Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇઝરાયેલ સેના પાછી ખેંચશે, પણ યુદ્ધવિરામમાં વિલંબ કેમ? ટ્રમ્પે ખોલ્યું હમાસની મંજૂરી પાછળનું રહસ્ય

ઇઝરાયેલ અને હમાસે ટ્રમ્પની 21-સૂત્રીય શાંતિ યોજના સ્વીકારી. ગાઝામાં યુદ્ધવિરામ માટે હમાસની સત્તાવાર પુષ્ટિની રાહ. ટ્રમ્પે આરબ દેશોનો માન્યો આભાર.
ઇઝરાયેલ સેના પાછી ખેંચશે  પણ યુદ્ધવિરામમાં વિલંબ કેમ  ટ્રમ્પે ખોલ્યું હમાસની મંજૂરી પાછળનું રહસ્ય
Advertisement
  • ટ્રમ્પની શાંતિ અને પુનર્વસન યોજના ઈઝારાયેલ અને હમાસે સ્વીકારી (Gaza Ceasefire Trump plan)
  • ઈઝરાયેલ ગાઝામાંથી પોતાની સેના પાછી ખેંચવા માટે તૈયાર
  • હમાસ પણ બંધકોની અદલા-બદલી કરવા માટે થયુ છે તૈયાર
  • હવે યુદ્ધ વિરામની સત્તાવાર પુષ્ટી ટ્રમ્પ દ્વારા કરવાની બાકી
Gaza Ceasefire Trump plan :  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષના સમાધાન માટે શાંતિ અને પુનર્વસન યોજના તૈયાર કરી છે, જેને ઇઝરાયેલ અને હમાસ બંનેએ સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે. આ સહમતિ બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે ગાઝામાં યુદ્ધવિરામ ક્યારે લાગુ થશે?
ઇઝરાયેલ ગાઝામાંથી પોતાની સેના પાછી ખેંચવા તૈયાર છે અને હમાસ પણ શાંતિ વાટાઘાટો તેમજ કેદીઓ-બંધકોની અદલાબદલી માટે સહમત છે, છતાં યુદ્ધવિરામમાં વિલંબ થઈ રહ્યો છે. આ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરનું અપડેટ આપ્યું છે.

યુદ્ધવિરામ માટે હમાસની સત્તાવાર પુષ્ટિ જરૂરી (Gaza Ceasefire Trump plan)

રાષ્ટ્રપતિ ટ્રમ્પે માહિતી આપી હતી કે ઇઝરાયેલે 21-સૂત્રીય ગાઝા શાંતિ યોજનાને મંજૂરી આપી દીધી છે. હમાસને પણ આ યોજના મોકલવામાં આવી હતી અને અલ્ટીમેટમની સમયમર્યાદા સમાપ્ત થાય તે પહેલાં જ હમાસે તેને સ્વીકારી લીધી છે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે હમાસ તરફથી હજી સુધી સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે. જેવી જ હમાસ દ્વારા આની સત્તાવાર પુષ્ટિ થશે, ગાઝામાં યુદ્ધવિરામ તાત્કાલિક અસરથી લાગુ થઈ જશે.
  • યુદ્ધવિરામ લાગુ થયા બાદ ઇઝરાયેલની સેના ગાઝામાંથી પાછી જશે.
  • કેદીઓ અને બંધકોની અદલાબદલી થશે.
  • ત્યારબાદ ગાઝાના પુનર્વસનનું કાર્ય શરૂ કરવામાં આવશે.

ટ્રમ્પે સમર્થન આપનાર આરબ દેશોનો આભાર માન્યો (Gaza Ceasefire Trump plan)

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો એક વીડિયો 'X' (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યો છે, જેમાં ટ્રમ્પ એ તમામ આરબ દેશોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે જેમણે ગાઝા સંકટને સમાપ્ત કરવા માટે તેમની શાંતિ યોજનાને સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, કતાર, તુર્કી, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, જોર્ડન અને અન્ય ઘણા દેશોનો આભાર જેમણે ઇઝરાયેલ અને હમાસને યુદ્ધ રોકવા માટે મનાવવામાં મદદ કરી. તેમણે આશા વ્યક્ત કરી કે ગાઝામાં યુદ્ધવિરામ સૌથી મોટો દિવસ હશે અને શહેરને ફરીથી વસતું જોવાની આશા જાગશે.

ગાઝાની વર્તમાન સ્થિતિ

ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર 2023ના હમાસના હુમલા બાદ ઇઝરાયેલે વળતો હુમલો શરૂ કર્યો હતો, જેનો હેતુ હમાસના આતંકવાદી સંગઠનને ખતમ કરવાનો હતો. આ સંઘર્ષમાં 25,000થી વધુ હમાસના આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો અંદાજ છે, પરંતુ ગાઝા શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. ઇઝરાયેલના હુમલાઓને કારણે તમામ ઇમારતો અને ઘરો ધ્વસ્ત થઈ ગયા છે, જેના કારણે ગાઝાના લોકો આજે ખુલ્લા આકાશ નીચે નરક જેવું જીવન જીવવા મજબૂર છે. શહેરમાં ભુખમરો, દુષ્કાળ, રોગચાળો અને કુપોષણ વ્યાપકપણે ફેલાયેલું છે.
Advertisement
Tags :
Advertisement

.

×