Donald Trump : ભારત-રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
- ભારત-રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન (Donald Trump)
- સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પે કરી પોસ્ટ
- મોદી-પુતિન-જીનપિંગની તસવીર કરી પોસ્ટ
- ભારત-રશિયાને ચીનના હાથથી ખોઈ દીધુઃટ્રમ્પ
- ભારત-રશિયાને ખતરનાક ચીનના હાથથી ખોવાનો વારો આવ્યોઃટ્રમ્પ
- સોશિયલ મીડિયા X પર ડોનાલ્ડ ટ્રમ્પે કરી પોસ્ટ
Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારત અને રશિયા વિશે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમેરિકાએ ભારત અને રશિયા બંનેને ચીન સામે ગુમાવી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે એવું લાગે છે કે, અમેરિકાએ ભારત અને રશિયાને ચીનના સૌથી ઊંડા અને અંધકારમય પાલવમાં ખોઈ દીધા છે. આશા છે કે તેમના સંબંધો લાંબા અને સમૃદ્ધ રહેશે. #trumpdead
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું (Donald Trump)
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે PM MODI અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન મળ્યા હતા. તે જ સમયે, રશિયા અને ચીન વચ્ચેના સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે. ટ્રમ્પની ટિપ્પણી સ્પષ્ટપણે અમેરિકાની ચિંતાને પ્રતિબિંબિત કરે છે કે ભારત અને રશિયા જેવા મહત્વપૂર્ણ દેશો ચીનની નજીક આવી રહ્યા છે.
US President Donald Trump writes on Truth Social, "Looks like we’ve lost India and Russia to deepest, darkest, China. May they have a long and prosperous future together!" pic.twitter.com/psIJcs8RhW
— ANI (@ANI) September 5, 2025
આ પણ વાંચો -Trump Tariff : ભારત પર ટેરિફ અંગે USના સાંસદે ટ્રમ્પને આપી ચેતવણી
એશિયાની ત્રણ મહાસત્તા એક થતાં ટ્રમ્પ ડર્યા (Donald Trump)
એશિયાની ત્રણ મહાસત્તા SCO શિખર સંમેલનમાં એક થતાં ટ્રમ્પ ભડકી ઉઠ્યા છે. ચીન અને રશિયાએ અમેરિકાના ભારત વિરૂદ્ધ ટેરિફ વલણની આકરી ટીકા કરતાં અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમજ ત્રણેય દેશોએ પોતાના આર્થિક અને વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવવાનું હુંકાર ભર્યો હતો.
આ પણ વાંચો -પલટીબાજ ટ્રમ્પે એકવાર ફરી મારી પલટી! Japan ને આપી આ મોટી રાહત
'અમેરિકા-ભારત સંબંધો પાછળ ધકેલાઈ ગયા'
બ્રિટિશ મીડિયા પોર્ટલ 'LBC' સાથેના તેમના ઇન્ટરવ્યુ અંગે, બોલ્ટને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે વ્હાઇટ હાઉસે "અમેરિકા-ભારત સંબંધોને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે, જેનાથી મોદી રશિયા અને ચીનની નજીક આવી ગયા છે. ચીને પોતાને અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના વિકલ્પ તરીકે રજૂ કર્યા છે.
પુતિને એક મોટું નિવેદન આપ્યું હતું
આ દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના એક નિવેદનથી વિશ્વભરમાં ખળભળાટ મચાવ્યો હતો. પુતિને અમેરિકાનું નામ લીધા વિના કહ્યું હતું કે હવે "એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થા"નો અંત આવવો જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થાની જરૂર છે, જેમાં કોઈ પણ દેશ પ્રભુત્વ ધરાવતો નથી અને બધા રાષ્ટ્રો સમાન અધિકારો સાથે ભાગ લે છે. પુતિનના આ નિવેદનને અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડવામાં આવી રહ્યું છે.


