Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હમાસ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ, દોહામાં કરાર પર હસ્તાક્ષર, ઇઝરાયલી બંધકોને મુક્ત કરાશે

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરારથી ગાઝામાં લડાઈ બંધ થઈ જશે અને હમાસની કસ્ટડીમાં રખાયેલા ડઝનેક ઈઝરાયેલ બંધકોને મુક્ત કરવામાં આવશે.
હમાસ ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ  દોહામાં કરાર પર હસ્તાક્ષર  ઇઝરાયલી બંધકોને મુક્ત કરાશે
Advertisement
  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરારથી ગાઝામાં લડાઈ બંધ થઈ જશે
  • હમાસની કસ્ટડીમાં રખાયેલા ડઝનેક ઈઝરાયેલ બંધકોને મુક્ત કરવામાં આવશે
  • ઇઝરાયલ યુદ્ધના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ

Ceasefire between Israel and Hamas : ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગાઝામાં બંધકોને મુક્ત કરવા અને યુદ્ધવિરામ લાગુ કરવા માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના કરાર પર દોહામાં વાટાઘાટકારો દ્વારા સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ઇઝરાયલના વડા પ્રધાને જાહેરાત કરી કે, તેઓ તેમના સુરક્ષા મંત્રીમંડળની બેઠક બોલાવશે અને સરકાર યુદ્ધવિરામ કરારને મંજૂરી આપશે. જેથી ગાઝામાં લડાઈ બંધ થશે. અને ડઝનબંધ ઇઝરાયલી બંધકો મુક્ત થશે. નેતન્યાહૂના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,"ઇઝરાયલ યુદ્ધના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં આપણા બધા બંધકો (જીવિત અને મૃત બંને) ના પરત ફરવાનો સમાવેશ થાય છે,"

ટાસ્ક ફોર્સને તૈયાર રહેવાનો નિર્દેશ

પોતાના નિવેદનમાં, નેતન્યાહૂએ કહ્યું કે, તેમણે ગાઝાથી પરત ફરતા બંધકોને લેવા માટે એક ખાસ ટાસ્ક ફોર્સને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે કે, કરાર થઈ ગયો છે. ગુરુવારે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે, યુદ્ધગ્રસ્ત ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલામાં લગભગ 72 લોકો માર્યા ગયા.

Advertisement

Advertisement

આ પણ વાંચો :  USA માં મજાની નોકરી: લોકોના દુઃખ દૂર કરવા માટે મળશે લાખો રૂપિયા

ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાને આપી ધમકી

યુદ્ધવિરામ કરારનો નેતન્યાહૂના દક્ષિણપંથી ગઠબંધન ભાગીદારો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે, જેમના પર ઇઝરાયેલી વડા પ્રધાન સત્તામાં રહેવા માટે નિર્ભર છે. ગુરુવારે અગાઉ, ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામાર બેન-ગ્વિરે ધમકી આપી હતી કે, જો ઇઝરાયલ યુદ્ધવિરામને મંજૂરી આપશે, તો તેઓ સરકાર છોડી દેશે. યુદ્ધવિરામ કરાર અંગે નેતન્યાહૂના નિવેદન બાદ બેન-ગ્વીર તરફથી તાત્કાલિક કોઈ નિવેદન આવ્યું નથી.

15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના કરારની જાહેરાત ઇઝરાયલી વડા પ્રધાન દ્વારા કરવામાં આવી હતી. આનાથી ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવશે, જેના કારણે મધ્ય પૂર્વ વિશ્વભરમાં ચર્ચામાં રહ્યું છે અને ઘણા ભાગોમાંથી વિરોધ પ્રદર્શનના અહેવાલો સામે આવ્યા છે.

હમાસ-ઇઝરાયલ યુદ્ધ 2023 માં શરૂ થયું હતું

હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર હુમલો કરીને યુદ્ધ શરૂ કર્યું હતું, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા અને 250 અન્ય લોકોને બંધક બનાવ્યા હતા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હમાસના હુમલા પછી, ઇઝરાયલે મોટા હુમલાનો જવાબ આપ્યો, જેમાં 46,000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા. ઇઝરાયલી હુમલામાં જીવ ગુમાવનારા અડધાથી વધુ લોકોમાં મહિલાઓ અને બાળકો છે.

આ પણ વાંચો :  પાકિસ્તાનના પૂર્વ PM Imran Khan ની મુશ્કેલીઓ વધી! કોર્ટે સંભળાવી 14 વર્ષની સજા

Tags :
Advertisement

.

×