અમેરિકામાં IT પ્રોફેશનલ્સનું સપનું તૂટ્યું: વિઝા રિજેક્શન રેટ આસમાને પહોંચ્યો!
- ભારતીયોના H-1B વિઝા મંજૂરીમાં 70%નો જંગી ઘટાડો (H-1B Visa Rejection)
- H-1B વિઝા મંજૂરી એક વર્ષમાં 37% ઘટી, 2015 થી કુલ 70% ઘટાડો
- ભારતીય કંપનીઓને આ દાયકાના સૌથી ઓછા 4.5 હજાર વિઝા મળ્યા
- TCS નો રિજેક્શન રેટ 7% સુધી પહોંચ્યો, અન્ય કંપનીઓએ અરજીઓ ઘટાડી
- એમેઝોન-ગૂગલ જેવી અમેરિકન કંપનીઓ વિઝા મેળવવામાં સૌથી આગળ
H-1B Visa Rejection : અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલી સખ્ત ઇમિગ્રેશન નીતિઓને કારણે ભારતીયોને મળતા H-1B વિઝાની મંજૂરી દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)ના આંકડા મુજબ, 2015 થી અત્યાર સુધીમાં H-1B વિઝાની મંજૂરીમાં 70% જેટલી જંગી કમી આવી છે, જ્યારે માત્ર એક વર્ષમાં જ આ દરમાં 37%નો ઘટાડો નોંધાયો છે.
TCS ના કર્મચારીઓને સૌથી વધુ વિઝા, પરંતુ કુલ આંકડો ચિંતાજનક (H-1B Visa Rejection)
ભારતની પાંચ સૌથી મોટી આઇટી કંપનીઓ પૈકી માત્ર TCS (TATA Consultancy Services) ના જ સૌથી વધુ કર્મચારીઓને H-1B વિઝા મળ્યા છે. જોકે, સમગ્ર ભારતીય કંપનીઓની વાત કરીએ તો, કુલ 4.5 હજાર H-1B વિઝા જ જારી થઈ શક્યા છે, જે આ દાયકામાં સૌથી ઓછો આંકડો છે. TCS નો વિઝા અરજી રિજેક્શન (રદ્દીકરણ) રેટ પણ 7% સુધી વધી ગયો છે, જ્યારે 2024 માં તે માત્ર 4% હતો. આ વર્ષે TCS ના 5293 કર્મચારીઓને અમેરિકામાં નોકરી ચાલુ રાખવાની મંજૂરી મળી છે, પરંતુ ભારતથી અમેરિકા નવા જનારા કર્મચારીઓનો આંકડો 2024માં 1452 હતો, જે ઘટીને આ વર્ષે માત્ર 846 પર પહોંચી ગયો છે.
ટોપ ભારતીય IT કંપનીઓમાં વિઝા રિજેક્શન રેટ (H-1B Visa Rejection)
અમેરિકામાં ભારતની ટોચની IT કંપનીઓમાં TCS નો રિજેક્શન રેટ 7% છે. અન્ય મુખ્ય કંપનીઓ જેમ કે ઇન્ફોસિસ (Infosys), HCL અમેરિકા, LTI માઇન્ડટ્રી નો રિજેક્શન રેટ માત્ર 1% છે, અને વિપ્રો (Wipro) નો રેટ 2% છે. ટોપ 25 H-1B વિઝા પિટિશન ફાઇલ કરનારી કંપનીઓમાં માત્ર ત્રણ ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે. અન્ય કંપનીઓનો રિજેક્શન રેટ ઓછો હોવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આ કંપનીઓ હવે સખ્ત નિયમોને કારણે અરજીઓ જ ઓછી કરી રહી છે.
US Embassy in India
એમેઝોન, ગૂગલ જેવી કંપનીઓ વિઝા મેળવવામાં ટોચ પર
ભારતીય કંપનીઓની સરખામણીમાં અમેરિકામાં એચ-1બી વિઝાના મામલે એમેઝોન (Amazon), મેટા (Meta), માઇક્રોસોફ્ટ (Microsoft) અને ગૂગલ (Google) જેવી ટેક જાયન્ટ્સ સૌથી આગળ છે. તેઓ મોટા ભાગના H-1B વિઝા મેળવવામાં સફળ રહ્યા છે.
એલોન મસ્કે પણ ટ્રમ્પને આઇનો દેખાડ્યો
અમેરિકામાં H-1B વિઝાની નીતિને લઈને ટેસ્લાના CEO એલોન મસ્કે તાજેતરમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "ભારતીય પ્રતિભાથી અમેરિકાએ ખૂબ મોટો ફાયદો કમાયો છે." મસ્કે ઉમેર્યું હતું કે, ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓની પ્રતિભાએ અમેરિકાને ખૂબ લાભ પહોંચાડ્યો છે, અને વૈશ્વિક કંપનીઓમાં ટોચના હોદ્દાઓ પર ભારતીય મૂળના લોકો છે. નોંધનીય છે કે, ટ્રમ્પની સખ્ત નીતિઓ પર મસ્કનું આ નિવેદન તેમના બદલાતા સંબંધોને દર્શાવે છે. અગાઉ મસ્ક ચૂંટણીમાં ટ્રમ્પના ખુલ્લેઆમ સમર્થક હતા, પરંતુ હવે તેમની વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : એલોન મસ્કએ ભારતીયોના કર્યા વખાણ, 'અમેરિકાને ભારતીય પ્રતિભાથી ઘણો મોટો ફાયદો થયો'


