Donald Trump નું 'ધ-વન બિગ બ્યુટીફૂલ બિલ' પાસ, વાન્સે નાખ્યો ટાઈ બ્રેકર મત
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ધ-વન બિગ બ્યુટીફૂલ બિલ' પાસ
- મતદાનમાં આ બિલના પક્ષ અને વિપક્ષમાં 50-50 મત પડ્યા
- રાષ્ટ્રપતિ પાસે પાસ કરવા માટે મોકલવામાં આવશે.
Donald Trump : યુએસ સેનેટ રિપબ્લિકને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'THE ONE BIG BEAUTIFUL BILL'ને પાસ કરી દીધું છે. આ કર અને ખર્ચ ઘટાડા પેકેજને સેનેટમાં પસાર કરાવવા માટે ઘણી મહેનત કરવી પડી છે. મતદાનમાં આ બિલના પક્ષ અને વિપક્ષમાં 50-50 મત પડ્યા, ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ટાઈ બ્રેકિંગ વોટ નાખીને આ બિલને પાસ કરાવી દીધું છે.
રાષ્ટ્રપતિ પાસે પાસ કરવા માટે મોકલવામાં આવશે
ખાસ વાત એ છે કે મતદાન દરમિયાન ટ્રમ્પની પાર્ટ રિપબ્લિકનના સીનેટર રેન્ડ પોલ, સુસાન કોલિન્સ અને થોન ટિલિસે આ બિલનો વિરોધ કર્યો અને વિપક્ષી ડેમોક્રેટ્સની સાથે વિપક્ષમાં મત આપ્યો, આ બિલથી ટેક્સમાં ઘટાડો થશે અને રાષ્ટ્રીય સુરક્ષા ખર્ચમાં વધારો થશે. હવે આ બિલને ગૃહમાં પાસ કરાવવું પડશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે પાસ કરવા માટે મોકલવામાં આવશે.
PTI SHORTS | 'One Big Beautiful Bill' strengthens Medicaid, boosts military: White House Press Secy Leavitt
WATCH: https://t.co/17lHS3FNMk
Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you beyond the…
— Press Trust of India (@PTI_News) July 1, 2025
શું છે TOBB બિલ?
ધ વન બિગ બ્યુટીફૂલ બિલ એક થ્રી ઈન વન બિલ છે, જેમાં ટેક્સમાં ઘટાડો, સુરક્ષા અને સરહદી નીતિ અને સામાજિક કલ્યાણમાં ઘટાડાનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં ટેક્સમાં ઘટાડામાં ઓવરટાઈમ અને ટિપ્સ પર ટેક્સ છૂટ, નવજાત બાળક માટે વિશેષ ક્રેડિટની વ્યવસ્થા, સુરક્ષા અને સીમા નીતિ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષામાં 150 બિલિયન ડોલરથી વધારેની બોર્ડર વોલ અને કાયદા અમલીકરણ માટે 350 બિલિયન તથા અપ્રવાસીઓને ડિપોર્ટ કરવાની યોજના સામેલ છે. તેનો ત્રીજો હિસ્સો છે, સામાજિક કલ્યાણમાં ઘટાડો, જે હેઠળ મેડિકેડમાં મોટાપાયે કાપ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.
શું છે વિવાદ?
બિલને રજૂ કરતી વખતે ટ્રમ્પ પ્રશાસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ બિલ આગામી 10 વર્ષમાં 2થી 3 ટ્રિલિયન સુધીનો ખર્ચ ઓછો કરી દેશે. જો કે સેનેટ બજેટ ઓફિસનું માનવું હતું કે આ બિલથી 3 ટ્રિલિયન સુધીની વધારાની ખાધ થઈ શકે છે, એલન મસ્ક પણ આ બિલના પક્ષમાં નથી.


