શ્રીલંકાના બૌદ્ધ મઠમાં કેબલ ટ્રેન દુર્ઘટના, એક ભારતીય સહિત 7 સાધુઓના મોત
- Sri Lanka ના બૌદ્ધ મઠમાં કેબલ ટ્રેન દુર્ઘટના, 7 સાધુઓનું મોત
- કેબલ ટ્રેન પલટતાં ભારતીય સહિત 7 સાધુઓનું કરુણ અવસાન
- ધ્યાન માટે આવેલા સાધુઓ સાથે દુર્ઘટના, મઠમાં શોકનું માહોલ
Sri Lanka : ઉત્તરપશ્ચિમ શ્રીલંકા (Sri Lanka) ના જંગલોમાં આવેલો એક બૌદ્ધ મઠ, જ્યાં ધ્યાન અને શાંતિ માટે વિશ્વભરના સાધકો આવતા હોય છે, તે બુધવારે રાત્રે એક કરુણ અકસ્માતનો સાક્ષી બન્યો. ના ઉયાના અરણ્ય સેનાસનાયા નામના પ્રખ્યાત મઠમાં કેબલથી સંચાલિત એક ટ્રેન અચાનક પલટી ગઈ. આ ભયાનક દુર્ઘટનામાં એક ભારતીય સહિત કુલ 7 બૌદ્ધ સાધુઓના મોત થયા છે, જ્યારે અન્ય 6 ઘાયલ થયા છે. આ ઘટનાએ કેબલથી ચાલતી ટ્રેનોની સલામતી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
અકસ્માતની વિગતો અને મૃતકોની ઓળખ
પોલીસ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ અકસ્માત કોલંબોથી લગભગ 125 કિલોમીટર દૂર આવેલા નિકાવેરતિયાના મઠમાં થયો હતો. મઠના ઊંચા ઢાળ પર મુસાફરોને લાવવા-લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી કેબલ સંચાલિત ટ્રેનનો કેબલ અચાનક તૂટી ગયો. કેબલ તૂટતાં જ ટ્રેન બેકાબૂ બનીને ઝડપથી નીચેની તરફ ધસી પડી, પાટા પરથી ઉતરી ગઈ અને એક ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 સાધુઓમાં એક ભારતીય, એક રશિયન અને એક રોમાનિયન નાગરિકનો સમાવેશ થાય છે, જેઓ ધ્યાન અને આધ્યાત્મિક સાધના માટે અહીં આવ્યા હતા. ઘાયલ થયેલા 6 સાધુઓમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ મઠ તેના શાંત વાતાવરણ અને ધ્યાન કેન્દ્રો માટે ખૂબ જ જાણીતો છે, અને વિશ્વના વિવિધ ખૂણેથી સાધકો અહીં આવતા રહે છે. આ કરુણ ઘટનાથી અહીંના શાંતિપૂર્ણ વાતાવરણમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.
STORY | Indian among 7 Buddhist monks killed in Sri Lanka monastery cable cart accident
Seven Buddhist monks, including an Indian national, were killed and six others were injured after a cable-operated rail cart overturned at a forest monastery in northwestern Sri Lanka, police… pic.twitter.com/onqGfURFZo
— Press Trust of India (@PTI_News) September 25, 2025
Sri Lanka માં ચાલતી કેબલ સંચાલિત ટ્રેન કેવી રીતે કાર્ય કરે છે?
આ અકસ્માત પછી, સામાન્ય લોકોમાં "કેબલ સંચાલિત ટ્રેન" વિશે ઉત્સુકતા વધી છે. આ એવી ટ્રેન છે જે એન્જિનથી નહીં, પરંતુ એક મજબૂત સ્ટીલના કેબલ દ્વારા ખેંચીને કે નિયંત્રિત કરીને ચલાવવામાં આવે છે. આ ટેકનોલોજી ખાસ કરીને પર્વતીય વિસ્તારો અને ઢાળ પર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ટ્રેનના કોચને પાટા પર ગોઠવવામાં આવે છે અને એક છેડે મજબૂત સ્ટીલનું દોરડું (કેબલ) જોડવામાં આવે છે. આ કેબલ મોટર અને પુલી સિસ્ટમ સાથે જોડાયેલું હોય છે. જ્યારે મોટર ચાલુ થાય છે, ત્યારે તે કેબલને ખેંચે છે, જેનાથી ટ્રેન ધીમે ધીમે ઉપર કે નીચે ગતિ કરે છે. આ સિસ્ટમ સપાટ ભૂમિ પર ચાલતી ટ્રેન કરતાં તદ્દન અલગ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઊંચા ઢાળ પર સરળતાથી અવરજવર કરવાનો છે.
વિશ્વમાં કેબલ સંચાલિત ટ્રેનનો ઉપયોગ અને સલામતીનું મહત્વ
જણાવી દઇએ કે, Sri Lanka ઉપરાંત, કેબલ સંચાલિત ટ્રેનો વિશ્વના ઘણા દેશોમાં પ્રચલિત છે. સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા અને જર્મની જેવા પર્વતીય દેશોમાં આ ટ્રેનો અત્યંત લોકપ્રિય છે, જ્યાં તે પ્રવાસીઓને રોમાંચક અને અનોખો અનુભવ પૂરો પાડે છે. જોકે, આ ટેકનોલોજી મુસાફરીને અનુકૂળ બનાવે છે, પરંતુ તેની સલામતી માટે ઉચ્ચ ધોરણો અને નિયમિત જાળવણી અત્યંત આવશ્યક છે.
આ પણ વાંચો : પાકિસ્તાનની જાફર એક્સપ્રેસમાં મોટો વિસ્ફોટ, ટ્રેન પાટા પરથી ઉતરી જતા અનેક મુસાફરો ઘાયલ


