Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું Elon Musk ની હત્યા માટે ઘડાઈ રહ્યું છે કાવતરું? જાણો કેમ શરુ થઇ ચર્ચા

વિશ્વના સૌથી અમીર અને પ્રભાવશાળી લોકોમાં ગણાતા Elon Musk પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે. ટેસ્લા, સ્ટારલિંક અને Xના CEO મસ્ક અવારનવાર વિવાદોમાં રહે છે. તાજેતરમાં મસ્કને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમની હત્યા માટે કાવતરું ઘડાઈ રહ્યું છે.
શું elon musk ની હત્યા માટે ઘડાઈ રહ્યું છે કાવતરું  જાણો કેમ શરુ થઇ ચર્ચા
Advertisement
  • Elon Musk ની હત્યાના કાવતરાનો ખુલાસો
  • સોશિયલ મીડિયા પર Musk ની સુરક્ષા અંગે ચિંતા
  • Elon Musk ને લઈને આ પોસ્ટ કેમ થઈ વાયરલ?
  • બિલ શિયાની પોસ્ટ પર વિવાદ, મસ્ક માટે ખતરો?
  • મસ્કના CEO હોવાની પોસ્ટથી વાયરલ થયું કાવતરું
  • સોશિયલ મીડિયા યુઝર્સના દાવા: મસ્કને ખતરો છે!

Elon Musk : વિશ્વના સૌથી અમીર અને પ્રભાવશાળી લોકોમાં ગણાતા Elon Musk પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે. ટેસ્લા, સ્ટારલિંક અને Xના CEO મસ્ક અવારનવાર વિવાદોમાં રહે છે. તાજેતરમાં મસ્કને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમની હત્યા માટે કાવતરું ઘડાઈ રહ્યું છે. આ દાવા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને એક યુઝરના પોસ્ટ બાદ આ મુદ્દાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

શું છે કાવતરાનો મામલો?

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે બિલ શિયા નામના વ્યક્તિએ Elon Musk ની હત્યાના સંકેત આપતી પોસ્ટ કરી હતી. શિયાએ મસ્કના CEO હોવાના પરિપ્રેક્ષ્યમાં ચોંકાવનારા શબ્દોમાં લખ્યું : "મિત્રો, ભૂલશો નહીં કે મસ્ક ઘણી કંપનીઓના CEO છે. હું પુનરાવર્તન કરું છું કે તે CEO છે. હવે તમે આ માહિતી સાથે જે ઇચ્છો તે કરી શકો છો." આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકોમાં મસ્કની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. શંકાસ્પદ સેટિંગને લીધે શિયાની આ પોસ્ટને સંકેતાત્મક માનવામાં આવી રહી છે. વિવાદ વધતા શિયાએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધું, પરંતુ આ પગલું શંકાને વધુ મજબૂત બનાવે છે.

Advertisement

Advertisement

શિયાની પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા

શિયાની પોસ્ટ પર સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક યુઝર્સે શિયાને આરોપી તરીકે જોતા કહ્યું કે, "તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો, પણ ઇન્ટરનેટ પરથી તમારી ઓળખ છુપાવી શકતા નથી." શિયાની આ ચકચારી પોસ્ટ જંગલની આગની જેમ વાયરલ થઈ છે, જેને કારણે મસ્કની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે.

મેનહટન હત્યા બાદ તકેદારી વધારી

મસ્કની સુરક્ષાની ચિંતા પાછળ મેનહટનમાં ઘટેલી ચકચારી ઘટના પણ પ્રભાવશાળી છે. યુનાઇટેડ હેલ્થકેરના CEO બ્રાયન થોમ્પસનની હત્યા બાદ કોર્પોરેટ સેક્ટરમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 26 વર્ષીય લુઇગી મંગિયોએ મેનહટનની હોટેલ બહાર બ્રાયનની હત્યા કરી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાદવિવાદનું કારણ બની હતી, અને કેટલાક લોકોએ લુઇગીને સમર્થન આપ્યું કારણ કે તેઓ મોંઘી અને બેદરકાર આરોગ્ય સેવાઓથી નારાજ હતા.

આ પણ વાંચો:  પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમને અમેરિકાનો ઝટકો!

Tags :
Advertisement

.

×