US Indian Army : ભારત-અમેરિકા સાથે મળીને કરશે આ કામ
- ભારત-અમેરિકા સાથે મળીને કરશે આ કામ US Indian Army
- ભારત-અમેરિકાના સૈન્ય અભ્યાસની તૈયારી શરૂ
- 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન અલાસ્કામાં યોજાશે
US Indian Army : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતના 400 સૈનિકો અમેરિકાની સેના એક મોટા સૈન્ય અભ્યાસની તૈયારી કરી છે. આ સંયુક્ત સૈન્ય (US Indian Army)અભ્યાસને 'યુદ્ધ અભ્યાસ' નામ આપવામાં આવ્યું છે. આ વર્ષે તેનું 21મું એડિશન 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અલાસ્કામાં યોજાશે. આ યુદ્ધ અભ્યાસ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાના ભાગ રૂપે હાથ ધરાશે.
શું છે યુદ્ધ અભ્યાસ (US Indian Army )
યુદ્ધ અભ્યાસ એ વાર્ષિક સંયુક્ત મિલિટ્રી વૉરગેમ છે. જે 2004માં શરૂ થઈ હતી. ભારત અને અમેરિકાની સેના વચ્ચે આ સંયુક્ત યુદ્ધ અભ્યાસ હાથ ધરાય છે. દરવર્ષે ભારત અથવા અમેરિકામાં તેનું આયોજન કરવામાં આવે છે. ગતવર્ષે 2024માં તેનું 20મું એડિશન રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં થયુ હતું. આ વખતે અલાસ્કામાં યોજાશે. જ્યાં ઠંડા અને ઊંચા પહાડી વિસ્તારોમાં અભ્યાસ થશે. તેનો ઉદ્દેશ બંને દેશોની સેના એક સાથે મળી આતંકવાદ વિરોધી ઓપરેશન કરવા તાલીમ લેશે.
આ પણ વાંચો -Tiranga Yatra: અમદાવાદમાં આજે સ્વતંત્રતા પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાશે
આ વખતે શું ખાસ છે?
આ વખતે 'યુદ્ધ અભિયાન'નો વ્યાપ અને જટિલતા વધી છે. ભારતના 400થી વધુ સૈનિકો ભાગ લેશે, જે ગત વર્ષ કરતા વધુ છે. મદ્રાસ રેજિમેન્ટના સૈનિકો તેનું નેતૃત્વ કરશે. તમામ પ્રકારના લશ્કરી એકમોનો સમાવેશ થશે. યુએસ આર્મી તેના નવા શસ્ત્રો અને ટેકનોલોજી પર રજૂ કરશે. ખાસ વાત એ છે કે અમેરિકા તેના 'સ્ટ્રાઈકર' વાહનનું પાણીમાં ચાલતું સંસ્કરણ પણ રજૂ કરશે. ભારતે અગાઉ સ્ટ્રાઈકરના ભૂમિ સંસ્કરણનું પરીક્ષણ કર્યું હતું. હવે તે પાણીમાં દોડવાની તેની ક્ષમતાનું પરીક્ષણ કરી રહ્યું છે. જો તે સફળ થાય, તો ભારત તેને ખરીદવાનું વિચારી શકે છે.
આ પણ વાંચો -World Organ Donation Day 2025 : શું આપ જાણો છો શરીરના કયા અંગોનું દાન કરી શકાય છે ?
ઓપરેશન સિંદૂરના પાઠ
આ કવાયતમાં, યુએસ આર્મી ભારતના તાજેતરના ઓપરેશન સિંદૂરના પાઠ શીખવા માંગે છે. ઓપરેશન સિંદૂર એક લશ્કરી કાર્યવાહી હતી જેમાં ભારતે આતંકવાદીઓ સામે કડક પગલાં લીધા હતા. આ ઓપરેશનમાં, ભારતે તેની વ્યૂહરચના, શક્તિ અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ કર્યો હતો. આ વખતે યુએસ આર્મી તેના પર ધ્યાન આપશે, જેમ કે આતંકવાદીઓનો સામનો કરવા માટે સંયુક્ત યોજના બનાવવી અને વાસ્તવિક પરિસ્થિતિઓમાં પ્રેક્ટિસ કરવી. બંને સેનાઓ સાથે મળીને આતંકવાદ વિરોધી મિશન માટે તૈયારી કરશે, જે સંયુક્ત રાષ્ટ્રના નિયમો (પ્રકરણ VII) હેઠળ હશે.


