Newyork ના જંગલોમાં ભભૂકી ઉઠી આગ, લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ
- અમેરિકાના લોસ એન્જલસની મોટી દુર્ઘટના
- લોસ એન્જલસના જંગલમાં આગ
- અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ
Newyork:અમેરિકા હજુ લોસ એન્જલસની આગ (Los Angeles wildfire)ભૂલી શક્યું નથી ત્યાં તો શનિવારે ન્યૂયોર્ક(Newyork)માં ફરી એકવાર જંગલમાં આગ ભભૂકી ઉઠી. 8 માર્ચના રોજ ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના સમૃદ્ધ વિસ્તાર હેમ્પટન નજીક અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ લાગી હતી.
લોકોને સુરક્ષિત સ્થળે જવા અપાઇ સૂચના
શનિવારે બપોરે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ પ્રદેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. મળતા અહેવાલો અનુસાર વેસ્ટહેમ્પ્ટન સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કાળા ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા. આગની ગંભીરતાને જોઈને નજીકના ઘણા શહેરોના અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને તાત્કાલિક વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગયુ છે. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ શનિવારે સવારે 1 વાગ્યા પછી સેન્ટર મોરિચેસ, ઇસ્ટ મોરિચેસ, ઇસ્ટપોર્ટ અને વેસ્ટહેમ્પ્ટનમાં લાગેલી ભીષણ આગએ લોંગ આઇલેન્ડના ઇસ્ટ એન્ડના મોટા ભાગને પોતાની લપેટમાં લઈ લીધો છે.
❗️State of Emergency Declared on Long Island Near New York 🇺🇸 - Forest 🔥 Inferno
Flames are spreading at a speed of up to 56 km/h, according to ABC. pic.twitter.com/GcNvsWN1c1
— RT_India (@RT_India_news) March 9, 2025
આ પણ વાંચો -આજે International Women's Day ની થઇ રહી છે ઉજવણી, જાણો તેનો ઇતિહાસ અને ઉદ્દેશ
હવાની ગુણવત્તા થઇ રહી છે ખરાબ
આ આગને કારણે, હેમ્પટન તરફ જતો મુખ્ય રસ્તો બંધ કરવો પડ્યો અને ઘણા વિસ્તારોમાં નાગરિકોને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી. વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ગવર્નર કેથી હોચુલે શનિવારે સાંજે એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાતોરાત પવન વધી જતાં અધિકારીઓ "ખૂબ ચિંતિત" છે.
આ પણ વાંચો -Donald Trump નો દાવો, ભારત ટેરિફમાં ઘટાડો કરવા સહમત
હેલિકોપ્ટરથી છોડાયું પાણી
ગવર્નર કેથી હોચુલે વધુમાં જણાવ્યું કે આ એક આપત્તિ હોઈ શકે છે જે ઘણા દિવસો સુધી ચાલે છે. મને હવાની ગુણવત્તા વિશે પણ ચિંતા છે. પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, પરંતુ હાલમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આગને કાબુમાં લેવા માટે ચાર બ્લેકહોક હેલિકોપ્ટર 660 ગેલન પાણી છોડીને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ગવર્નર હોચુલે હવાની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં 1,000 N95 માસ્ક મોકલવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારે ધુમાડાને કારણે
લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો વધી ગયો છે અને મોટી સંખ્યામાં લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.


