Donald Trump એ ચીનના 6 લાખ વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કર્યા, MAGA સમર્થકો ખફા
- અચાનક જ Donald Trump ને ચીન માટે પ્રેમ ઉભરાઈ આવ્યો
- 6 લાખ ચીની વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝાને મંજૂરી આપી
- બીજી તરફ ટ્રમ્પે ચીનને 200 ટકા ટેરિફની ધમકી પણ આપી
- સમગ્ર વિશ્વમાં Donald Trump ના બેવડું વલણની ચર્ચા
America : અચાનક જ અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump ને ચીન માટે પ્રેમ ઉભરાઈ આવ્યો છે. હવે ટ્રમ્પ વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધો વિશેનો રાગ આલાપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ 6 લાખ ચીની વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટેના વિઝા (Student Visa) ને મંજૂરી આપી છે. જો કે આ નિર્ણયથી ટ્રમ્પ અને MAGA (Make America Great Again) ના સમર્થકો ખફા થયા છે. આ સમર્થકોનું માનવું છે કે, ટ્રમ્પે આ નિર્ણય લેવામાં અમેરિકા ફર્સ્ટ નીતિને કોરાણે મુકી છે.
Donald Trump નું બેવડું વલણ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. તેમણે 6 લાખ ચીની વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની મંજૂરી આપી છે. એક તરફ ટ્રમ્પે આ નિર્ણય કર્યો જ્યારે બીજી તરફ તેમની સરકાર પહેલાથી જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મુદ્દે કડક વલણ અપનાવી રહી હતી. ટ્રમ્પે 6 લાખ ચીની વિદ્યાર્થીઓને વિઝા આપવાની મંજૂરી આપી સાથે સાથે ચીનને રેર અર્થ મેગ્નેટનો પુરવઠો નહિ મળે તો 200% ટેરિફની ચેતવણી પણ આપી છે. સમગ્ર વિશ્વ Donald Trump ના આ બેવડા વલણથી આશ્ચર્ય ચકિત છે.
Donald Trump Gujarat First-27-08-2025-
આ પણ વાંચોઃ US Tariff: કોઈ તમારાથી ગુસ્સે છે, પણ તમે તેને સંભાળી લેશો, PM Modi ને ફિજીના વડાપ્રધાને કહ્યું
MAGA સમર્થકોની નારાજગી
ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાતથી તેમના જ કટ્ટર સમર્થકો નારાજ થયા છે. આ સમર્થકો MAGA (Make America Great Again) ચળવળ સાથે જોડાયેલા છે. તેમણે ટ્રમ્પના આ નિર્ણયને 'અમેરિકા ફર્સ્ટ' નીતિ સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો. MAGA સમર્થક લૌરા લૂમરે ટ્રમ્પના નિર્ણયની આકરી ટીકા કરી અને ચીની વિદ્યાર્થીઓને CCP જાસૂસો ગણાવ્યા છે. જો કે વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ ચીની વિદ્યાર્થીઓ ખાસ કરીને જેઓ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા છે અથવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના વિઝા કડક રીતે રદ કરવા માટે સાથે મળીને કામ કરશે. અમે ભવિષ્યમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના અને હોંગકોંગથી આવતી વિઝા અરજીઓની ચકાસણીને વધુ કડક બનાવીશું.
Trump faces MAGA backlash for saying he’ll let 600,000 Chinese students into US https://t.co/qMeSJq5e7O
— The Hill (@thehill) August 26, 2025
Donald Trump Gujarat First-27-08-2025--
આ પણ વાંચોઃ આજથી 50% Trump Tariffs લાગૂ, 48 અબજ ડોલરનું જોખમ તથા આ ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે!


