Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BREAKING: ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી થશે અમલી

ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર મોટા સમાચાર ટ્રમ્પ ભારત પર 25 ટકા ટેરિફનું કર્યું એલાન બંને રાષ્ટ્રો વચ્ચે બધું બરાબર નથીઃ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર પહેલી ઓગસ્ટથી 25 ટેરિફનો અમલ લાંબા સમયથી ચાલતી વાટાઘાટો બાદ ટેરિફનું એલાન ભારત મિત્ર પણ...
breaking  ટ્રમ્પની મોટી જાહેરાત  ભારત પર 25 ટકા ટેરિફ  1 ઓગસ્ટથી થશે અમલી
Advertisement
  • ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર મોટા સમાચાર
  • ટ્રમ્પ ભારત પર 25 ટકા ટેરિફનું કર્યું એલાન
  • બંને રાષ્ટ્રો વચ્ચે બધું બરાબર નથીઃ ડોનાલ્ડ ટ્રમ્પ
  • ભારત પર પહેલી ઓગસ્ટથી 25 ટેરિફનો અમલ
  • લાંબા સમયથી ચાલતી વાટાઘાટો બાદ ટેરિફનું એલાન
  • ભારત મિત્ર પણ એમનો ટેરિફ ખૂબ વધારેઃ ટ્રમ્પ

Donald Trump tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump ) ભારત પર 25 ટકા ટેરિફની (Tariff)જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (INDIA US TRADE)ભારત પર 25% ટેરિફ અને 1 ઓગસ્ટથી અમલી થાય તે રીતે વસૂલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો મિત્ર હોવા છતાં ભારત ક્યારેય વેપારની દૃષ્ટિએ ખૂબ સહકારી રહ્યું નથી. ટ્રમ્પ કહે છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે અને ત્યાંના બિન-નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જટિલ અને વાંધાજનક છે. આ જ કારણે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે.

ભારતને 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફની સાથો સાથ એક પેનલ્ટી પણ ચૂકવવી પડશે

પોતાના નિવેદનમાં ટ્રમ્પે એ પણ આરોપ લગાવ્યો કે ભારત સૈન્ય ઉપકરણોની ખરીદીમાં વધુમાં વધુ રશિયા પર નિર્ભર છે અને તે ચીનની સાથોસાથ રશિયા પાસેથી ઉર્જાનો પણ સૌથી મોટો ભાગીદાર છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખી દુનિયા ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હિંસા બંધ કરે.ટ્રમ્પે કહ્યું કે, આ તમામ વાતોને જોતા ભારતને 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફની સાથો સાથ એક પેનલ્ટી પણ ચૂકવવી પડશે. ટ્રમ્પે અંતમાં MAGA! (Make America Great Again)નો નારો પણ દોહરાવ્યો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -શું કેનેડાના ભૂતપૂર્વ PM અને પોપ સેન્સેશન કેટી પેરી વચ્ચે ચાલી રહ્યું છે ઇલુ-ઇલુ? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

ટ્રમ્પના ટેરિફ લાદવાના કારણો

ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ભારત, ભલે અમેરિકાનો મિત્ર દેશ હોય, પરંતુ વેપારની દ્રષ્ટિએ ક્યારેય સંપૂર્ણ સહકારી રહ્યું નથી. તેમણે પોતાના નિવેદનમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકતા ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. તેમના મતે, ભારતના બિન-નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જટિલ અને વાંધાજનક છે. આ જ કારણોસર અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે.

આ પણ  વાંચો -Israel Hamas War : બ્રિટને UN માં પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા તૈયારી દર્શાવી

રશિયા પાસેથી ઊર્જાનો સૌથી મોટો ખરીદનાર

ટ્રમ્પે પોતાના નિવેદનમાં એવો પણ આરોપ લગાવ્યો કે ભારત લશ્કરી સાધનોની ખરીદી માટે મોટે ભાગે રશિયા પર નિર્ભર છે. વધુમાં, તેમણે જણાવ્યું કે ભારત ચીનની સાથે રશિયા પાસેથી ઊર્જાનો સૌથી મોટો ખરીદનાર પણ છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખી દુનિયા રશિયા યુક્રેનમાં હિંસા બંધ કરે તેવી ઈચ્છા રાખે છે.

આ નિર્ણયની સંભવિત અસરો

 આ 25% ટેરિફ ભારતીય નિકાસકારો માટે મોટો પડકાર ઉભો કરશે, કારણ કે તેમના ઉત્પાદનો અમેરિકન બજારમાં વધુ મોંઘા બનશે, જેનાથી તેમની સ્પર્ધાત્મકતા ઘટશે. જેમાં અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં તણાવ વધારી શકે છે. ભારત પણ વળતા પગલાં તરીકે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદી શકે છે, જેનાથી વેપાર યુદ્ધ વધુ તીવ્ર બની શકે છે.જેમાં રશિયા સાથેના ભારતના સંબંધોને લઈને ટ્રમ્પના નિવેદનો બંને દેશો વચ્ચેના ભૌગોલિક-રાજકીય સંબંધોમાં પણ નવા સમીકરણો લાવી શકે છે.

Tags :
Advertisement

.

×