ભૂકંપના સૈંકડો ઝટકાથી પરેશાન આ દેશ, ઇમરજન્સી લાગુ લાખો લોકો ઘર છોડીને કરી રહ્યા છે પલાયન
- 5.2 ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં દહેશત
- 31 જાન્યુઆરીથી સતત આવી રહ્યા છે ભૂકંપના ઝટકા
- ગ્રીસના લોકો ભૂકંપથી ત્રાસીને કરી રહ્યા છે સ્થળાંતર
એથેન્સ : પરિસ્થિતિ એવી બની ગઈ કે સરકારે ત્યાં કટોકટી જાહેર કરવી પડી. છેલ્લા અઠવાડિયામાં આ રિસોર્ટ ટાપુ પર સેંકડો ભૂકંપ આવ્યા છે. લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘર છોડીને ભાગવા લાગ્યા છે.
ગ્રીસના રિસોર્ટ ટાપુ સેન્ટોરિની ભૂકંપથી હચમચી ગયું છે. પરિસ્થિતિ એવી બની ગઈ કે સરકારે ત્યાં કટોકટી જાહેર કરવી પડી. ગત્ત અઠવાડિયામાં આ રિસોર્ટ ટાપુ પર સેંકડો ભૂકંપ આવ્યા છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ગ્રીક સરકારે 5.2 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ અનુભવાયા બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. નાગરિક સંરક્ષણ મંત્રાલયની આ જાહેરાતથી અધિકારીઓને રાજ્યના સંસાધનોની ઝડપી પહોંચ મળશે.
આ પણ વાંચો : Stock Market:RBIના નિર્ણય પહેલા શેરબજાર લાલ નિશાન ખૂલ્યું
31 ડિસેમ્બરથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે
31 જાન્યુઆરીથી ગ્રીક ટાપુ સેન્ટોરિની પર સતત ભૂકંપના ઝાટકા આવી રહ્યા છે. ભૂકંપની ગતિવિધિઓ સતત વધતી જઇ રહી છે. બુધવારે મોડી રાત્રે અહીં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સતત ભૂકંપની ગતિવિધિઓને કારણે લોકો ચિંતિત બન્યા છે. જેના કારણે આખરે સરકારે કટોકટી જાહેર કરી હતી. સરકારના પ્રવક્તા પાવલોસ મરીનાકિસે પુષ્ટિ આપી કે ટાપુને મદદ કરવા માટે અનેક કટોકટી સેવાઓ પહેલેથી જ કાર્યરત કરવામાં આવી છે.
લોકોમાં ગભરાટ, મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે
ફાયર વિભાગ, પોલીસ, કોસ્ટ ગાર્ડ, સશસ્ત્ર દળો અને કટોકટી તબીબી સેવાઓએ તાત્કાલિક વધારાના કર્મચારીઓ અને વિશેષ સાધનો સાથે સેન્ટોરિની અને આસપાસના ટાપુઓ પર રાહત અને બચાવ કામગીરી માટે પહોંચી ચુક્યા છે. શક્ય તેટલા ઓછા નુકસાન છતાં, ભૂકંપને કારણે લોકો ટાપુ છોડીને ભાગી રહ્યા છે. મોટાભાગના સ્થળાંતર કરનારાઓ હોડી દ્વારા ગ્રીક મુખ્ય ભૂમિ તરફ ગયા છે.
આ પણ વાંચો : Ram Mandir ના નિર્ણય માટે પહેલી ઈંટ મૂકનાર કામેશ્વર ચૌપાલનું નિધન
શું સતત આંચકા મોટા ભૂકંપની નિશાની છે?
નિષ્ણાતો કહે છે કે, વારંવાર આવતા ભૂકંપ એજિયન સમુદ્રમાં જ્વાળામુખીની પ્રવૃત્તિ સાથે કોઇ સંબંધ હોય તેવું નથી. નિષ્ણાતોએ હાલમાં એ કહેવાની અસમર્થતા વ્યક્ત કરી છે કે શું સતત આવતા ભૂકંપ વધુ શક્તિશાળી ભૂકંપ તરફ દોરી શકે છે. નિષ્ણાતો કહે છે કે, તેઓ પરિસ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સેન્ટોરિની, એનાફી, એમોર્ગોસ અને આયોસ ટાપુઓ વચ્ચે છે. ટાપુના ઓર્થોડોક્સ ચર્ચે રહેવાસીઓને મુશ્કેલીના સમયે એકબીજાને મદદ કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ, ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો પાર્ટી છોડીને શિંદે જુથ સાથે જોડાશે


