ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સઉદી અરબમાં ભયાનક માર્ગ દુર્ઘટના, 9 ભારતીયોના ઘટના સ્થળે જ મોત

Saudi Arabia Road Accident : જીજાનમાં થયેલી એક માર્ગ દુર્ઘટના અંગે જેદ્દા ખાતે ભારતીય દુતાવાસ સ્થાનીક અધિકારીઓના સંપર્કમાં છે. સાથે જ મદદ માટે હેલ્પલાઇન પણ સ્થાપિત કરવામાં આવી છે.
06:26 PM Jan 29, 2025 IST | KRUTARTH JOSHI
Saudi Arabia Road Accident : જીજાનમાં થયેલી એક માર્ગ દુર્ઘટના અંગે જેદ્દા ખાતે ભારતીય દુતાવાસ સ્થાનીક અધિકારીઓના સંપર્કમાં છે. સાથે જ મદદ માટે હેલ્પલાઇન પણ સ્થાપિત કરવામાં આવી છે.
Saudi Arabia Road Accident

Saudi Arabia Road Accident : જીજાનમાં થયેલી એક માર્ગ દુર્ઘટના અંગે જેદ્દા ખાતે ભારતીય દુતાવાસ સ્થાનીક અધિકારીઓના સંપર્કમાં છે. સાથે જ મદદ માટે હેલ્પલાઇન પણ સ્થાપિત કરવામાં આવી છે.

જીજાન નજીક બની માર્ગ દુર્ઘટના

Saudi Arabia Road Accident:સઉદી અરબના પશ્ચિમી ક્ષેત્રમાં જીજાન નજીક બુધવારે એક મોટી માર્ગ દુર્ઘટના થઇ ગઇ. આ દુર્ઘટનામાં 9 ભારતીયોના મોત થઇ ચુક્યા છે. આ માર્ગ દુર્ઘટના અંગે જેદ્દામાં ભારતીય વાણિજ્યિક દૂતાવાસે શુક્રવારે શોક વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે પ્રભાવિત પરિવારોને સંપુર્ણ સહાય આપવાનું આશ્વાસન આપ્યું. દૂતાવાસ દ્વારા કહેવાયું કે સ્થાનિક અધિકારીઓ અને પીડિતોના સંબંધીઓ, બંન્ને સંપર્કમાં છે.

આ પણ વાંચો : Mahakumbh: શંકરાચાર્યોએ અમૃત સ્નાન કર્યું, હેલિકોપ્ટરમાંથી ભક્તો પર પુષ્પવર્ષા

જેદ્દાનું દુતાવાસ સતત અધિકારીઓના સંપર્કમાં

જેદ્દા ખાતે ભારતીય વાણિજ્યિક દુતાવાસે પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. દૂતાવાસનું કહેવું છે કે, જેદ્દામાં ભારતનું વાણિજ્ય દુતાવાસ પૂર્ણ સહાયતા પ્રદાન કરી રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. અમે ઘાયલોને ઝડપથી સ્વાસ્થ થવાની કામના કરે છે. આગળની પુછપરછ માટે ડેડિકેટેડ હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે.

જેદ્દા અંગે બોલ્યા વિદેશ મંત્રી એસ.જયશંકર

સઉદી અરબના જીજાન નજીક થયેલી માર્ગ દુર્ઘટના અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ દુખ વ્યક્ત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે, તેમણે જેદ્દામાં ભારતીય વાણિજ્ય દુતાવાસમાં વાત કરી છે અને ત્યાંના અધિકારી પીડિતોના પરિવારની સાથે સતત સંપર્ક જાળવી રાખે છે.

આ પણ વાંચો : Rajkot: હવે મારી પાસે રૂપિયા નથી, થાકી ગયો છું.... વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી

પીડિત પરિવારોના સંપર્કમાં છે ભારતીય દૂત

માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર વિદેશ મંત્રી એસ.જયશંકરે લખ્યું કે, આ દુર્ઘટના અને જાનમાલના નુકસાન અંગે જાણીને દુખ થયું. જેદ્દામાં અમારા મહાવાણિજ્ય દૂત સાથે વાત કરી, જે પરિવારના સંપર્કમાં છે. તેઓ આ દુખદ સ્થિતિમાં પોતાનું સંપુર્ણ સમર્થન આપી રહ્યા છે.

આ પણ વાંચો : Maha Kumbh 2025: ભાજપ નેતાએ કહ્યું આવા મોટા આયોજનમાં નાની મોટી ઘટનાઓ તો થાય

Tags :
9 Indians Killed In road accident in JeddahAccidentGujarat FirstGUJARAT FIRST NEWSjeddahMEAs.jaishankarSaudi ArabiaSaudi Arabia Road Accidentworld news
Next Article