Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hurricane Kiko: 215KMની ઝડપે આવી રહ્યું છે તબાહી મચાવનાર ચક્રવાત Kiko!

વાવાઝોડા 'કિકો'એ અમેરિકા ટેન્શનમાં (Hurricane Kiko) હવામાન વિભાગે ચેતવણી આપી છે Kiko ની ઝડપ 215 કિમી પ્રતિ કલાક Hurricane Kiko : વાવાઝોડા 'કિકો'એ અમેરિકાને (Hurricane Kiko) ટેન્શનમાં નાખી દીધું છે.હવામાન વિભાગે ચેતવણી આપી છે કે,પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલું વાવાઝોડું 'કિકો'...
hurricane kiko  215kmની ઝડપે આવી રહ્યું છે તબાહી મચાવનાર ચક્રવાત kiko
Advertisement
  • વાવાઝોડા 'કિકો'એ અમેરિકા ટેન્શનમાં (Hurricane Kiko)
  • હવામાન વિભાગે ચેતવણી આપી છે
  • Kiko ની ઝડપ 215 કિમી પ્રતિ કલાક

Hurricane Kiko : વાવાઝોડા 'કિકો'એ અમેરિકાને (Hurricane Kiko) ટેન્શનમાં નાખી દીધું છે.હવામાન વિભાગે ચેતવણી આપી છે કે,પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલું વાવાઝોડું 'કિકો' ફરી એકવાર ઝડપ પકડીને કેટેગરી 4નું ખતરનાક વાવાઝોડું બની ગયું છે.આગામી કેટલાક દિવસમાં તેની અસર હવાઈ દ્વીપસમૂહ પર પડી શકે છે.જ્યારે પોસ્ટ ટ્રોપિકલ સાઇક્લોન 'લોરેના'એ મેક્સિકોના બાજા કેલિફોર્નિયા દ્વીપકલ્પને ભારે વરસાદથી તરબોળ કરી નાખ્યું છે.

215KMની ઝડપે તબાહી મચાવશે

હવામાન કેન્દ્ર અનુસાર, વાવાઝોડું 'કિકો'ની મહત્તમ ઝડપ 215 કિમી પ્રતિ કલાક છે અને તે શુક્રવાર મોડી રાત સુધી વધુ શક્તિશાળી થવાની શક્યતા છે. હાલ આ વાવાઝોડું હિલો, હવાઈ થી 1,195 કિમી પૂર્વ દક્ષિણપૂર્વમાં છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં 17 કિમી પ્રતિકલાકની સ્પીડે આગળ વધી રહ્યું છે.હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે,રવિવારથી જ હવાઈના કેટલાક વિસ્તારોમાં ઊંચા અને ખતરનાક મોજા ઉછળતા જોઈ શકાશે. જો કે હજુ સુધી કોઈ ટાપુ પર ચેતવણી જાહેર કરવામાં આવી નથી,પરંતુ લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement

આ પણ  વાંચો -Zelensky એ ઠુકરાવી Putinની ઓફર,કહ્યું હું આતંકવાદી દેશમાં...!

Advertisement

કેલિફોર્નિયા પ્રાયદ્વીપમાં ભારે વરસાદ

બીજી બાજુ,પોસ્ટ ટ્રોપિકલ સાઇક્લોન લોરેનાએ મેક્સિકોના બાજા કેલિફોર્નિયા પ્રાયદ્વીપમાં ભારે વરસાદ વરસાવ્યો છે.શુક્રવારે સવાર સુધીમાં લોરેનાની ઝડપ ઘટીને 56 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી અને તે કાબો સૈન લાઝારોથી 170 માઇલ પશ્ચિમમાં લગભગ સ્થિર હતું.હવામાન વિભાગે જણાવ્યું કે, લોરેના ધીમે ધીમે નબળું થઈને રવિવાર સુધીમાં ખતમ થઈ જશે,પરંતુ ત્યાં સુધી તે બાજા કેલિફોર્નિયા સુર, બાજા કેલિફોર્નિયા, સોનોરા અને સિનાલોઆ રાજ્યોમાં 30 સેન્ટીમીટર સુધી વરસાદ વરસાવી શકે છે. આ વિસ્તારોમાં ફ્લેશ ફ્લડિંગ અને ભૂસ્ખલનનું જોખમ પણ રહેલું છે.

આ પણ  વાંચો -Sri Lanka Bus Accident : શ્રીલંકામાં મોટી દુર્ઘટના, મુસાફરો ભરેલી બસ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી!

10 સેન્ટીમીટર સુધી વરસાદ નોંધાયો

લોરેનાની અસર એરિજોના અને ન્યૂ મેક્સિકો સુધી પહોંચી છે.જ્યાં 10 સેન્ટીમીટર સુધી વરસાદ નોંધાયો છે અને શનિવાર સુધી સ્થાનીક પૂરની સંભાવના રહેશે. હવામાન વિભાગે કહ્યું કે, કિકો જેવા વાવાઝોડા કેટેગરી 3 કે તેની ઉપર પહોંચતા જ મેજર હેરિકેન માનવામાં આવે છે.કિકો પહેલા જ આ અઠવાડિયે કેટેગરી 4 સુધી પહોંચ્યું હતું, પરંતુ શનિવારે તે ધીમે ધીમે નબળું પડે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×