Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

S Jaishankar : ભારત નહીં,ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે',મોસ્કોથી જયશંકરનો ટ્રમ્પને જવાબ

એસ.જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત એસ.જયશંકરે ટેરિફ મામલે પ્રતિક્રિયા આપી સૌથી મોટો ક્રૂડ ખરીદદાર દેશ વચીન છે :વિદેશ મંત્રી S Jaishankar In Moscow : વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ગુરુવારે મોસ્કો (S Jaishankar In Moscow)માં રશિયાના વિદેશ...
s jaishankar   ભારત નહીં ચીન રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદે છે  મોસ્કોથી જયશંકરનો ટ્રમ્પને જવાબ
Advertisement
  • એસ.જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત
  • એસ.જયશંકરે ટેરિફ મામલે પ્રતિક્રિયા આપી
  • સૌથી મોટો ક્રૂડ ખરીદદાર દેશ વચીન છે :વિદેશ મંત્રી

S Jaishankar In Moscow : વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ગુરુવારે મોસ્કો (S Jaishankar In Moscow)માં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. તેમણે અમેરિકા દ્વારા રશિયામાંથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર ટેરિફ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, ભારત માટે (અમેરિકાનો) આ તર્ક સમજવો અત્યંત હેરાન કરનારો છે.

ભારત રશિયાનો સૌથી મોટો ક્રૂડ ખરીદદાર દેશ નથી:વિદેશ મંત્રી

જયશંકરે જણાવ્યું કે,ભારત રશિયાનો સૌથી મોટો ક્રૂડ ખરીદદાર દેશ નથી.તે ચીન છે.ભારત એલએનજીનો પણ સૌથી મોટો ખરીદદાર નથી. તે યુરોપિયન યુનિયન છે. વધુમાં 2022 બાદથી રશિયા સાથે વેપાર વૃદ્ધિમાં પણ ભારત અગ્રેસર નથી. તેમ છતાં અમેરિકાએ આ તમામ દેશોને બાકાત રાખતાં માત્ર ભારત પર જ ટેરિફ લાદ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -India-Russia Deal : ભારતે રશિયા સાથે કરી 100 અરબ ડોલરની મોટી ડીલ

Advertisement

અમેરિકાએ ચીન પર કેમ ટેરિફ લાદ્યો નહીં

અમેરિકાએ અત્યારસુધી ચીન પર રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ કોઈ પ્રતિબંધ મૂક્યા નથી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ પણ ભારત પર ટેરિફ લાદવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે કે, ભારતે યુદ્ધ બાદ રશિયા પાસેથી આયાત વધારી બમણો નફો મેળવ્યો છે. જયશંકરે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, અમેરિકા છેલ્લા કેટલાક વર્ષોથી કહી રહ્યું હતું કે, ભારતે વિશ્વ ઊર્જા બજારને સ્થિર બનાવવામાં મદદ કરવી જોઈએ. જેમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદીનો નિર્ણય પણ સામેલ છે.ભારત અમેરિકા પાસેથી પણ ક્રૂડની ખરીદીમાં વધારો કર્યો છે. એવામાં ભારત માટે અમેરિકાનું આ વલણ સમજી શકાતું નથી.

આ પણ  વાંચો -Russia-Ukraine War : રશિયાનો યુક્રેન પર વર્ષનો ત્રીજો સૌથી મોટો હુમલો,570થી વધુ ડ્રોન, 40 મિસાઈલો ઝિંકી

ભારત-રશિયાના ગાઢ સંબંધઃ જયશંકર

એસ. જયશંકરે વધુમાં જણાવ્યું કે,ભારત અને રશિયા વિશ્વમાં સૌથી સ્થિર દ્વિપક્ષીય સંબંધ ધરાવતા દેશો પૈકી એક છે.તેમણે એનર્જી,વેપાર,રોકાણ ક્ષેત્રે સહયોગને મહત્ત્વ આપ્યું છે. સંરક્ષણ અને સૈન્ય તકનીકી સહયોગ પણ મજબૂત બનાવ્યો છે.રશિયાએ ભારતને મેક ઇન ઇન્ડિયા લક્ષ્યોમાં પણ સહયોગ આપ્યો છે.

વેપાર સંતુલન સુધારવાના ઉકેલો

જયશંકરે જણાવ્યું હતું કે, બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાની મહત્ત્વાકાંક્ષાનો પુનરોચ્ચાર કર્યો છે. કૃષિ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા સેક્ટરમાં ભારતની નિકાસને વેગ આપી વેપાર સંતુલન સુધારવામાં મદદ મળશે. ભારત રશિયાનો બીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર છે. રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ ક્રૂડ આયાતમાં વૃદ્ધિ નોંધાઈ છે. જેનાથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.

Tags :
Advertisement

.

×