Donald Trump : 'પુતિન સાથે બેઠક નિષ્ફળ રહી તો ભારત પર લગાવીશું વધુ ટેરિફ..!'
Donald Trump :અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે અલાસ્કામાં થનારી મહત્ત્વપૂર્ણ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે.પરંતુ હવે અમેરિકાએ આ મુલાકાતને પણ ભારત અને ટેરિફ વૉર સાથે જોડી દીધી છે.અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે નવી ધમકી આપી છે કે,જો રશિયન પ્રમુખ પુતિન સાથે ટ્રમ્પની વાતચીત નિષ્ફળ રહી તો અમેરિકા ભારત પર વધુ ટેરિફ લગાવશે.
બેઠકનું પરિણામ નક્કી કરશે ટેરિફ (Donald Trump)
અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે કહ્યું કે,અલાસ્કામાં રશિયન પ્રમુખ ટ્રમ્પની રશિયન પ્રમુખ પુતિન સાથેની બેઠકના પરિણામોના આધાર પર વોશિંગ્ટન ભારત પર સેકન્ડરી ટેરિફ વધુ વધારી શકે છે.એક ઈન્ટરવ્યુમાં બેસન્ટે કહ્યું કે,અમે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર પહેલાથી જ સેકન્ડરી ટેરિફ લગાવી દીધો છે.જો સ્થિતિમાં સુધારો ન થયો તો પ્રતિબંધો અથવા સેકન્ડરી ટેરિફમાં વધારો થઈ શકે છે.
દેશોની યાદીમાં હવે ભારત પણ સામેલ
આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને હથિયાર ખરીદવા બદલ ભારત પર હાલના 25% ટેરિફ ઉપરાંત 25% દંડ પણ ફટકાર્યો હતો, જે 27 ઓગસ્ટથી લાગુ થઈ શકે છે.આમ અમેરિકા દ્વારા સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોની યાદીમાં હવે ભારત પણ સામેલ થઈ ગયુ છે.
આ પણ વાંચો -અલાસ્કા સમિટ પહેલા રશિયાનો મોટો ખેલ! Putin નો પ્લાન શું છે?
ટ્રમ્પના ભારત પર આરોપ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ આરોપ લગાવી ચૂક્યા છે કે,ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને તેને ગ્લોબલ માર્કેટમાં ઊંચા ભાવે વેચે છે અને મોટો નફો કમાય છે.આ સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે,ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં ફન્ડિંગ કરી રહ્યું છે.જોકે,ભારતે આનો જડબાતોડ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો -અંગ્રેજો સામે ભારત-પાકિસ્તાન સાથે મળીને લડ્યા છતાં બંને દેશનો આઝાદીનો દિવસ અલગ કેમ?
ભારતે ટ્રમ્પને અરીસો દેખાડ્યો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારતની આ આયાત ભારતીય ગ્રાહકોને સસ્તી અને સ્થિર ઉર્જા સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે.આ કોઈ વિકલ્પ નથી.પરંતુ ગ્લોબલ માર્કેટની મજબૂરી છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે,ચોંકાવનારી બાબત એ છે કે જે દેશો ભારતની ટીકા કરી રહ્યા છે તેઓ પોતે જ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે.


