Earthquake : અલાસ્કામાં 7.3 ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર મચ્યો
- અલાસ્કામાં 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
- ભૂકંપનું કેન્દ્ર સેન્ડ પોઈન્ટથી લગભગ 87 કિલોમીટર દક્ષિણમાં નોંધાયું હતું
- અલાસ્કામાં ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી આપી દેવામાં આવી છે
Earthquake : અમેરિકા પર કુદરત રુઠી હોય તેવું લાગી રહ્યું છે. ટેક્સાસ અને ન્યૂ યોર્કમાં આવેલા ભારે પૂર બાદ હવે અલાસ્કાની ધરતી 7.3 ની તીવ્રતાના ભૂકંપ (Earthquake) થી ધૃજી ઉઠી હતી. ભૂકંપને પરિણામે ભયભીત બનેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર સેન્ડ પોઈન્ટ (Sand Point) થી લગભગ 87 કિલોમીટર દક્ષિણમાં નોંધાયું હતું. આ કેન્દ્ર જમીનથી 20.1 કિલોમીટર નીચે નોંધાયું હતું. જો કે અલાસ્કામાં રહેતા લોકોને પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. હવે અલાસ્કામાં ભૂકંપ બાદ સુનામીની પણ ચેતવણી (Tsunami Warning) આપી દેવામાં આવી છે.
ભૂકંપ બાદ સુનામીનો ખતરો
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર અમેરિકા રાજ્ય અલાસ્કાના દરિયાકાંઠે 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ એટલો જોરદાર હતો કે ધરતી ધ્રુજવા લાગી. જેનાથી ભયભીત બનેલા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા તરફ દોડવા લાગ્યા. ભૂકંપ પછી અલાસ્કાના લોકો પર બીજો ભય મંડરાઈ રહ્યો છે. ભયાનક ભૂકંપ બાદ હવે સમગ્ર વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર સેન્ડ પોઈન્ટ શહેરથી લગભગ 87 કિલોમીટર દક્ષિણમાં સ્થિત હતું. અલાસ્કાની વસ્તી લગભગ 7.5 લાખ છે. આ લોકોને ભૂકંપનો માર વેઠ્યા બાદ સુનામીનો કહેર વેઠવાનો વારો આવ્યો છે.
Earthquake of magnitude 7.3 rattles Alaska, tsunami warning issued
Read @ANI Story | https://t.co/QXCr9gGvst#NCS #earthquake #Alaska #US pic.twitter.com/Yu611DdJdB
— ANI Digital (@ani_digital) July 16, 2025
આ પણ વાંચોઃ israel attack Syria : ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું!
ક્યાં આવશે સુનામી ?
અમેરિકાના અલાસ્કામાં ભૂકંપ બાદ દક્ષિણ અલાસ્કા દ્વીપકલ્પ માટે સુનામી ચેતવણી જારી કરવામાં આવી છે. અલાસ્કાના રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્ર પામરે જણાવ્યું હતું કે, ભૂકંપ પછી સુનામીની પુષ્ટિ થઈ ગઈ છે અને તેની કેટલીક અસરો થવાની ધારણા છે. જો કે ભૂકંપથી કેટલો વિનાશ થયો છે તેની માહિતી હજૂ સુધી પ્રાપ્ત થઈ નથી. કેન્દ્રએ જણાવ્યું હતું કે, આ સુનામી ચેતવણી દક્ષિણ અલાસ્કા અને હોમરથી 40 માઈલ દક્ષિણ પશ્ચિમથી યુનિમાક પાસ સુધીના પેસિફિક તટ માટે જારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અલાસ્કા ખૂબ જ ભૂકંપની દ્રષ્ટિએ સક્રિય વિસ્તાર છે.
Alaska earthquake: અલાસ્કાના દરિયાકાંઠે 7.3ની તીવ્રતાનો ભૂકંપ । Gujarat First#Tsunami #Earthquake #Alaska #alaskatsunami #Alaskaearthquake #gujaratfirst pic.twitter.com/QvIKK7w7BS
— Gujarat First (@GujaratFirst) July 17, 2025
9.2 ની તીવ્રતાનો ભૂકંપ
અમેરિકાના સરહદીય અને બરફાચ્છાદિત રાજ્યમાં માર્ચ 1964 માં 9.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે ઉત્તર અમેરિકામાં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. તેણે એન્કોરેજ શહેરનો નાશ કર્યો અને આ ભૂકંપ બાદ ત્રાટકેલ સુનામીએ અલાસ્કાના અખાત, યુએસ વેસ્ટ કોસ્ટ અને હવાઈને તબાહ કરી દીધા હતા.
આ પણ વાંચોઃ New York : મેનહટ્ટન, બ્રુકલિનમાં પૂરની સ્થિતિ સર્જાઈ, ઈમરજન્સી સિચ્યૂએશન જાહેર કરાઈ


