મુસાફરે અચાનક ખોલ્યો વિમાનનો ઈમરજન્સી ગેટ અને પછી..!
- બોસ્ટન એરપોર્ટ પર જેટબ્લુ ફ્લાઇટમાં અચાનક હડકંપ
- મુસાફરે ખોલ્યો વિમાનનું ઇમરજન્સી ગેટ
- ગર્લફ્રેન્ડ સાથે દલીલ પછી મુસાફરે સર્જ્યો હંગામો
- જેટબ્લુ ફ્લાઇટમાં ઇમરજન્સી ગેટ ખોલાવાની ચકચારી ઘટના
- ટેક્સિંગ દરમિયાન એરપોર્ટ પર અચાનક ખલેલ
JetBlue Flight : અમેરિકાના બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર, જેટબ્લુની ફ્લાઇટ 161માં એક મુસાફરે અચાનક વિમાનના ઇમરજન્સી ગેટ ખોલી નાખી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન સાન જુઆન, પ્યુઅર્ટો રિકોથી બોસ્ટન તરફ રવાના થવાનું હતું. આરોપી મુસાફરની ઓળખ એન્જલ લુઇસ ટોરેસ મોરાલેસ તરીકે થઇ હતી, જે પ્યુઅર્ટો રિકોના રહેવાસી છે.
ચાલુ ફ્લાઇટે વિચિત્ર ઘટના જોવા મળી
ઘટના મંગળવારની સાંજે 7:30 વાગ્યે બની હતી, જ્યારે વિમાન ટેક્સિંગ (Taxiing) કરી રહ્યું હતું. ટેક્સિંગ એ એરપોર્ટ પર વિમાનના ધરતી પર ઉતરવાની પ્રક્રિયા છે, જેનાથી વિમાનને રનવે પર ધીમું કરવામાં આવે છે. આ દરમિયાન વિમાનના એન્જિન ચાલુ હતા અને પાયલોટ વિમાનને નિયંત્રિત કરી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટોરેસ મોરાલેસે "અચાનક અને ચેતવણી વિના" વિમાની વિંગના ટોચ પરનો ઇમરજન્સી ગેટ ખોલી દીધો. જેના કારણે ઇમરજન્સી સ્લાઇડ સક્રિય થઈ ગઈ, જેના પરિણામે ફ્લાઇટ મોડી પડી હતી. એરલાઇને નિવેદનમાં કહ્યું કે આ ઘટના બાદ મુસાફરોને બીજા વિમાન દ્વારા મોકલવામાં આવ્યા. એક મુસાફર ફ્રેડ વિનેએ WCVB-ટીવીને જણાવ્યું કે ટોરેસ મોરાલેસ તેની ગર્લફ્રેન્ડ સાથે સેલ ફોન પર દલીલ કરી રહ્યો હતો. વિનેના અનુસાર, "મને લાગે છે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો ફોન જોવા માંગતો હતો, પરંતુ તેણીએ ના પાડી. આ પછી, ટોરેસ મોરાલેસ અચાનક ઊભો થઇ ગયો અને વિમાનની વચ્ચે જઇને ઇમરજન્સી ગેટ ખોલી દીધો."
આરોપીએ કહ્યું હું નિર્દોષ
મુસાફરી કરી રહેલા મુસાફરો માટે આ ક્ષણ ખૂબ જ તણાવપૂર્ણ હતી. મુસાફરો પરિસ્થિતિ જોઇને ખૂબ ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા. એક મુસાફરે જણાવ્યું કે, "લોકો બૂમો પાડી રહ્યા હતા, 'રોકો, રોકો!' વિમાનના અંદર ખૂબ જ ડરામણું વાતાવરણનું સર્જન થઇ ગયું હતું." ટોરેસ મોરાલેસને બુધવારના રોજ પૂર્વ બોસ્ટન ડિવિઝનમાં બોસ્ટન મ્યુનિસિપલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તેના પર વિમાનના સંચાલનમાં અવરોધ ઊભો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેના જવાબમાં તેના દ્વારા પોતે નિર્દોષ હોવાનું કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમને 4 માર્ચે ફરીથી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 10 લોકોના મોત; 12 ઈજાગ્રસ્ત


