Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

China Artificial Sun : ચીને નકલી સૂરજથી ઉત્પન્ન કર્યું 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન

ચીને વિજ્ઞાન ક્ષેત્રે એવું અનોખું પરાક્રમ કર્યું કે દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પોતાનો Artificial Sun લોન્ચ કર્યો અને 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કર્યું. આજ સુધી કોઈ આ રેકોર્ડ હાંસલ કરી શક્યું નથી.
china artificial sun   ચીને નકલી સૂરજથી ઉત્પન્ન કર્યું 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન
Advertisement
  • ચીનનો નકલી સૂર્ય: 10 કરોડ ડિગ્રી તાપમાનની સફળતા
  • ચીનના આભાસી સૂર્યથી વૈજ્ઞાનિક ક્ષેત્રે ક્રાંતિ
  • 10 કરોડ ડિગ્રી સુધી ઊર્જાની ઉત્પત્તિ: ચીનની મોટી સિદ્ધિ
  • ફ્યુઝન ઊર્જા માટે ચીનનું મહત્વપૂર્ણ પગલું

ચીને વિજ્ઞાનના ક્ષેત્રમાં એવું પરાક્રમ કર્યું છે કે જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. ચીને પોતાનો નકલી સૂરજ, એટલે કે Artificial Sun, લોન્ચ કર્યો છે. તેટલું જ નહીં તેણે 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કર્યું છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે આ ઘણી મોટી સિદ્ધિ છે. આ સિદ્ધિથી વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે નવી આશાઓ અને શક્તિના દ્રષ્ટિએ એક નવી દિશા ખુલી છે.

10 કરોડ ડિગ્રી સુધીની ઊર્જા ઉત્પન્ન કરી

ચીનનો આ નકલી સૂર્ય 1000 સેકન્ડ (1667 મિનિટ) માટે 10 કરોડ ડિગ્રી તાપમાન પર ઊર્જાનું ઉત્પાદન કરવામાં સફળ રહ્યો છે. આ એ વિશિષ્ટ ક્ષણ છે જ્યારે ચીને 2023માં હાંસલ કરેલા 403 સેકન્ડના પોતાના જ રેકોર્ડને તોડી નાખ્યો છે. આ બદલાવ અને સિદ્ધિ ચીન માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં એક મોટો માઇલસ્ટોન ગણી શકાય છે. વૈજ્ઞાનિકોએ આ પરિક્ષણને સૌથી મોટો ન્યુક્લિયર ફ્યુઝન પ્રયોગ ગણાવ્યો છે.

Advertisement

EAST ફ્યુઝન એનર્જી રિએક્ટર

ચીનના આ પરમાણુ વિજ્ઞાન પ્રયોગને "EAST" તરીકે ઓળખવામાં આવે છે, જે Experimental Advanced Superconducting Tokamak Fusion Energy Reactor છે. ચીન આ પ્રયોગથી વૈશ્વિક મંચ પર પોતાને સૌથી તાકતવર બતાવવા માંગે છે. EASTના ડિરેક્ટર સોંગ યુન્ટાઓએ ચીની મીડિયાને જણાવ્યું હતું કે, "હજારો સેકન્ડ માટે અત્યંત ઉર્જા પર ફ્યુઝન ડિવાઇસને જાળવી રાખવું લાગે છે તેટલું સરળ નહોતું."

Advertisement

વૈજ્ઞાનિકોના દ્રષ્ટિએ અગત્યનું પગલું

આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક મોટી સિદ્ધિ છે કારણ કે, 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાને ઉર્જા ઉત્પન્ન કરવી એ વૈજ્ઞાનિકો માટે લાંબા સમયથી એક પડકાર રહ્યો છે. વૈજ્ઞાનિકોનું અંધકારમાંથી પ્રકાશ પ્રાપ્ત કરવાનું વિઝન છે. તેમને આશા છે કે માનવ માટે આવતા ભવિષ્યમાં નવી અને સ્વચ્છ ઊર્જા સ્ત્રોત પ્રદાન કરવામાં આવશે.

2006થી ચીન નકલી સૂર્ય બનાવી રહ્યો છે

ચીને 2006 થી EAST પર કામ શરૂ કર્યું હતું, અને અત્યાર સુધીમાં રિએક્ટરે લાખો પરીક્ષણો પૂર્ણ કર્યા છે. EAST ની સફળતાથી પ્રેરિત થઈને, ચીને પૂર્વી ચીનના અનહુઈ પ્રાંતમાં નવી જનરેશનની ફ્યુઝન અનુસંધાન સુવિધાઓનું નિર્માણ શરૂ કરી દીધું છે, જેથી ફ્યુઝન ઊર્જાના વિકાસ અને ઉપયોગને વધુ વેગ આપી શકાય.

આ પણ વાંચો :  પ્લેબોય મોડેલ Gina Stewart દુનિયાની સૌથી જવાન દાદી! જાણો તેની સુંદરતાનું રહસ્ય

Tags :
Advertisement

.

×