Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump Ultimatum : ડોનાલ્ડ ટ્રમ્પે અલ્ટીમેટમ આપતા હમાસને સીધી આપી ધમકી!

ડોનાલ્ડ ટ્રમ્પના અલ્ટીમેટમ બાદ ગાઝામાં શાંતિની આશા વધી છે. ઇઝરાયેલે શરતો માની લીધી હોવાના ટ્રમ્પના દાવા પછી, હવે હમાસ પર નિર્ણય લેવાનું દબાણ છે.
donald trump ultimatum   ડોનાલ્ડ ટ્રમ્પે અલ્ટીમેટમ આપતા હમાસને સીધી આપી ધમકી
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પનું હમાસને અલ્ટિમેટમ (Donald Trump Ultimatum)
  • હવે યુદ્ધનો અંત આવવો જોઈએ :  ટ્રમ્પ
  • ઈઝરાયેલે તેમની શરતો માની લીધી હોવાનો દાવો
  • અત્યાર સુધી 64 હજાર લોકોએ ગુમાવ્યા છે જીવ

Donald Trump Ultimatum: પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો હિંસક સંઘર્ષ 7 ઓક્ટોબર, 2022 ના રોજ શરૂ થયો હતો. આ ભયંકર રક્તપાતને 23 મહિના વીતી ગયા છે, અને આ સમયગાળામાં 64,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. લાખો લોકો વિસ્થાપિત થયા છે અને ગંભીર માનવીય સંકટનો સામનો કરી રહ્યા છે.

અમેરિકા સતત શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોના દાવા કરી રહ્યું છે. નવ મહિના પહેલાં રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે આ સંદર્ભમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે પણ વાત કરી હતી. તાજેતરના ઘટનાક્રમમાં, તેમણે ફરી એકવાર શાંતિ સ્થાપિત કરવાને લઈને એક મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઇઝરાયેલે તેમની તમામ શરતો સ્વીકારી લીધી છે અને હવે આ યુદ્ધનો અંત આવવો જોઈએ.

Advertisement

Advertisement

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ટ્રમ્પે લખ્યું, "દરેક વ્યક્તિ બંધકોને ઘરે પરત લાવવા માંગે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આ યુદ્ધ સમાપ્ત થાય! ઇઝરાયેલે મારી શરતો માની લીધી છે. હવે હમાસ માટે પણ તેને સ્વીકારવાનો સમય આવી ગયો છે." અમેરિકી રાષ્ટ્રપતિએ હમાસને અંતિમ નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ આપતા કહ્યું કે, "મેં હમાસને ચેતવણી આપી છે."

આ મારી છેલ્લી ચેતવણી : ટ્રમ્પ (Donald Trump Ultimatum)

તેમણે જણાવ્યું કે જો હમાસ આ શરતો નહીં સ્વીકારે તો તેના પરિણામો શું આવશે, તે તેમણે સ્પષ્ટપણે જણાવી દીધું છે. પોતાની આ ચેતવણીભરી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, "આ મારી છેલ્લી ચેતવણી છે, હવે બસ!" અમેરિકાના આ કડક વલણ બાદ એવી આશા સેવાઈ રહી છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે સમાપ્ત થશે. ગાઝામાં છેલ્લા 23 મહિનાથી ચાલી રહેલી હિંસા અને ગોળીબાર અટકશે, અને અસાધારણ માનવીય સંકટનો સામનો કરી રહેલા પેલેસ્ટાઈની લોકોને રાહત મળશે.

UNએ પણ આપી છે ગંભીર ચેતવણીઓ

સંયુક્ત રાષ્ટ્રએ પણ પોતાના અહેવાલોમાં ગાઝાની વર્તમાન પરિસ્થિતિને લઈને અનેકવાર ભૂખમરો અને કુપોષણની ગંભીર ચેતવણીઓ આપી છે. માનવીય સંકટને કારણે ગાઝામાં રહેતા લાખો લોકોના જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે, જેના કારણે આ ક્ષેત્રમાં તાત્કાલિક શાંતિ પુનઃસ્થાપિત કરવાની અપીલો કરવામાં આવી રહી છે. હવે દુનિયાની નજર હમાસના નિર્ણય પર ટકેલી છે, જેથી ગાઝામાં ફરી સામાન્ય જીવન શરૂ થઈ શકે.

આ પણ વાંચો : હૂતીનો Israel ના એરપોર્ટ પર ડ્રોનથી હુમલો,ફલાઇટ અવરજવર પર પ્રતિબંધ

Tags :
Advertisement

.

×