Earthquake in Russia : કામચાત્કા દરિયાકાંઠાના વિસ્તારમાં 8.7નો ભૂકંપ આવ્યો, જાપાનમાં પણ સુનામીની આગાહી કરાઈ
- રશિયાના Kamchatka Peninsula નજીક 8.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે
- ભૂકંપનું કેન્દ્ર 19.3 કિલોમીટર (12 માઈલ) ની ઊંડાઈએ હતું
- એક પખવાડિયામાં રશિયામાં આ બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે
Earthquake in Russia : કામચાત્કા દ્વીપકલ્પ (Kamchatka Peninsula) નજીક 8.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. એક પખવાડિયામાં રશિયામાં આ બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. અગાઉ 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રશિયાની TASS ન્યૂઝ એજન્સીએ સૌથી મોટા ગણતા શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી (Petropavlovsk-Kamchatsky) થી અહેવાલ આપ્યો છે કે ઘણા લોકો ભૂકંપનો અનુભવ થતા રસ્તા પર દોડી આવ્યા હતા. ઘરોની અંદર છાજલીઓ પડી ગઈ, કાચ તૂટી ગયા હતા. કાર અને ઈમારતો હલબલી ગઈ હતી. રશિયાના પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું કે, હજૂ સુધી કોઈને ઈજા નથી થઈ પરંતું દાયદાઓનો શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે. ભૂકંપ અને સુનામીના ભય બાદ રશિયાના સખાલિન ક્ષેત્રના નાના શહેરો સેવેરો અને કુરિલ્સ્કમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
બીજો શક્તિશાળી ભૂકંપ
માત્ર પંદર જ દિવસની અંદર રશિયામાં બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. અગાઉ 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જ્યારે આજે કામચાત્કા દ્વીપકલ્પ નજીક 8.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનના NHK ટેલિવિઝન અનુસાર ભૂકંપ જાપાનના હોક્કાઇડોથી લગભગ 250 કિલોમીટર (160 માઈલ) દૂર દેશના 4 મોટા ટાપુઓમાંથી સૌથી ઉત્તરમાં આવેલો છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 19.3 કિલોમીટર (12 માઈલ) ની ઊંડાઈએ હતું. પ્રારંભિક અહેવાલોના થોડા સમય પછી યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 8.7 હતી.
An earthquake of magnitude 8.8 hit Petropavlovsk-Kamchatsky, Russia, on 29th July 23:24 pm UTC (4.54 am IST, July 30): US Geological Survey pic.twitter.com/1qRbhaBbfi
— ANI (@ANI) July 30, 2025
જાપાનમાં સુનામીની આગાહી
રશિયાના કામચાત્કા દ્વીપકલ્પ નજીક 8.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. એક પખવાડિયામાં રશિયામાં આ બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. અગાઉ 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ જાપાનને સુનામી (Tsunami) ની ચેતવણી જારી કરવામાં આવી હતી. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે સવારે 4.55 કલાકે (IST) આવ્યો હતો. એજન્સી અનુસાર જાપાનના પેસિફિક કિનારા પર 1 મીટર સુધીની સુનામીની સંભાવના છે. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ ઈમરજન્સી બેઠક બોલાવી છે અને રાહત બચાવ કામગીરી માટે તૈયારીઓ કરી દીધી છે. કેલિફોર્નિયા, ફિલિપાઈન્સ, માર્શલ આઈલેન્ડ, હવાઈ, પલાઉ અને અન્ય ટાપુઓ પર પણ સુનામીની અસર વર્તાઈ શકે છે.
Russia Earthquake | શક્તિશાળી ભૂકંપ બાદ અનેક દેશોમાં સુનામીનું એલર્ટ । Gujarat First
રશિયામાં વિશ્વનો સૌથી છઠ્ઠો શક્તિશાળી ભૂકંપ
કૈમચાટકામાં 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ એલર્ટ
ભૂકંપ બાદ સુનામીથી અનેક દેશોમાં ચેતવણી જાહેર
જાપાનમાં 20 લાખ લોકોને સલામત જવાની સૂચના
21 પ્રીફેક્ચરમાંથી… pic.twitter.com/FH0YioVE6n— Gujarat First (@GujaratFirst) July 30, 2025
આ પણ વાંચોઃ Ceasefire : થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીઝફાયર,હાઈ-લેવલ બેઠક બાદ જાહેરાત


