Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી બ્લાસ્ટમાં કરાવનાર જૈશ-એ-મોહમ્મદ શું છે? જાણો, કાશ્મીરથી દિલ્હી સુધીના તાર

દિલ્હી કાર વિસ્ફોટની તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે કે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ની AGH પાંખના 'સફેદપોશ' ડોક્ટરો અને મૌલવીઓનું મોટું નેટવર્ક સામેલ છે. મૌલાના મસૂદ અઝહર દ્વારા સ્થાપિત આ સંગઠન 2001ના સંસદ હુમલા સહિત અનેક આતંકી ગતિવિધિઓ માટે જવાબદાર છે. શ્રીનગરના પોસ્ટર અને ફરીદાબાદમાં મળેલા વિસ્ફોટકોના તાર દિલ્હી સુધી પહોંચ્યા છે, જેના આધારે આદિલ રથેર સહિત શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે.
દિલ્હી બ્લાસ્ટમાં કરાવનાર જૈશ એ મોહમ્મદ શું છે  જાણો  કાશ્મીરથી દિલ્હી સુધીના તાર
Advertisement
  • દિલ્હી બ્લાસ્ટમાં 'સફેદપોશ' આતંકીઓનો રાઝ, JeMનું મોટું નેટવર્ક સામે (Jaish-e-Mohammed History)
  • દિલ્હી કાર વિસ્ફોટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)નું વિશાળ નેટવર્ક ખુલ્યું
  • હુમલામાં ડોકટરો અને મૌલવીઓ જેવા 'સફેદપોશ' આતંકીઓ સંડોવાયેલા
  • આ સંગઠન કુખ્યાત મસૂદ અઝહરે 2000માં સ્થાપ્યું હતું
  • આદિલ રથેર સહિત ત્રણ શંકાસ્પદોની સઘન પૂછપરછ ચાલુ

Jaish-e-Mohammed History : દિલ્હી કાર વિસ્ફોટ કેસમાં એક પછી એક કડીઓ જોડાઈ રહી છે. સુરક્ષા એજન્સીઓએ આ હુમલામાં એક વિશાળ નેટવર્ક સામેલ હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. દિલ્હીમાં દહેશત ફેલાવનારાઓમાં હવે જૈશ-એ-મોહમ્મદની પેટા-પાંખ એજીએચ (Jaish-e-Mohammed AGH) સાથે જોડાયેલા ડોકટરો અને મૌલવીઓ જેવા ‘સફેદપોશ’ આતંકવાદીઓના નામ પણ સામે આવ્યા છે.

અનેક આતંકી ગતિવિધિઓમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)નું નામ વારંવાર ચર્ચામાં આવે છે. આખરે આ સંગઠન શું છે? જમ્મુ-કાશ્મીરમાં લાગેલા પોસ્ટરોથી લઈને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ સુધી તેના તાર કેવી રીતે જોડાયેલા છે? આ સંગઠને ભૂતકાળમાં ક્યાં ક્યાં મોટા હુમલા કર્યા છે અને તેનો મુખ્ય લીડર કોણ છે, તે વિશે અહીં વિગતે જાણો.

Advertisement

મૌલાના મસૂદ અઝહર અને જૈશ-એ-મોહમ્મદની કહાણી – Masood Azhar history

દિલ્હી બ્લાસ્ટમાં જે આતંકી સંગઠનનું નામ સામે આવ્યું છે, તે છે જૈશ-એ-મોહમ્મદ (JeM). આ સંગઠનનો પાયો કુખ્યાત આતંકવાદી મૌલાના મસૂદ અઝહર દ્વારા વર્ષ 2000માં નાખવામાં આવ્યો હતો. સંગઠનની સ્થાપનાના માત્ર એક વર્ષની અંદર જ તેણે પોતાનો આતંક ફેલાવવાનું કામ શરૂ કરી દીધું હતું.

Advertisement

  • જૈશ-એ-મોહમ્મદનો ઇતિહાસ ભારતમાં થયેલા અનેક મોટા હુમલાઓ સાથે જોડાયેલો છે:
  • 2001માં સંસદ પર હુમલો: આ સંગઠને દેશની લોકશાહીના મંદિરને નિશાન બનાવ્યું હતું.
  • 2016માં પઠાણકોટ એરબેઝ હુમલો: ભારતીય વાયુસેનાના મહત્ત્વના એરબેઝને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
  • 2016માં ઉરી હુમલો: આ હુમલામાં પણ જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો.

આ ઉપરાંત, આ સંગઠને કાશ્મીરમાં અનેક વખત હુમલાઓ કર્યા છે. તાજેતરમાં પહેલગામમાં થયેલા હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ જે આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો, તેમાં જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાનના બહાવલપુર સ્થિત મુખ્યાલય અને લશ્કર-એ-તૈયબાના મુરીદકે સ્થિત ઠેકાણાઓ પણ સામેલ હતા.

દિલ્હી બ્લાસ્ટ સુધીના તાર– Delhi blast investigation

દિલ્હીમાં ધમાકો થયો તે પહેલાં, 19 ઓક્ટોબરે શ્રીનગરમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા કેટલાક પોસ્ટરો મળવા બદલ FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં આરિફ નિસાર, યાસીર-ઉલ-અશરફ અને મકસૂદ નામના ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પોસ્ટર કેસમાં પોલીસે તપાસનો દોર ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સુધી લંબાવ્યો હતો.

ત્યારબાદ, હરિયાણાના ફરીદાબાદમાં કાર્યવાહી કરવામાં આવી, જ્યાં મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

અને છેલ્લે, 10 નવેમ્બરે દિલ્હીમાં કાર વિસ્ફોટની ઘટના બની. આ મામલામાં સુરક્ષા એજન્સીઓ આદિલ અહમદ રથેર, મુઝમ્મિલ શકીલ અને ઉમર મોહમ્મદ જેવા ‘સફેદપોશ’ લોકોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ હુમલાથી સ્પષ્ટ થાય છે કે જૈશ-એ-મોહમ્મદ હવે સામાન્ય નાગરિકોની આડમાં આતંકી પ્રવૃત્તિઓ ફેલાવવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યું છે.

આ પણ વાંચો : Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, કારમાં મોતને ભેટેલો શખ્સ ડૉ.ઉમર હોવાનો DNA મેચ

Tags :
Advertisement

.

×