Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Former Sri Lankan President રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ,વાંચો અહેવાલ

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ (Former Sri Lankan President) લંડનની યાત્રા અંગે પૂછપરછ કર્યા બાદ ધરપકડ કર ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી Former Sri Lankan President : શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ (Former Sri Lankan President)રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ...
former sri lankan president રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ વાંચો અહેવાલ
Advertisement
  • શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ (Former Sri Lankan President)
  • લંડનની યાત્રા અંગે પૂછપરછ કર્યા બાદ ધરપકડ કર
  • ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી

Former Sri Lankan President : શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ (Former Sri Lankan President)રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી અનુસાર સપ્ટેમ્બર 2023માં બ્રિટિશ યુનિવર્સિટીમાં તેમની પત્નીના સન્માનમાં આયોજિત સમારોહમાં હાજરી આપવા માટે લંડનની તેમની યાત્રા અંગે પૂછપરછ કર્યા બાદ વિક્રમસિંઘેની ધરપકડ કરવામાં આવી હતી.

જાણો શું છે મામલો (Former Sri Lankan President)

એક અધિકારીએ જણાવ્યું હતું કે વિક્રમસિંઘેને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમના પર દેશના સંસાધનોનો ઉપયોગ વ્યક્તિગત હેતુઓ માટે કરવાનો આરોપ મૂકાયો છે. રાનિલ વિક્રમસિંઘે 2023માં હવાનાથી પરત ફરતી વખતે લંડનમાં રોકાયા હતા, જ્યાં તેમણે G-77 સમિટમાં હાજરી આપી હતી. વિક્રમસિંઘે અને તેમની પત્ની મૈત્રીએ વોલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીમાં એક સમારોહમાં હાજરી આપી હતી. વિક્રમસિંઘેએ કહ્યું હતું કે તેમની પત્નીએ તેમની યાત્રાનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો અને તેમાં સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -હવે Donald Trump 5.5 કરોડ વિઝાધારકોને બળજબરી દેશ નિકાલના બહાનાની શોધમાં!

રાનિલ વિક્રમસિંઘે સામે શું કેસ છે?

2023 માં હવાનાથી પરત ફરતી વખતે વિક્રમસિંઘે લંડનની ખાનગી યાત્રા કરી હતી. આ દરમિયાન, તેઓ અને તેમની પત્ની મૈત્રી વિક્રમસિંઘે વોલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીમાં એક સમારોહમાં હાજરી આપી હતી. આ યાત્રા શ્રીલંકાના જાહેર સંસાધનોનો દુરુપયોગ માનવામાં આવે છે. જોકે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હંમેશા કહેતા આવ્યા છે કે તેમની પત્નીએ તેમની યાત્રાનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો અને તેમાં કોઈ સરકારી ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. પરંતુ પોલીસના ગુનાહિત તપાસ વિભાગ (CID) નો આરોપ છે કે વિક્રમસિંઘેએ તેમની અંગત યાત્રા માટે સરકારી ભંડોળનો ઉપયોગ કર્યો હતો અને રાજ્યએ તેમના સુરક્ષા કર્મચારીઓને પણ ચૂકવણી કરી હતી. આ કેસમાં, શુક્રવારે સવારે તેમને નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ  વાંચો -America : ડ્રેક પેસેજમાં 7.4 તીવ્રતાનો જોરદાર Earthquake, સુનામીની શક્યતા

વિક્રમસિંઘેની રાજકીય પૃષ્ઠભૂમિ

તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા પછી જુલાઈ 2022 માં વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ બન્યા હતા. રાજપક્ષેના રાજીનામા પાછળનું કારણ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે મહિનાઓથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હતા. શ્રીલંકાના સૌથી ખરાબ આર્થિક મંદી પછી દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનો શ્રેય વિક્રમસિંઘેને આપવામાં આવે છે. જોકે, સપ્ટેમ્બર 2024માં તેઓ અનુરા કુમારા દિસાનાયકે સામે રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા.

Tags :
Advertisement

.

×