Donald Trump new look : ડોનાલ્ડ ટ્રમ્પના વાળ ગાયબ, બદલાયેલા દેખાવથી ગંભીર બીમારીની અટકળો
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નવો લૂક ચર્ચામાં (Donald Trump new look)
- ટ્રમ્પનો વ્હાઈટ હાઉસ બહારનો એક ફોટો આવ્યો સામે
- ટ્રમ્પનો ચહેરો અને વાળ એકદમ લાગી રહ્યા છે અલગ
- ટ્રમ્પના ઘટેલા વાળ જોઈને ગંભીર બીમારીની ચર્ચા
Donald Trump new look : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કોઈ રાજકીય નિવેદન નહીં, પણ તેમના બદલાયેલા દેખાવને કારણે. તાજેતરમાં જ વ્હાઇટ હાઉસની બહારથી તેમનો એક વીડિયો અને કેટલાક ફોટા સામે આવ્યા છે, જેમાં ટ્રમ્પનો ચહેરો અને વાળ એકદમ અલગ લાગી રહ્યા છે.
શું છે આ બદલાવનું કારણ?
આ ફોટા સામે આવતા જ સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. ઘણા યુઝર્સ કહે છે કે તેઓ ટ્રમ્પને ઓળખી શકતા નથી, જ્યારે કેટલાકનું કહેવું છે કે તેમના માથા પરના મોટાભાગના વાળ ગાયબ થઈ ગયા છે. આ નવા ફોટાએ એ અટકળોને વેગ આપ્યો છે કે શું ટ્રમ્પ કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે કે કોઈ મોટી મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
Trump leaves the White House this morning
(Andrew Caballero/Getty) pic.twitter.com/h3cG0GohXj
— Aaron Rupar (@atrupar) September 1, 2025
હાથ પરના કાળા ડાઘથી શરૂ થઈ હતી ચર્ચા
થોડા સમય પહેલા પણ ટ્રમ્પના હાથ પર એક કાળો ડાઘ જોવા મળ્યો હતો, જેના ફોટા ખૂબ વાયરલ થયા હતા. તે સમયે પણ લોકોએ તેમના સ્વાસ્થ્ય પર સવાલો ઉઠાવ્યા હતા. હવે વાળ ગાયબ થવા અને ચહેરાના દેખાવમાં થયેલા ફેરફાર બાદ લોકો બંને ઘટનાઓને જોડીને નવા અનુમાન લગાવી રહ્યા છે.
ટ્રમ્પની ચૂપકીદીથી રહસ્ય વધુ ઘેરું
આ તમામ અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યાર સુધી પોતાના સ્વાસ્થ્ય અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમણે ન તો અફવાઓ પર કોઈ સ્પષ્ટતા કરી છે કે ન તો પોતાની હાલત વિશે કંઈ જણાવ્યું છે. તેમની આ ચૂપકીદી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓને વધુ વેગ આપી રહી છે. ઘણા રાજકીય અને મેડિકલ નિષ્ણાતોનું માનવું છે કે આ અચાનક થયેલા ફેરફારો પાછળ કોઈ ગંભીર બીમારી, જેમ કે કેન્સરની સારવાર, હોઈ શકે છે. જોકે, આ અંગે વ્હાઇટ હાઉસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો : Trump Tariff: ભારત પર પ્રતિબંધોની અપીલને નકારી કાઢતા તેમણે કહ્યું- મિત્રતાને વધુ મજબૂત બનાવશે


