Bangladesh: પૂર્વ PM Sheikh Hasina ને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
- બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને મોટો ઝટકો
- શેખ હસીનાને કોર્ટના 6 મહિનાની જેલની સજા ફટકારી
- આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલનો મોટો નિર્ણય
Sheikh Hasina : બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને (Sheikh Hasina )લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને કોર્ટના (contempt of court)તિરસ્કાર સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. એક અહેવાલ મુજબ આ નિર્ણય ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મોઝુમદારની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ-1 ની ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે.
5 ઓગસ્ટે શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું
બાંગ્લાદેશમાં થયેલા મોટા બળવા બાદ ગયા વર્ષે 5 ઓગસ્ટે શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને તરત જ ભારત ભાગી ગયા હતા.ધ ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ, આ ચુકાદો જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મોઝુમદારની અધ્યક્ષતાવાળી આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ-1ની ત્રણ સભ્યોની બેંચે સંભળાવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રિબ્યુનલે ગૌબાંધાના ગોવિંદગંજના રહેવાસી શકીલ અકંદ બુલબુલને પણ આ જ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારી છે.
Bangladesh's deposed premier Sheikh Hasina sentenced to 6 months in prison in a contempt of court case, local media reports. pic.twitter.com/zuljW8r6fx
— Press Trust of India (@PTI_News) July 2, 2025
આ પણ વાંચો -Gaza War : ગાઝામાં યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિના પ્રયાસો સઘન કરવામાં આવ્યા છે - ડોનાલ્ડ ટ્રમ્પ
જો હસીના બાંગ્લાદેશ જશે તો સજા લાગુ કરવામાં આવશે
કોર્ટે ઓડિયો ક્લિપમાં શેખ હસીનાના નિવેદનોને ખૂબ જ ગંભીર ગણાવ્યા અને કહ્યું કે આ નિવેદન કોર્ટનું અપમાન કરવાનો અને ન્યાયને નબળી પાડવાનો પ્રયાસ છે. વાતચીતમાં સામેલ બુલબુલને પણ બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.ટ્રિબ્યુનલે કહ્યું કે હસીના અને બુલબુલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરે અથવા પોલીસ તેમની ધરપકડ કરે તો જ સજા લાગુ કરવામાં આવશે. જો સજા લાગુ કરવામાં આવે તો બંનેને બિન-સખત એટલે કે હળવી જેલની સજા ભોગવવી પડશે.
કોર્ટમાં હાજર થયા નહીં કે કોઈ જવાબ આપ્યો નહીં.
આ વર્ષે 30 એપ્રિલે કેસની સુનાવણી શરૂ થઈ હતી જ્યારે મુખ્ય સરકારી વકીલ તાજુલ ઇસ્લામે કોર્ટમાં આ મામલો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વાતચીતમાં આપવામાં આવેલી ધમકીઓનો હેતુ પીડિતો અને ન્યાય માંગનારા સાક્ષીઓને ડરાવવાનો હતો. બાદમાં, કોર્ટે હસીના અને બુલબુલને 25 મે સુધીમાં પોતાનો ખુલાસો આપવા કહ્યું, પરંતુ તે બંને કોર્ટમાં હાજર થયા નહીં કે કોઈ જવાબ આપ્યો નહીં.


