Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Israel Iran War: ‘હું ઈઝરાયલથી નારાજ છું, હવે યુદ્ધ મોરચેથી સૈનિકો પાછા બોલાવો...’ ટ્રમ્પ નેતન્યાહૂ પર ભડક્યા

Iran Israel Ceasefire Violation: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની (Iran Israel Ceasefire)જાહેરાત બાદ ઈરાને તેનો ઉલ્લંઘન કરતાં ઈઝરાયલ પર હુમલો કર્યો હોવાનો દાવો થયો છે. જેથી ઈઝરાયલે પણ પોતાની સેનાને તેહરાન પર બોમ્બ વરસાવવા (Israel attack iran)આદેશ આપ્યો છે. ઈઝરાયલના...
israel iran war  ‘હું ઈઝરાયલથી નારાજ છું  હવે યુદ્ધ મોરચેથી સૈનિકો પાછા બોલાવો   ’ ટ્રમ્પ નેતન્યાહૂ પર ભડક્યા
Advertisement

Iran Israel Ceasefire Violation: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની (Iran Israel Ceasefire)જાહેરાત બાદ ઈરાને તેનો ઉલ્લંઘન કરતાં ઈઝરાયલ પર હુમલો કર્યો હોવાનો દાવો થયો છે. જેથી ઈઝરાયલે પણ પોતાની સેનાને તેહરાન પર બોમ્બ વરસાવવા (Israel attack iran)આદેશ આપ્યો છે. ઈઝરાયલના આ આદેશ બાદ અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump)ઈરાન અને ઈઝરાયલ બંને દેશો પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કર્યો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને ઈઝરાયલને સલાહ આપી છે કે, ઈઝરાયલ તમે બોમ્બ વરસાવશો નહીં. જો તમે આટલો મોટો હુમલો કરશો તો તે સીઝફાયરનું ગંભીર ઉલ્લંઘન ગણાશે. તમે તમારા પાયલટ હાલ જ પાછા વાળો.

Advertisement

Advertisement

ઈરાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હોવાનો આરોપ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આજે વહેલી સવારે જ સીઝફાયર થયુ હતું. જેની જાહેરાત ટ્રમ્પે કરી હતી. બંને દેશોએ સહમતિ પણ દર્શાવી હતી. પરંતુ સીઝફાયરના અઢી કલાકમાં જ ઈરાને બીર્શબા શહેરમાં એરસ્ટ્રાઈક કરી હોવાનો દાવો ઈઝરાયલે કર્યો હતો. જેમાં પાંચના મોત નીપજ્યા હોવાનું પણ જણાવ્યું હતું. જો કે, ઈરાને આ દાવો નકાર્યો હતો.

આ પણ  વાંચો -Iran-Israel War : ઈરાને ઈઝરાયલના તેલ અવીવ પર 3 વાર કર્યા મિસાઈલ એટેક્સ

ઈઝરાયલ આકરો જવાબ આપવા સજ્જ

ઈરાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘન બાદ ઈઝરાયલે મજબૂત જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાટ્ઝે પોતાની સેનાને આદેશ આપી દીધો છે કે, તે ઈરાન દ્વારા કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘનનો મજબૂતીથી જવાબ આપે. જેના માટે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈઝરાયલની આ તૈયારીઓને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે તાબડતોડ ટ્વિટ કરી નેતન્યાહૂને યુદ્ધના મોરચેથી સૈનિકોને પાછા વાળવા અપીલ કરી હતી.

આ પણ  વાંચો -Iran-Israel War : ઈરાને અમેરિકન બેઝ પર કરેલા હુમલા મુદ્દે વૈશ્વિક દેશોની પ્રતિક્રિયા

ટ્રમ્પે ઉલ્લંઘન ન કરવા આજીજી કરી

ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ ઈરાનના હુમલાને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે અગાઉ ટ્વિટ કરી બંને દેશોને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ન કરવા આજીજી કરી હતી. તેમણે પોસ્ટ કરી હતી કે, સીઝફાયર હવે અમલી બન્યું છે. મહેરબાની કરીને તેનો ભંગ કરશો નહીં.

Tags :
Advertisement

.

×