પ્લેનને પલટી મારતા જોયું છે? કેનેડામાં બરફ પર પ્લેનની ગુલાંટથી 18 ઘાયલ
- પ્લેન સ્નોના કારણે લપસ્યા બાદ પલટી મારી ગયું હતું
- 76 મુસાફરો હતા જે પૈકી 20 થી વધારે ઘાયલ થયા હતા
- જો કે પ્રાથમિક રીતે કોઇનું મૃત્યુ થયો હોવાનો અહેવાલ નથી
Canada Plane Crash : ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ ટોરંટોને પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બની ગઇ છે. લેન્ડિંગ સમયે અચાનક તે પલટી મારી જતા તેમાં આગ લાગી ગઇ હતી.
કેનેડાના ટોરંટો એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
કેનેડાના ટોરંટો એરપોર્ટ પર મોટી દુર્ઘટના બની છે. લેન્ડિંગ કરતા સમયે ડેલ્ટા એરલાઇન્સનું વિમાન પલટી ગયું હતું. મળતી માહિતી અનુસાર જમીન બર્ફીલી હોવાના કારણે વિમાન પલટી મારી ગયું હતું. આ વિમાન પણ પલટી ગયું હતું. આ વિમાનમાં કૂલ 80મુસાફરો હતા. જેમાં 76 યાત્રી અને ક્રૂ મેંબર હતા. ડેલ્ટા એરલાઇન્સની આ ફ્લાઇટમાં નિમિયાપોલિસથી ટોરંટો આવી રહી હતી. લેન્ડિંગ દરમિયાન વિમાને કાબુ ગુમાવ્યો અને તે પલટી મારી ગયું હતું. આ દુર્ઘટના બાદ ઇમરજન્સી ટીમ દ્વારા તત્કાલ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. તમામ યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. આ દુર્ઘટનામાં પ્રાથમિક રીતે તો 18 લોકોનાં ઘાયલ હોવાની માહિતી સામે આવી છે.
Someone sends this, I don’t actually know what it is pic.twitter.com/C0miakUdOW
— JonNYC (@xJonNYC) February 17, 2025
ફ્લાઇટ પલટી મારી અને આગ લાગી ગઇ
દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બર્ફીલા તોફાનો પર ફ્લાઇટ ઊતરતી જોવા મળી રહી છે. જોત જોતામાં કાળો ધુમાડો નિકળવા લાગ્યો અને અચાનક આગ લાગી ગઇ. આ દરમિયાન કાળો ધુમાડો ફેલાવા લાગ્યો હતો. તુરંત જ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા.
Delta Connection flight 4819, operated by Endeavor Air using a CRJ-900 aircraft, was involved in a single-aircraft accident at Toronto Pearson International Airport (YYZ) at around 2:15 p.m. ET* on Monday. The flight originated from Minneapolis-St. Paul International Airport…
— Delta (@Delta) February 17, 2025
ફાયર બ્રિગેડ દ્વારા વિમાન પર પાણીનો મારો
જેટલાઇનથી ધુમાડો નિકળવાના કારણે ફાયર બ્રિગેડ દ્વારા વિમાન પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એરપોર્ટના એક અધિકારીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ દુર્ઘટના બાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Local Body Election Result : પરિણામ પહેલા જ BJP એ 215 બેઠકો બિનહરીફ જીતી


