Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump : ટેરિફ જ નહીં ભારતીયોને અપાતાં વિઝા પણ કરશે બંધ!

Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ (Donald Trump)ટ્રમ્પની રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારતના ગુડ઼્સ એન્ડ સર્વિસિઝ પર ટેરિફ વધારવાની ચીમકી પર વિવાદાસ્પદ યુએસ કોંગ્રેસ વુમન માર્જોરી ટેલર ગ્રીને બળતામાં ઘી પૂર્યું છે. તેમણે ટ્રમ્પને સલાહ આપી છે કે, ટ્રમ્પ ભારતીયોના...
donald trump   ટેરિફ જ નહીં ભારતીયોને અપાતાં વિઝા પણ કરશે બંધ
Advertisement

Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ (Donald Trump)ટ્રમ્પની રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારતના ગુડ઼્સ એન્ડ સર્વિસિઝ પર ટેરિફ વધારવાની ચીમકી પર વિવાદાસ્પદ યુએસ કોંગ્રેસ વુમન માર્જોરી ટેલર ગ્રીને બળતામાં ઘી પૂર્યું છે. તેમણે ટ્રમ્પને સલાહ આપી છે કે, ટ્રમ્પ ભારતીયોના H1B વર્ક વિઝા બંધ કરે. મારા મતે તે અમેરિકનની નોકરીઓ ખાઈ રહ્યા છે.

Advertisement

H1બી વિઝાના 72 વિઝા ભારતીયો પાસે

H1બી વિઝા કેટેગરી અમેરિકન કંપનીઓેને વિશેષ વ્યવસાયમાં વિદેશી કામદારોની કામચલાઉ ભરતી કરવાની મંજૂરી આપે છે. છેલ્લા એક વર્ષના આંકડા અનુસાર, એચ1બી વિઝાના 72 વિઝા ભારતીયો પાસે છે. જ્યારે 12 ટકા વિઝા ચીનના નાગરિકો પાસે છે. માર્જોરી ટેલરે ટ્રમ્પની કાનભંભેરણી કરતી પોસ્ટ કરી છે કે, ભારતીયોને મળતા એચ1બી વર્ક વિઝા બંધ કરો. મારા મત અનુસાર, તે લોકો અમેરિકન્સની નોકરી છીનવી રહ્યા છે.

Advertisement

રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ આપી સલાહ

એક સમયે MAGAનો મુખ્ય ચહેરો ગણાતાં માર્જોરી ટેલર ગ્રીને તાજેતરમાં H1B વિઝા વિશે જણાવતી તેમની X પોસ્ટમાં ટ્રમ્પને સલાહ આપી હતી કે, તેમણે રશિયા સામેના બચાવમાં યુક્રેનને ફંડ આપવાનું બંધ કરવુ જોઈએ. રશિયા-યુક્રેન યુદ્ધ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડેન દ્વારા થયું હતું. અને જેને તેઓ "નિયોકોન" અથવા નિયો-કન્ઝર્વેટિસમ કહે છે, તે એક વિચારધારા છે જે યુએસ રાજકીય ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે લોકશાહીને પ્રોત્સાહન આપે છે.

H1B વિઝા કોને મળે છે? Donald Trump

H1B વિઝા અમેરિકાના અર્થતંત્રમાં બહુમૂલ્ય ફાળો આપે છે. જેના હેઠળ અમેરિકાની કંપનીઓ વિદેશમાં વસતા કુશળ કામદારોને નોકરી આપે છે. સિલિકોન વેલીમાં IT ક્ષેત્રે મોટાપાયે એચ1બી વિઝા આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 2023માં મોટાભાગના H-1B વિઝા ધારકો વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે કામ કરતા હતા, જેમાં 65% કમ્પ્યુટર સંબંધિત નોકરીઓમાં હતા. તેમનો સરેરાશ વાર્ષિક પગાર $118,000 હતો, જે યુએસમાં પગારની સરેરાશ કરતા લગભગ બમણો હતો.

આ પણ  વાંચો -Donald Trump : 'આગામી 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ'

સભ્યો H1B પર અલગ અલગ મંતવ્યો

ટ્રમ્પના ભૂતપૂર્વ અને વર્તમાન આંતરિક વર્તુળના સભ્યો H1B પર અલગ અલગ મંતવ્યો ધરાવે છે. અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક, જેમની સાથે ટ્રમ્પનો ત્યારથી મતભેદ રહ્યો છે, તેમણે વિઝા જોગવાઈને ટેકો આપ્યો છે પરંતુ તેમાં ફેરફારનું સમર્થન કર્યું છે. ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર સ્ટીવ બેનને તાજેતરમાં કહ્યું હતું કે H1B ને વિદ્યાર્થી વિઝા સાથે જોડવાનો નિયમ સંપૂર્ણપણે રદ કરવો જોઈએ.

આ પણ  વાંચો -Donald Trump : 'ભારત રશિયાથી ઓઇલ ખરીદી નફો કમાય છે', ટ્રમ્પની ટેરિફમાં ભારેખમ વૃદ્ધિની ધમકી

ટ્રમ્પે ભારતને ટેરિફ વધારવાની આપી ચીમકી

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટ પર જણાવ્યું હતું કે, નવી દિલ્હી દ્વારા રશિયન ક્રૂડની મોટા પાયે ખરીદીને કારણે તેઓ ભારત પર ટેરિફમાં નોંધપાત્ર રીતે વધારો કરી શકે છે. તેમજ અન્ય પ્રતિબંધો લાદી શકે છે. ગયા અઠવાડિયે, ટ્રમ્પે ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો, ઉપરાંત રશિયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી પણ લાદી હતી.

Tags :
Advertisement

.

×