ચીની હોસ્પિટલમાં દર્દીઓની ભીડે અપાવી Corona ની યાદ, શું આ HMPV ના પેશન્ટ કે પછી..?
- ચીનમાં HMPV વાયરસની ચિંતાજનક સ્થિતિ
- HMPV: ચીનમાં કોરોના જેવી મહામારીનો ખતરો?
- ચીનમાં HMPVના કેસથી ભયનો માહોલ જોવા મળ્યો
- HMPV: ચીનમાં વધુ દર્દીઓ, પરંતુ મુસાફરી સલામત
HMPV : ચીનમાં Human Metapneumovirus (HMPV) વાયરસ ફાટી નીકળ્યો હોવાનું સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યું છે, જેને લઈ વિશ્વભરમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. HMPV ના પીડિતોની કેટલીક તસવીરો સામે આવી છે, જેનાં પરથી વ્યાપક ભય ઊભો થયો છે. આ ઈમેજમાં બાળકો ઘણા નબળા દેખાતા જોવા મળી રહ્યા છે, જે ચિંતાનો કારણ બની રહ્યા છે. સાથે સાથે, દર્દીઓ હોસ્પિટલના પલંગ પર પડેલા છે અને તેમના ભયભીત માતા-પિતાના ચહેરાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. આ બધા દ્રશ્યો એ ચિંતા વધારી દીધી છે, કારણ કે તે કોરોના મહામારીના સમયની યાદ અપાવે છે.
હોસ્પિટલોમાં ભીડ
હોસ્પિટલોમાં એક જ પ્રકારની ભીડ જોવા મળી રહી છે. જો કે, આ ભીડ HMPV થી સંક્રમિત લોકોની નથી, પરંતુ ચીનના નાગરિકો એ સાવચેતીના ભાગ રૂપે હોસ્પિટલની તરફ વળ્યાં છે. એવું માનવામાં આવે છે કે ચીનમાં લોકોએ IV ટીપાં અને વધુ સારવાર માટે નીકળી રહ્યા છે, જ્યા તેઓ નાની બીમારીઓ માટે પણ ડોક્ટર પાસે પહોંચતા હોય છે. આ રોગના વધતા પ્રસારને લીધે, ઘણા લોકો આને Covid-19 જેવી મહામારીના ફરીથી ફેલાવાના ખતરા તરીકે જોઈ રહ્યા છે. સામાન્ય રીતે શિયાળામાં ચેપ વધી જાય છે અને આ સમયે બાળકો ઝડપથી આ વાયરસનો શિકાર થવાનું ખતરો રહે છે. ચીનના શહેરોમાં, જેમ કે બિજિંગની હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. આ ભીડને જોતા કહેવામાં આવી રહ્યું છે કે, ચીનમાં HMPVના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
ચીનની સરકારનો પ્રતિસાદ
ચીનની સરકાર એ વાત માનવા જ તૈયાર નથી કે તેમના દેશમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સરકાર આ અંગે બિલકુલ પણ ચિંતિત જોવા મળી રહી નથી. જો કે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું છે કે, "વિદેશીઓ માટે ચીનનો પ્રવાસ સુરક્ષિત છે." તેમણે ઉમેર્યું હતું કે, ચીનમાં શિયાળામાં શ્વસન સંક્રમણો ટોચ પર હોય છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ બીમારીઓ ઓછી ગંભીર છે અને સામાન્ય રીતે નાના પાયે ફેલાઈ રહી છે. તેમણે આગળ કહ્યું કે, ચીનમાં મુસાફરી કરવું સ્વસ્થ અને સલામત છે. જો કે, તેમ છતાં HMPVના સંક્રમણ વિશે ચિંતાઓ પર્યાપ્ત હોવા છતાં, જો લોકો યોગ્ય સાવચેતી રાખે છે અને સ્વાસ્થ્ય જાગરુકતા અપનાવે છે, તો આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવો શક્ય છે.
આ પણ વાંચો: Alert : ચીનમાં ફેલાયેલો ખતરનાક HMPV વાયરસ ભારત પહોંચ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત


