Earthquake : રશિયામાં ફરી આવ્યો 6ની તીવ્રતાનો મોટો ભૂકંપ, કામચટકા દ્વીપ પર નોંધાયું કેન્દ્રબિંદુ
- શિયાની ધરતી પર ફરી એકવાર ભયંકર ભૂકંપ આવ્યો
- 3 દિવસ પહેલા આવ્યો હતો ભયંકર ભૂકંપ
- રશિયાના કામચટકા દ્વીપ પર આવ્યો છે
Earthquake Hits Russia: રશિયાની ધરતી પર ફરી એકવાર ભયંકર ભૂકંપ આવ્યો છે. આજે (2 ઓગસ્ટ) રાત્રે 7:44 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.0 નોંધાઈ છે. આ ભૂકંપ પણ રશિયાના કામચટકા દ્વીપ પર આવ્યો છે, જેનું કેન્દ્રબિંદુ ધરતીની નીચે 20 કિલોમીટર નોંધાયું. આજે સવારે 6:20 વાગ્યે 6.1ની તીવ્રતા અને ગત રાત્રે 11:57 વાગ્યે 5.9ની તીવ્રતાના આફ્ટરશોક્સ રશિયામાં લાગ્યા હતા.
3 દિવસ પહેલા આવ્યો હતો ભયંકર ભૂકંપ
જણાવી દઈએ કે, 30 જુલાઈએ પણ રશિયાના કામચટકા દ્વીપ પર ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 મપાઈ હતી અને આ ભૂકંપ ઇતિહાસનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. તે આટલી તીવ્રતા વાળા ભૂકંપ બાદ રશિયાના લોકોએ 275થી વધુ આફ્ટરશોક્સ અનુભવ્યા હતા, જેમાં સૌથી વધુ આફ્ટરશોક 6.9ની તીવ્રતાના હતા.
EQ of M: 6.0, On: 02/08/2025 19:44:05 IST, Lat: 51.61 N, Long: 159.42 E, Depth: 20 Km, Location: Off East Coast of Kamchatka.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/jOZRWBSNaX— National Center for Seismology (@NCS_Earthquake) August 2, 2025
આ પણ વાંચો -
પેસિફિક રિંગ ઓફ ફાયરમાં નોંધાયો
ભૂકંપનું કેન્દ્ર કામચટકા દ્વીપથી લગભગ 119 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં પેટ્રોપાવલોવ્સ્ક-કામચટકાની નજીક 20.7 કિલોમીટર ઊંડે મળ્યું હતું. આ ભૂકંપ પેસિફિક રિંગ ઓફ ફાયરમાં નોંધાયો હતો, જે ભૂકંપ અને જ્વાળામુખી ગતિવિધિઓ માટે દુનિયાભરમાં જાણીતો છે.
આ પણ વાંચો -
8 દેશોમાં આવી હતી સુનામી
30 જુલાઈના રોજ રશિયામાં આવેલા ભૂકંપથી અનેક બિલ્ડિંગ્સને નુકસાન થયું. કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, પરંતુ કોઈનું મોત થયું ન હતું. ત્યારે ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી આવી હતી. રશિયા સિવાય જાપાન, હવાઈ, કેલિફોર્નિયા, અલાસ્કા, ન્યૂઝીલેન્ડ, ચિલી અને પેરૂ સુધી સુનામી આવી હતી. હવાઈમાં 5.7 ફૂટ અને કેલિફોર્નિયામાં 3.5 ફૂટ ઉંચી સુનામીની લહેરો કિનારે ટકરાઈ.


