ભૂકંપનો ભયકંપ !!! થાઈલેન્ડ બાદ મ્યાનમારમાં ઈમરજન્સી જાહેર કરાઈ
- મ્યાનમારમાં પણ ભૂકંપે મચાવેલ આતંક બાદ ઈમરજન્સી જાહેર કરાઈ
- શક્તિશાળી ભૂકંપ બાદ બેંગકોકમાં ઈમરજન્સી જાહેર
- થાઈલેન્ડના એરપોર્ટ પર લૉકડાઉન, ઉડાનો કરાઈ રદ
Earthquake : થાઈલેન્ડ, મ્યાનમાર અને ચીનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. જેમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.9 નોંધાઈ હતી, જ્યારે મ્યાનમારમાં તે 7.2 માપવામાં આવી હતી, અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. મ્યાનમારમાં પણ ભૂકંપે મચાવેલ આતંક બાદ ઈમરજન્સી જાહેર કરાઈ.
Myanmar Earthquake : કેમેરાની સામે જ તાશના પત્તાની જેમ પડી બિલ્ડીંગ! । Gujarat First
- થાઈલેન્ડ બાદ મ્યાનમારમાં પણ ભૂકંપથી ઈમરજન્સી
- મ્યાનમારની જુન્ટા સરકારે ઈમરજન્સી જાહેર કરી
- 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ ભારે તબાહી
- માનવતાવાદી સહાય અને બચાવ કામગીરી પૂરજોશમાં
-… pic.twitter.com/CjzkbDXfFK— Gujarat First (@GujaratFirst) March 28, 2025
મ્યાનમારમાં પણ ભૂકંપે મચાવેલ આતંક બાદ ઈમરજન્સી જાહેર
7થી વધુ તીવ્રતાના આવેલા ભૂકંપે થાઈલેન્ડ, બેંગકોક અને મ્યાનમારમાં કાળોકેર વર્તાવ્યો છે. આ તબાહીના સંદર્ભે થાઈલેન્ડે ઈમરજન્સી લાદી દીધી છે. થાઈલેન્ડ બાદ મ્યાનમારે પણ ઈમરજન્સી લાદવી પડી છે. મ્યાનમારની જુન્ટા સરકારે ઈમરજન્સી જાહેર કરીને આંતરરાષ્ટ્રીય મદદની ગુહાર લગાવી છે.
આ પણ વાંચોઃ બેંગકોકમાં ભૂકંપે સર્જેલી તબાહી પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, ભારત શક્ય તમામ સહાય માટે તૈયાર
બેંગકોકની જેમ મ્યાનમારમાં પણ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં
ભૂકંપના આંચકા બપોરે અનુભવાતાં જ બેંગકોકના મધ્ય વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. ગીચ વસ્તીવાળા આ શહેરમાં ઊંચી ઇમારતો, હોટેલો અને ઓફિસોમાંથી ગભરાયેલા લોકો સીડીઓ દ્વારા બહાર દોડી આવ્યા. લગભગ એક મિનિટ સુધી જમીન ધ્રુજતી રહી, જેના કારણે કેટલીક ઊંચી ઇમારતોના સ્વિમિંગ પૂલમાંથી પાણી બહાર વહેવા લાગ્યું. બહાર નીકળેલા લોકોને તડકાનો સામનો કરવો પડ્યો, અને તેઓ છાંયડો શોધવા માટે શેરીઓમાં દોડાદોડ કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા એક વીડિયોમાં થાઈલેન્ડના ઓડિટર જનરલની નિર્માણાધીન ઇમારત ધ્વસ્ત થતી દેખાઈ, જે આ ભૂકંપની ભયાનકતાને દર્શાવે છે.
મ્યાનમારમાં કેન્દ્રબિંદુ અને તેની અસર
અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મધ્ય મ્યાનમારમાં હતું, જે મોનીવા શહેરથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. આ ભૂકંપની તીવ્રતા બેંગકોક સુધી પહોંચી, જે દર્શાવે છે કે તેની અસર ખૂબ વ્યાપક હતી. મ્યાનમાર, જે પહેલેથી જ ગૃહયુદ્ધથી પીડાઈ રહ્યું છે. જોકે, આવી પ્રાકૃતિક આફત દેશની વર્તમાન પરિસ્થિતિને વધુ બગાડી શકે છે, જેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હોવાથી તેની તીવ્રતા સપાટી પર વધુ અનુભવાઈ, જેના કારણે નુકસાનની શક્યતા વધી ગઈ.
આ પણ વાંચોઃ Earthquake: થાઈલેન્ડના વડાપ્રધાને જાહેર કરી ઈમરજન્સી...!!!


