Thailand PM : થાઈલેન્ડનાં રાજકારણમાં ભૂકંપ, PM શિનાવાત્રાની ખુરશી ગઈ, જાણો કયા કારણે થયા બરતરફ
- થાઇલૅન્ડની રાજનીતિમાં ભૂકંપ (Thailand PM)
- ફોન કોલ લીક થવાના કારણે શિનાવાત્રાની ખુરશી ગઈ
- નવા વડાપ્રધાનની પસંદગી કેમ મુશ્કેલ છે?
Thailand PM : થાઇલૅન્ડના સૌથી યુવા વડાપ્રધાન (Thailand PM )પૈતોંગતાર્ન શિનાવાત્રા(Paetongtarn Shinawatra)ને બંધારણીય અદાલતે નૈતિક આચરણના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવીને પદ પરથી હટાવી દીધા છે. પૈતોંગતાર્ન શિનાવાત્રાને માત્ર એક વર્ષ પહેલાં જ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા અને તેઓ દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા.
ફોન કોલ લીક થવાના કારણે શિનાવાત્રાની ખુરશી ગઈ
જૂનમાં લીક થયેલા ફોન કોલને કારણે પૈતોંગતાર્ન શિનાવાત્રાને થાઇલૅન્ડના વડાપ્રધાન પદેથી હટાવી દેવાયા છે. અદાલતે કહ્યું કે કંબોડિયાના નેતા હુન સેન સાથેની તેમની વાતચીત રાષ્ટ્રીય હિતો અને વડાપ્રધાન પદની નૈતિકતા વિરુદ્ધ હતી, કારણ કે તે સમયે બંને દેશો વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો હતો. બંને દેશો વચ્ચે પાંચ દિવસ સુધી સંઘર્ષ પણ થયો. આ નિર્ણય બાદ હવે સંસદ નવા વડાપ્રધાનની પસંદગી કરશે.
![]()
નવા વડાપ્રધાનની પસંદગી કેમ મુશ્કેલ છે?
પૈતોંગતાર્ન શિનાવાત્રાને હટાવ્યા બાદ, થાઇલૅન્ડમાં નવા વડાપ્રધાનની પસંદગી મુશ્કેલ છે. તેમની પાર્ટી, ફ્યુ થાઈ, પાસે ઓછું બહુમત હોવાથી ગઠબંધન ટકાવી રાખવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. ગયા વર્ષે પણ તેમના પુરોગામી સ્ત્રેથા થાવિસિનને બંધારણીય અદાલતે હટાવ્યા બાદ જ તેમને પદ મળ્યું હતું.
આગામી વડાપ્રધાન કોણ બની શકે છે?
રોઇટર્સ મુજબ, હવે થાઇલૅન્ડમાં સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે. જ્યાં સુધી નવા વડાપ્રધાનની પસંદગી ન થાય, ત્યાં સુધી નાયબ વડાપ્રધાન ફૂમથમ વેચાયચાઈ અને મંત્રીમંડળ વચગાળાની સરકાર સંભાળશે. સંભવિત ઉમેદવારોમાં 'ફ્યુ થાઈ' પાર્ટીના 77 વર્ષીય ચૈકાસેમ નિતિસિરી, નિવૃત્ત થઈ ચૂકેલા ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રયુથ ચાન-ઓચા અને અનુતિન ચાર્નવીરાકુલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અનુતિને તાજેતરમાં ફોન કોલ વિવાદ બાદ પૈતોંગતાર્ન સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.
આ પણ વાંચો -Giorgia Meloni ની આપત્તિજનક તસ્વીરો વાયરલ, વેબસાઇટ સામે ભારે લોકરોષ
ફોન કોલ લીક થવાથી ગઈ ખુરશી
મે મહિનામાં થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે એક વિવાદિત સીમા વિસ્તારને લઈને અથડામણ થઈ હતી. આ પછી થાઇલૅન્ડના વડાપ્રધાન શિનાવાત્રાએ કંબોડિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન હુન સેન સાથે ફોન પર વાત કરી. આ વાતચીતમાં શિનાવાત્રાએ સેનાના જનરલની ટીકા પણ કરી હતી. તેમણે હુન સેનને 'કાકા' કહીને પણ સંબોધ્યા. આ વાતચીતનો ઑડિયો લીક થયો. થાઇલૅન્ડમાં સેનાની ટીકા કરવી લોકોને પસંદ ન આવી, જેના કારણે શિનાવાત્રાએ માફી માંગવી પડી હતી.


