Justin Trudeau: છેલ્લા ભાષણમાં કેનેડાના PM થયા ભાવુક!ટ્રપ પર પ્રહાર કરી કહ્યું તે કેનેડાને..!
- છેલ્લા ભાષણમાં કેનેડાના PM થયા ભાવુક
- ટ્રમ્પ કેનેડાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માંગે છે
- કેનેડાને અમેરિકા સાથે મર્જ કરી શકે.
Justin Trudeau:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા (Justin Trudeau)પર ટેરિફ લાદવાની જાહેરાત કરી.જેના પછી ટ્રુડોએ કહ્યું કે,'ટ્રમ્પ કેનેડા(canada)ની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માંગે છે જેથી તેઓ કેનેડાને અમેરિકા સાથે મર્જ કરી શકે.' આ વિશે વાત કરતી વખતે ટ્રુડો ભાવુક (Crying)થઈ ગયા અને કેમેરાની સામે જ રડવા લાગ્યા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
કેનેડાના વડાપ્રધાન તરીકે તેમની છેલ્લી મીડિયા બ્રીફિંગમાં, ટ્રુડો ભાવુક થઈ ગયા હતા અને તેમના નવ વર્ષના કાર્યકાળ અને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વિશે બોલતા તેઓ ભાવુક થઈ ગયા હતા.
આ પણ વાંચો -Woman with Wild Hair...સુનિતા વિલિયમ્સની સ્પેસમાંથી વાપસીનો પ્લાન બતાવતી બખતે બોલ્યા ટ્રમ્પ
ટ્રુડો રવિવાર સુધી કેનેડાના PM છે
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મીડિયાને સંબોધિત કરતાં નાગરિકોને એક રહેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, 'વ્યક્તિગત સ્તરે, વડાપ્રધાન તરીકે, મેં દરરોજ સુનિશ્ચિત કર્યું છે કે હું કેનેડાના નાગરિકોને પ્રાથમિકતા આપું છું. અમને તમારી ચિંતા છે. આ સરકારના છેલ્લા દિવસોમાં પણ અમને તમારી ચિંતા છે. અમે તમને કોઈપણ કિંમતે નિરાશ નહીં કરીએ, ન તો અત્યારે કે ન તો ભવિષ્યમાં.'જસ્ટિન ટ્રુડોના વડાપ્રધાન તરીકે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. સત્તાધારી લિબરલ પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કર્યા બાદ જસ્ટિન ટ્રુડો આ રવિવારે વડાપ્રધાન પદ પરથી હટી જશે.
આ પણ વાંચો -NASA ના એથેના લેન્ડરની ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ... જાણો કેમ હજુ પણ વધ્યું વૈજ્ઞાનિકોનું ટેન્શન
અમેરિકાએ કેનેડા પર 25% ટેરિફ લાદ્યો
ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત બાદ ટ્રુડોએ કહ્યું હતું કે, 'ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે કેનેડા માટે આવનારો સમય વધુ મુશ્કેલ હશે. અમારી વચ્ચેની હાર-જીતની લડાઈ ટ્રમ્પ માટે જ જીત લાવશે. આ જ આંતરરાષ્ટ્રીય વેપારમાં લાગુ પડે છે.'યુએસ પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી હતી કે યુએસ કેનેડિયન ઉત્પાદનો પર 25% ટેરિફ લાદશે. પરંતુ હવે તેમાં એક મહિનાની રાહત આપવામાં આવી છે.