ગાઝા શાંતિ સંમેલન: ઇજિપ્તે PM મોદીને નિમંત્રણ આપ્યું, ટ્રમ્પ સાથે મુલાકાત?
- ગાઝા પીસ સમિટમાં PM મોદીને આમંત્રણ (PM Modi Egypt Invitation)
- ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ સિસીએ આમંત્રણ આપ્યું
- શર્મ અલ શેખમાં હસ્તાક્ષર સમારોહનું આયોજન
- ટ્રમ્પ સહિત વિશ્વના 20 નેતા સામેલ થવાના છે
- ભારત તરફથી વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ જશે
PM Modi Egypt Invitation : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફરી એકવાર મુલાકાત થવાની શક્યતા છે, કારણ કે ઇજિપ્તે (મિશ્ર) ગાઝા શાંતિ કરાર માટે યોજાનારા એક મહત્વપૂર્ણ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદીને નિમંત્રણ મોકલ્યું છે.
મિશ્રના રાષ્ટ્રપતિ ફરાહ અલ સિસીએ આ નિમંત્રણ મોકલ્યું છે. આ સંમેલન આવતીકાલે, 13 ઑક્ટોબરના રોજ શર્મ-અલ-શેખ શહેરમાં યોજાશે, જેમાં દુનિયાભરના લગભગ 20 દેશો ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતુ ગાઝા શાંતિ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર અને સત્તાવાર ઘોષણા કરવાનો છે.
જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે વડાપ્રધાન મોદી આ સંમેલનમાં ભાગ લેવા જશે કે નહીં. માહિતી મુજબ, ભારતે અગાઉથી જ નક્કી કરી લીધું છે કે ભારત તરફથી વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ મિશ્ર જશે. પરંતુ ભારત માટે આ સંમેલનમાં હાજરી આપવી અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશો સાથે સારા સંબંધો ધરાવે છે અને વિશ્વભરમાં શાંતિનું સમર્થક રહ્યું છે.
🚨 BIG! PM Modi will NOT attend the Trump–Sisi's Middle East Peace Summit in Egypt.
India will instead be represented by MoS MEA Kirti Vardhan Singh, though the INVITE was earlier extended to PM Modi. pic.twitter.com/FgxGniH0Jc
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 12, 2025
શાંતિ યોજના અને યુદ્ધવિરામનો અમલ (PM Modi Egypt Invitation)
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને રોકવા અને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા શાંતિ યોજના તૈયાર કરી છે. આ યોજનામાં યુદ્ધવિરામ, ગાઝાની આઝાદી અને પુનર્ગઠન માટે 20 પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે, જેના પર ઇઝરાયલ અને હમાસ બંનેએ સૈદ્ધાંતિક સંમતિ દર્શાવી છે. ઇજિપ્તમાં બંને પક્ષો વચ્ચે પ્રથમ તબક્કાની શાંતિ વાર્તા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રથમ તબક્કાના નિયમોનો અમલ પણ શરૂ થઈ ગયો છે. જેના હેઠળ:
- યુદ્ધવિરામ લાગુ થઈ ચૂક્યું છે.
- ઇઝરાયલે પોતાની સેનાને ગાઝામાંથી પાછી બોલાવી લીધી છે.
- પેલેસ્ટાઇની બંધકોને મુક્ત કરી દેવાયા છે.
હમાસનું પીછેહઠ અને ઇઝરાયલની ગેરહાજરી
જોકે, હવે હમાસ આ કરારમાંથી પીછેહઠ કરી રહ્યું છે, કારણ કે તેને હથિયાર મૂકી દેવા અને ગાઝા છોડીને જવાનો પ્રસ્તાવ મંજૂર નથી. મહત્વનું છે કે આ શિખર સંમેલનમાં ઇઝરાયલ હાજર રહેશે નહીં, કારણ કે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને કરાર ફાઇનલ થવાની આશા નથી. નેતન્યાહૂની માંગ છે કે હમાસને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવે.
આ પણ વાંચો : 'ભારત સાથે સંબંધ અમૂલ્ય', PM MODI સાથે મુલાકાત બાદ અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનું નિવેદન


