China : નિર્દોષોનું લોહી વહાવનારને છોડીશું નહીં - રાજનાથ સિંહ
- SCO બેઠકમાં આતંકવાદ મુદ્દે ભારતનું સ્પષ્ટ વલણ
- રક્ષા મંત્રી રાજનાથસિંહે આતંકના આકાઓને લીધા આડેહાથ
- રક્ષા મંત્રીએ કહ્યું શાંતિ માટે આતંકવાદ સૌથી મોટો ખતરો
- આતંકવાદ અને શાંતિ એકસાથે ન હોઈ શકેઃ રાજનાથસિંહ
China : અત્યારે સમગ્ર વિશ્વની નજર ચીનના કિંગદાઓ શહેરમાં યોજાઈ રહેલ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (Shanghai Cooperation Organisation-SCO) બેઠક પર છે. આ બેઠકમાં આજે ગુરુવારે ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસના સંરક્ષણ પ્રધાનો ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ આતંકવાદ મુદ્દે અનેક નિવેદન આપ્યા છે. તેમણે પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર વિશે પણ રજૂઆત કરી છે.
આતંકવાદ સૌથી મોટો ખતરો
ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (Shanghai Cooperation Organisation-SCO) બેઠક માં રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યુ છે. તેમણે કહ્યું કે, ભારતે હવે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પોલિસી (Zero Tolerance Policy) અપનાવી છે. આતંકવાદના એપિસેન્ટર હવે બચી શકશે નહીં. આતંકના આકાઓએ ઘણું ભોગવવું પડશે. નિર્દોષોનું લોહી વહેવનારને છોડીશું નહીં. રક્ષા મંત્રીએ કહ્યું કે, શાંતિ માટે આતંકવાદ સૌથી મોટો ખતરો છે. આતંકવાદ અને શાંતિ એકસાથે ન હોઈ શકે.
આ પણ વાંચોઃ Shashi Tharoor એ પાકિસ્તાન પર અંગ્રેજી નહિ પરંતુ ફ્રેન્ચ ભાષામાં કર્યા આકરા વાક પ્રહાર
પહલગામ આતંકી હુમલો ક્રુરતાપૂર્ણ - રાજનાથ સિંહ
ચીનમાં SCO બેઠકમાં રાજનાથ સિંહે પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) ને ક્રુરતાપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, TRF એ નિર્દોષો પર ધાર્મિક ઓળખના આધારે હુમલો કર્યો. અમે હવે નિર્દોષોનું લોહી વહેવડાવનારને છોડીશું નહીં. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ભારતને આતંકવાદી હુમલાના જવાબમાં કરેલ ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. રાજનાથસિંહે કહ્યું કટ્ટરતા અને આતંકવાદ વધી રહ્યા છે. સામૂહિક પ્રયાસથી આતંકવાદનો મુકાબલો કરીશું. આતંકવાદ વૈશ્વિક પડકાર છે તેની સામે એકલા ન લડી શકાય.
આ પણ વાંચોઃ Sustainable Growth માં પહેલીવાર ભારત ટોપ 100માં, જાણો પાડોશી દેશોના હાલ