. અહેવાલો અનુસાર, આગ લાગી ત્યારે ક્લબમાં લગભગ 1,500 લોકો હાજર હતા.
આ પણ વાંચો - Pakistan : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની હત્યા
ઉત્સાહમાં ફટકડાં ફોડતા લાગી આગી
મેસેડોનિયાની મીડિયા ઇન્ફર્મેશન એજન્સી (MIA) એ અહેવાલ આપ્યો છે કે 15 માર્ચે મોડી રાત્રે ક્લબમાં બેન્ડ DNA દ્વારા કોન્સર્ટ દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા નાઇટક્લબમાં આગ લાગી હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં નાઈટક્લબની નજીક મોટી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોકાની શહેર મેસેડોનિયાની રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.


