બેંગકોકમાં ભૂકંપે સર્જેલી તબાહી પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, ભારત શક્ય તમામ સહાય માટે તૈયાર
- બેંગકોકમાં ભૂકંપના આંચકા, લોકોએ ઇમારતો છોડવી પડી
- મ્યાનમારમાં ભૂકંપનું કેન્દ્ર, થાઈલેન્ડ સુધી અસર
- દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થનાઃ PM મોદી
- ભારત શક્ય તમામ સહાય આપવા તૈયારઃ PM મોદી
Building collapses due to earthquake :શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે શહેરની ઇમારતોને હચમચાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અને જર્મનીના GFZ ભૂસ્તરશાસ્ત્ર કેન્દ્રના પ્રારંભિક અહેવાલો મુજબ, આ ભૂકંપ બપોરે લગભગ 1:30 વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્રબિંદુ પડોશી દેશ મ્યાનમારમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયાઃ
શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે શહેરની ઇમારતોને હચમચાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. કુદરતે નોતરેલા આ વિનાશ પર વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને જણાવ્યું કે, ભૂકંપ બાદની પરિસ્થિતિ અંગે અમે ચિંતિત છીએ. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ સહાય આપવા તૈયાર છે. ભારતનું વિદેશ મંત્રાલયના અધિકારીઓ સ્ટેન્ડબાય મોડ પર છે અને સતત મ્યાનમાર, થાઈલેન્ડની સરકાર સાથે MEA સંપર્કમાં છે.
આ પણ વાંચોઃ Earthquake: થાઈલેન્ડના વડાપ્રધાને જાહેર કરી ઈમરજન્સી...!!!
થાઈલેન્ડમાં નેશનલ ઈમરજન્સી જાહેરઃ
મ્યાનમાર અને થાઈલેન્ડમાં શક્તિશાળી ભૂકંપથી તબાહી મચી ગઈ છે. શક્તિશાળી ભૂકંપ બાદ બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાને ઈમરજન્સી અંગે સત્તાવાર જાહેરાત કરી છે. 7.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી મોટાપાયે તબાહી મચી ગઈ અને બેંગકોકમાં અનેક બહુમાળી ઈમારતો થઈ જમીનદોસ્ત બની ગઈ. બહુમાળી બિલ્ડીંગો તૂટી પડતા અનેક લોકો થયા લાપતા
મ્યાનમારના સાગાઈંગ પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
આ પણ વાંચોઃ તમે ક્યારેય આવો Earthquake નહીં જોયો હોય, Video રુંવાટા ઉભા કરી દેશે