Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FBI Raids: US ના પૂર્વ સુરક્ષા સલાહકારના ઘર પર FBIના દરોડા

FBI Raids : FBIએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા સલાહકાર અને હવે તેમના કટ્ટર ટીકાકાર જોન બોલ્ટનના ઘરે દરોડા (FBI Raids john Bolton)પાડ્યા. બોલ્ટને ટ્રમ્પની ભારત સાથેના સંબંધોની નીતિ અને તેમણે દંડાત્મક ટેરિફ લાદવાની પદ્ધતિની ટીકા કરી તેના એક...
fbi raids  us ના પૂર્વ સુરક્ષા સલાહકારના ઘર પર fbiના દરોડા
Advertisement

FBI Raids : FBIએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા સલાહકાર અને હવે તેમના કટ્ટર ટીકાકાર જોન બોલ્ટનના ઘરે દરોડા (FBI Raids john Bolton)પાડ્યા. બોલ્ટને ટ્રમ્પની ભારત સાથેના સંબંધોની નીતિ અને તેમણે દંડાત્મક ટેરિફ લાદવાની પદ્ધતિની ટીકા કરી તેના એક દિવસ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુપ્ત દસ્તાવેજો સંબંધિત  દરોડા

ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ ગુપ્ત દસ્તાવેજો સંબંધિત તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે ટ્રમ્પના ભૂતપૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનની અટકાયત કરવામાં આવી ન હતી કે તેમની સામે અત્યાર સુધી કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી.

Advertisement

અમેરિકા-ભારત સંબંધો ખૂબ જ ખરાબ

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ FBI ડિરેક્ટર કશ પટેલે એક ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી, FBI એજન્ટો એક મિશન પર છે. FBIના દરોડા શરૂ થયાના થોડા સમય પછી આ ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ દરોડો એવા સમયે પાડવામાં આવ્યો છે જ્યારે બોલ્ટને એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પની તેમની ટેરિફ નીતિ માટે ટીકા કરતા તેમને 'પાગલ રાષ્ટ્રપતિ' ગણાવ્યા હતા. બોલ્ટને એમ પણ કહ્યું હતું કે, હાલમાં અમેરિકા-ભારત સંબંધો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.

Advertisement

આ પણ  વાંચો -Former Sri Lankan President રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ,વાંચો અહેવાલ

બોલ્ટને શું કહ્યું?

બોલ્ટને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એવું લાગે છે કે રશિયા પર ખરેખર કોઈ નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી. ચીન રશિયા પાસેથી તેલ અને ગેસનો સૌથી મોટો ખરીદનાર દેશ હોવા છતાં તેના પર પણ કોઈ પ્રતિબંધો નથી, પરંતુ ફક્ત ભારતને જ નિશાન બનાવવામાં આવ્યું છે.

આ પણ  વાંચો -હવે Donald Trump 5.5 કરોડ વિઝાધારકોને બળજબરી દેશ નિકાલના બહાનાની શોધમાં!

ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો

જણાવી દઈએ કે ટ્રમ્પે અગાઉ ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો. પરંતુ થોડા દિવસોમાં જ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ પણ લાદ્યો હતો. અમેરિકા કહે છે કે આ ક્રૂડ વેપાર થકી યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યું છે.

જોન બોલ્ટને ચિંતા વ્યક્ત કરી હતી

અગાઉની યુએસ સરકારો એશિયામાં ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર કામ કર્યું હતું પરંતુ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ ભારતને ચીન અને રશિયાની નજીક ધકેલી દેશે. ભારતને એકલું છોડી દેવાથી અને તેની સામે દંડાત્મક પગલાં ભરવાથી એવો સંદેશ જાય છે કે અમેરિકાએ ભારતનો સાથ છોડી દીધો છે. મને ડર છે કે આ કારણે ભારત રશિયા અને ચીન તરફ વધુ વળશે.

Tags :
Advertisement

.

×