જો પાકિસ્તાનને ભારતથી આગળ ન લઇ જઉ તો મારુ નામ બદલીશ: શહબાઝ શરીફ ટ્રોલ
- પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે ટ્રોલ
- પાકિસ્તાનના વડાપ્રધાનનુ નવા નામ મામલે થયા ટ્રોલ
- સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યો છે આખો વીડિયો
Shehbaz Sharif : શહબાઝ શરીફે એક રેલીમાં કહ્યું હતું કે, જો આપણે ભારતને ન હરાવ્યું હોત તો મારુ નામ બદલી નાખજો. તેમના આ ભાષણ માટે સોશિયલ મીડિયા પર તેમને જ ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Pakistan PM Shehbaz Sharif:પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક એવો દાવો કરી દીધો કે, ત્યાર બાદ તેમણે પોતાનું નામ બદલવું પડી શકે છે. રેલીઓમાં ઘણી વખત પોતાનું નામ બદલવું પડી શકે છે. રેલિઓમાં ઘણી વખત પોતાના ભાષણોમાં ઉત્સાહિત રહેતા શહબાઝે હાલમાં જ ડેરા ગાઝી ખાનમાં કહ્યું કે, જો પાકિસ્તાને અર્થવ્યવસ્થા અને વિકાસ મામલે ભારતને પાછળ નથી છોડ્યું તો મારુ નામ શહબાઝ શરીફ નહીં. આ નિવેદન બાદ પાકિસ્તાની પીએમને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Jamnagar: કુખ્યાત વિશાલ માડમ સહિતનાઓએ વેપારીનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી
ડેરા ગાઝી ખાનની રેલીમાં શહબાઝ
પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાનની રેલીમાં શહબાઝ શરીફ ખુબ જ ઉત્સાહિત થઇ ગયા હતા. ભારતના નામ પર પાકિસ્તાની જનતાના મનમાં નફરત પેદા કરનારા શહબાઝ શરીફને મુઠ્ઠી ભીંચીને હાથ લહેરાવતા થયા, ક્યારેક પોડિયમ કુદતા તો ક્યારેક છાતી પીટતા જોવા મળ્યા હતા.
🛑🛑 If I don't defeat India, my name is not Shehbaz Sharif.
We will defeat regional competitors like India in economic development.”
— Pakistan's Prime Minister
👉 Ek din isko heart attack aa jayega jitna panic hokar bolta hai. 😂😂😂👇 pic.twitter.com/IN0Cy2EQbm
— Naren Mukherjee (@NMukherjee6) February 23, 2025
પાકિસ્તાની પીએમએ દિવસ રાત કામ કરવાની અપીલ કરી
પાકિસ્તાની વડાપ્રધાને જનતાને સંબોધિત કરતા કહ્યું કે, તેમની સરકાર સામાન્ય માણસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આકરી મહેનત કરી રહ્યા છે. શરીફે કહ્યું કે, આપણે પાકિસ્તાનમાં સ્થિતિમાં સુધારો લાવવા માટે દિવસ રાત કામ કરશે. કુદરતે હંમેશા પાકિસ્તાનને આશીર્વાદ આપ્યો છે. ત્યાર બાદ શહબાઝ અચાનક ઉત્સાહિત થઇ ગયા અને જોશમાં આવીને કહ્યું કે, જો આપણા પ્રયાસોથી પાકિસ્તાન વિકાસ અને પ્રગતીના મામલે ભારતને પાછળ નહીં છોડે તો મારુ નામ શહબાઝ શરીફ નહીં.
પાકિસ્તાની PM એ પોતે જણાવ્યું નવાઝ શરીફના ફોલોઅર
પોતાના મોટા ભાઇ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જીવનની કસમ ખાતા ક્હુયં કે, હું નવાઝ શરીફનો પ્રશંસક છું, તેમનો અનુયાયી છું. આજે હું તેમના ધન્ય જીવનની કસમ ખાઉ છું કે જ્યાં સુધી મારી પાસે એવું કરવાની ઊર્જા અને ઇચ્છાશક્તિ છે. ત્યાં સુધી અમે તમામ પાકિસ્તાનીઓને મહાનતા સુધી લઇ જવા અને ભારતને હરાવવા માટે મળીને કામ કરીશું.
દેવા તળે દબાઇ ગયું છે પાકિસ્તાન
શહબાઝ શરીફની આ યાત્રા આર્થિક અને સામાજિક ચિંતાઓને દૂર કરવાની તેમની સરકારની મંશા અંગે જનતાને આશ્વસ્ત કરવાની હતી. પોતાની ડેરા ગાઝી ખાનની યાત્રા દરમિયાન પીએમ શરીફે કેટલાક જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓની જાહેરાત પણ કરી હતી. પાકિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય દેવાના બોઝ તળે દબાયેલું છે, જેના કારણે દેવુંચુકવવા માટે આકરા પગલા ઉઠાવવા પડી રહ્યા છે.
આ પણ વાંચો : ભારતીય કૃષિમાં AI નો ઉપયોગ, સત્યા નડેલાએ વીડિયો શેર કર્યો, Elon Musk પણ ચાહક બન્યા
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે શહબાઝ
જ્યારે પાકિસ્તાની પીએમનું આ ભાષણ સોશિયલ મીડિયા પર શેર થયું તો યુઝર્સે શહબાઝ શરીફને ટ્રોલ કરવા લાગ્યા. અનેક લોકોએ કહ્યું કે, તેમને જનતાને મોટા મોચા વચનો આપ્યા પરંતુ તેમની પાસે કોઇ આંકડા નથી. ભારત તેમનાથી કેટલું આગળ નિકળી ચુક્યું છે. એટલું જ નહીં પાકિસ્તાની યુઝર્સે તો પોતાના વડાપ્રધાનનો મજાક પણ ઉડાવવાનું શરૂ કરી દીધું હતું.


