Germany : ઝડપમાં આવતી કારે વટાણાની જેમ લોકોને ઉડાડ્યા, જુઓ Video
- જર્મનીમાં ભયાનક દુર્ઘટના
- જર્મન ક્રિસમસ માર્કેટમાં ભયાનક દુર્ઘટના
- મેગડેબર્ગમાં કાર ઘૂસી, 2ના મોત, 60 ઘાયલ
- ક્રિસમસ માર્કેટમાં 2ના મોત, 60થી વધુ ઘાયલ
- જર્મન શહેરમાં કાર દુર્ઘટના: સાઉદી તબીબની ધરપકડ
- ક્રિસમસની મોજમાં કારે ભયાનક હોનારત સર્જી
- દુર્ઘટના બાદ સાઉદી અરેબિયાની નારાજગી
Terrible accident in Germany : જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં એક ભયાનક ઘટના ઘટી હતી, જ્યાં એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, 60થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બાદ પોલીસે કાર ચલાવનાર 50 વર્ષીય સાઉદી અરેબિયન તબીબની ધરપકડ કરી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને આ દુર્ઘટનાની નિંદા કરી છે.
અકસ્માતમાં બે લોકોના મોત
પ્રારંભિક અહેવાલ મુજબ દુર્ઘટનામાં 11 લોકોના મોતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે મૃત્યુઆંક બે સુધી સીમિત છે. સેક્સની-એન્હાલ્ટ રાજ્યના વડા રેનર હેસેલહોફે જણાવ્યું કે આરોપી, જે એક તબીબી વ્યવસાયી છે, છેલ્લા બે દાયકાથી જર્મનીમાં કાયમી નિવાસી છે. હેસેલહોફે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વ્યક્તિ એકમાત્ર ગુનેગાર છે અને શહેર માટે અન્ય કોઈ ખતરો નથી. જણાવી દઇએ કે, દુર્ઘટનાના તરત બાદ, પોલીસને શંકા હતી કે કારમાં વિસ્ફોટકો હોઈ શકે છે. પરંતુ તપાસ દરમિયાન કારમાંથી કોઈ વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, ઘટનાસ્થળ પર પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. અનુસંધાનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે કાર સીધા માર્કેટની ભીડ તરફ આગળ વધીને ટાઉન હોલની દિશામાં જઈ રહી હતી. આ ભયાનક ઘટનાને પગલે, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું, "મેગડેબર્ગથી આવી રહેલા સમાચાર ભયાનક છે. પીડિતો અને તેમના પરિવારજનો માટે મારી સંવેદના છે."
હુમલાખોરની ઓળખ સાઉદી નાગરિક તરીકે થઇ
હુમલાખોરની ઓળખ 50 વર્ષીય સાઉદી નાગરિક તરીકે થઈ છે. તે 2006માં જર્મની આવ્યો હતો અને તેની પાસે કાયમી રહેવાસી પરમિટ હતી. જર્મનીના ગૃહ મંત્રી તમરા ઝિશાંગે આ માહિતી આપી છે. તે મેગડેબર્ગથી લગભગ 40 કિલોમીટર દૂર બર્નબર્ગમાં ડૉક્ટર તરીકે કામ કરતો હતો. હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે હુમલાની નિંદા કરી અને જર્મન લોકો અને પીડિતોના પરિવારો સાથે સાર્વત્રિક એકતા વ્યક્ત કરી. મંત્રાલયે હિંસાની નિંદા કરી, પરંતુ શંકાસ્પદ વિશે કોઈ માહિતી આપી નથી.
આ પણ વાંચો: અમેરિકાની સ્કૂલમાં અંધાધૂધ ગોળીબાર, શિક્ષક સહિત 2 લોકોના મોત