લો બોલો! પાકિસ્તાનમાં ભિખારીઓએ 20 હજાર લોકોને જમાડ્યા, અંદાજે આટલા કરોડ ખર્ચ્યા
Beggars Family in Pakistan : ભારતનો પડોશી દેશ પાકિસ્તાન અત્યારે દેવામાં પૂરી રીતે ડૂબી ગયો છે. આજે દેશ ભયંકર ગરીબીની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે એક ટાઈમનું જમ્યા બાદ સાંજે શું જમવું તે અહીંની મોટાભાગની જનતાનો મોટો પ્રશ્ન છે. આવી પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેના વિશે જાણી તમને પણ નવાઈ લાગશે. વાસ્તવમાં મામલો એક ભિખારી પરિવાર સાથે જોડાયેલો છે. આ ભિખારી પરિવારે તેમના દાદીની જન્મજયંતિ પર એવું ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું હતું. જેમા 20 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ભિખારી પરિવારે મિજબાનીનું આયોજન કર્યું
પાકિસ્તાન જેવા દેશમાં જ્યા મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે જીવવા મજબૂર છે. ત્યા કોઇ પરિવાર અને તે પણ કથિત રીતે ભિખારી પરિવાર હોય જેણે લોકોને જમાડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હોય તે થોડું અજીબ લાગે. પણ આ વાત સાચી છે. આ પરિવાર એટલે કે એક ભિખારી પરિવાર પોતાના દાદીના જન્મજયંતિ પર લોકોને જમાડવા પાછળ અંદાજે 1.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેના પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ મિજબાની પાકિસ્તાનના ગુજરાનવાલાના એક ભિખારી પરિવારે આપી હતી. તેમણે પોતાના દાદીના 40 માં જન્મદિવસ (તેમના મૃત્યુના 40 દિવસ પછી) પર પંજાબના ઘણા શહેરોમાંથી હજારો લોકોને આમંત્રિત કર્યા હતા. ભિખારી પરિવારનું સંગઠન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
Beggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯
Thousands of people attended the ceremony.
They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56— Ali (@PhupoO_kA_betA) November 17, 2024
250 બકરાનું માંસ પીરસવામાં આવ્યું
ભિખારી પરિવારના વડાના કહેવા મુજબ તેઓએ આખા પાકિસ્તાનને બોલાવી દીધું હતું. મિજબાનીમાં આવેલા લોકોને સિરી પે અને મુરબ્બા આપવામાં આવ્યા હતા. નાનું માંસ અને ઠંડા પીણા પણ પીરસવામાં આવ્યા હતા. સમારોહની શરૂઆતમાં, મહેમાનોને પરંપરાગત નાસ્તાનું મેનુ આપવામાં આવ્યું હતું. સાંજના તહેવારમાં વિશેષ વાનગીઓ પીરસવામાં આવી હતી. આ માટે 250 બકરાનું માંસ પીરસવામાં આવ્યું હતું. મહેમાનોએ નાન માતરગંજ (મીઠા ભાત), ટેન્ડર મટનનો સ્વાદ ચાખ્યો. ગાજર અને સફરજનની ખાસ વાનગીઓ ઉપરાંત વિવિધ પ્રકારના પીણા પીરસવામાં આવ્યા હતા.
લોકો આ ઘટના પર સવાલો ઉઠાવી રહ્યા છે
ગુજરાનવાલાના કેન્ટ વિસ્તારમાં રહેવલી રેલવે સ્ટેશન પાસે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનોપી નીચે બેસીને હજારો લોકોને વાનગીઓ પીરસવામાં આવી હતી. આ સમારોહ પછી, લોકોમાં ભિખારી પરિવારના ખર્ચ અને જીવનશૈલીને લઈને ચર્ચાઓ શરૂ થઈ. લોકો પૂછી રહ્યા છે કે ભિખારી પરિવાર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર પર પહેલાથી જ કરોડોનું દેવું છે.
આ પણ વાંચો: Pakistan: લાહોર અને મુલતાનમાં 3 દિવસનું લોકડાઉન


