Britain Plane Crash : સાઉથેન્ડ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના, ઉડાન ભર્યાના થોડા સમય બાદ ફ્લાઈટમાં લાગી આગ
- વિશ્વમાં વધુ એક પ્લેન દુર્ઘટના બની
- બ્રિટનના સાઉથેન્ડ એરપોર્ટ પેસેન્જર પ્લેન ક્રેશ
- ટેકઓફ કર્યા પછી તેમાં આગ લાગી
Britain Plane Crash : વિશ્વમાં વધુ એક પ્લેન દુર્ઘટના બની છે. બ્રિટનના સાઉથેન્ડ એરપોર્ટ પરથી ઉડાન (Britain Southend Airport Plane Crash B)ભર્યાના થોડા સમય પછી બીચક્રાફ્ટ B200 નામનું નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ વિમાન નેધરલેન્ડના લેલીસ્ટેડ જઈ રહ્યું હતું, પરંતુ ટેકઓફ કર્યા પછી તેમાં આગ લાગી ગઈ, જેના કારણે તે રનવે નજીક ક્રેશ થયું છે.
પ્લેન ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં વિમાનમાંથી ધુમાડા અને જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. અકસ્માત સમયે એરપોર્ટ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે રનવે નજીક જોરદાર ધડાકા સાથે ક્રેશ થયું હતું. સાઉથેન્ડ એરપોર્ટ પર બીચક્રાફ્ટ પ્લેન ઉડાન ભર્યાના લગભગ 40 મિનિટ પછી સેસ્ના પ્લેન પણ રનવે પરથી ઉતર્યા પછી ક્રેશ થતું જોવા મળ્યું.
🚨 KingAir B-200 aircraft crashes shortly after takeoff from Southend Airport.
Emergency services rushed to the scene.
Similar incident happened in Gujarat, India.
#London #PlaneCrashpic.twitter.com/CQqV7WH4gr— Punny (@PunnyBhaiya) July 13, 2025
બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ
અકસ્માતની જાણ થતાં જ એસેક્સ પોલીસ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે આંકડો હજુ સુધી સ્પષ્ટ સામે આવ્યો નથી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવામાં આવી રહી છે. એસેક્સ પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે સાઉથેન્ડ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાના અહેવાલોનો જવાબ આપી રહ્યા છીએ. અમારી ઈમરજન્સી સેવાઓ સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો -America FBI arrested: અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી સહિત 8ની ધરપકડ!
અકસ્માતના કારણની તપાસ
હાલમાં અકસ્માતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રારંભિક અંદાજ મુજબ તે તકનીકી ખામી અથવા એન્જિન નિષ્ફળતા હોઈ શકે છે. એરપોર્ટ અધિકારીઓએ હાલમાં રનવે બંધ કરી દીધો છે અને બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ બિનજરૂરી મુસાફરી ટાળવા અને એરપોર્ટ વેબસાઈટ પર આપવામાં આવી રહેલા અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. એક પ્રત્યક્ષદર્શી મુસાફરે જણાવ્યું હતું કે, અમે એક જોરદાર અવાજ સાંભળ્યો અને જોયું કે વિમાનમાં આગ લાગી હતી. ત્યારબાદ બધે ચીસો પડી રહી હતી.


