રશિયાની રાજધાની Moscow માં વૈજ્ઞાનિકની કારમાં વિસ્ફોટ
- રશિયાની રાજધાની Moscow માં વૈજ્ઞાનિકની કારમાં વિસ્ફોટ
- સૈન્ય લેઝર પ્રણાલી પર કામ કરતા વૈજ્ઞાનિકની કારમાં બ્લાસ્ટ
- રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા ઘટના
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુનિત આગામી દિવસોમાં ભારતની મુલાકાતે આવવાના છે. ભારતની મુલાકાત પહેલા જ રશિયાની રાજધાની Moscow માં એક વૈજ્ઞાનિકની કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ વૈજ્ઞાનિક એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જેમાં લેઝર સિસ્ટમવાળા હથિયારોના નેવિગેશન વિકસિત કરવાનું કામ કરે છે.
વૈજ્ઞાનિકની કારમાં બ્લાસ્ટ
Moscow માં રુસી મિસાઈલ તકનિક ડેવલપરની કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ કાર એક ગાઈડેન્સ સિસ્ટમ ડેવલપરની હતી. રુસી મીડિયા ધ મૉસ્કો ટાઈમ્સના અનુસાર, આ ઘટના રાડુજનાયા સ્ટ્રીટ પર ગ્રાદ મોસ્કોવ્સ્કી કોમ્પલેક્સ પાસે ઘર આંગણામાં પાર્ક કરેલી કારમાં બ્લાસ્ટ થયો છે. ધમાકો એટલો પ્રચંડ હતો કે, આસપાસની ઈમારતોના મકાનોના દરવાજા અને બારીના કાચ પણ તૂટી ગયા છે. બ્લાસ્ટ પછી કાર સંપૂર્ણ બળીને રાખ થઈ ગઈ છે.
પોલીસે તપાસ શરૂ કરી (Moscow)
વૈજ્ઞાનિકની કારમાં આગ લાગવાની માહિતી મળતા બચાવ ટીમ અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી. બચાવ ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. કારમાં કોઈ સવાર ન હોવાથી જાનહાનિ ટળી છે. કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ. પોલીસે કારમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
Un automóvil perteneciente a un empleado de un instituto ruso de investigación vinculado a sistemas láser para el ejército (el Stelmakh Polyus Research Institute) explotó en la mañana en un barrio residencial de Nueva Moscú. pic.twitter.com/4FgRsvWnPI
— Los Cuñados De Twitch (@JonBradwen) December 1, 2025
રૂસી વૈજ્ઞાનિકના નામે કાર રજિસ્ટર્ડ
મૉક્સોમાં બ્લાસ્ટ થયેલી લેંડ ક્રૂઝર પ્રાડો કાર એક 41 વર્ષીય રુસી વૈજ્ઞાનિકના નામે રજિસ્ટર્ડ થયેલી છે. જે ફિઝિક્સ અને મેથ્સમાં ડૉક્ટરેટ છે. અને ક્વાંટમ ઈલેક્ટ્રોનિક્સના જાણકાર છે. આ વૈજ્ઞાનિક પોલ્યૂશન સાઈન્ટિફિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા છે. આ વૈજ્ઞાનિક સૈન્ય ઉપકરણો પર કામ કરે છે.
ઘટના સમયે ઘરે નહોતા વૈજ્ઞાનિક
પાડોશીઓનું કહેવું છે કે, કારમાલિક થોડા સમય પહેલા જ રહેવા આવ્યા છે. ઘટના સમયે કારમાલિક દક્ષિણ-પૂર્વ એશિયાની વ્યવસાયિક યાત્રા પર હતા. બ્લાસ્ટ થયો ત્યારે કારમાં કોઈ સવાર નહોતું.
મૉસ્કોમાં કાર બ્લાસ્ટ થવાની ઘટનાઓ બનતી રહે છે
મૉસ્કોમાં કારમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ વારે વારે બનતી જ રહે છે. યૂક્રેને અગાઉ પણ કાર વિસ્ફોટની ઘટનાઓમાં જવાબદારી લીધી હતી. અગાઉ પણ રુસના દક્ષિણી વિસ્તારમાં અનેક કારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં રુસી નેશનલ ગાર્ડના 3 સભ્યોની મોત થઈ હતી. મૃતકોમાં રુસી નેશનલ ગાર્ડના લેફ્ટિનેન્ટનો પણ સમાવેશ હતો.
પુતિનની ભારત યાત્રા અને કાર બ્લાસ્ટથી ચિંતા
વ્લાદિમીર પુતિન આગામી 4 ડિસેમ્બરે ભારત યાત્રા પર આવી રહ્યા છે. પુતિન ભારત આવે તે પહેલા વૈજ્ઞાનિકની કારમાં વિસ્ફોટ થતા અનેક શંકાઓ સેવાઈ રહી છે. યુક્રેન સાથે યુદ્ધ થયા પછી પુતિન પ્રથમવાર ભારત આવશે. ત્યારે સવાલ એ છે કે, મૉક્સોમાં વૈજ્ઞાનિકની કારમાં બ્લાસ્ટ પાછળનું કારણ શું છે?, શું પુતિનની દિલ્લી યાત્રાને પ્રભાવિત કરવા માટેનું આ કોઈ રાજકીય ષડયંત્ર છે? કે પછી, વૈજ્ઞાનિકની કારને નિશાન બનાવીને રુસની સૈન્ય હથિયાર તકનીકને ધીમી પાડવાનો કઈ પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Pakistan News: 'ગુમશુદા' ઈમરાન ખાન મુદ્દે પાકિસ્તાનમાં બબાલ, કલમ 144 લાગુ, રસ્તાઓ કરાયા બંધ


