Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ત્રેતાયુગમાં હનુમાનજીએ લંકા બાળી હતી, હવે કલિયુગમાં એક વાનર શ્રીલંકામાં અંધકાર લાવ્યો!

શ્રીલંકાના અધિકારીએ જણાવ્યું હતું કે કોલંબોમાં એક વાંદરો ગ્રીડ ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવ્યો હતો. વર્ષ 2022 માં પણ શ્રીલંકાના લોકોને વીજળી કાપનો સામનો કરવો પડ્યો હતો.
ત્રેતાયુગમાં હનુમાનજીએ લંકા બાળી હતી  હવે કલિયુગમાં એક વાનર શ્રીલંકામાં અંધકાર લાવ્યો
Advertisement
  • કોલંબોમાં એક કપિરાજ ગ્રીડ ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવ્યો
  • વાંદરાના કારણે સમગ્ર દેશમાં વીજળી ગુલ થઈ ગઈ
  • કેટલાક વિસ્તારોમાં ત્રણ કલાક બાદ જ વીજળી પુનઃસ્થાપિત થઈ

Colombo : અત્યાર સુધી તમે વાનરો દ્વારા તબાહી મચાવવાના આવા ઘણા સમાચાર સાંભળ્યા હશે, જેને સાંભળીને તમે ચોંકી ગયા જ હશો. પૌરાણિક માન્યતાઓ અનુસાર ત્રેતાયુગમાં હનુમાનજીએ રાવણની સુવર્ણ લંકામાં આગ લગાવી હતી. આવી જ એક ઘટના શ્રીલંકામાં બની છે, જ્યાં વાનરના કારણે સમગ્ર દેશમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. શ્રીલંકામાં એક વાનરે ઈલેક્ટ્રીકલ ગ્રીડમાં ઘૂસીને એવો વિનાશ કર્યો કે આખા દેશમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો.

વાનરોના કારણે ત્રણ કલાક વીજળી ગુલ

શ્રીલંકાના ઉર્જા પ્રધાન કુમાર જયકોડીએ જણાવ્યું કે રવિવારે (9 ફેબ્રુઆરી 2025) દક્ષિણ કોલંબોમાં ગ્રીડ ટ્રાન્સફોર્મરના સંપર્કમાં એક વાંદરો આવ્યો, જેના કારણે સિસ્ટમમાં અસંતુલન સર્જાયું. સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે આના કારણે સમગ્ર દેશમાં ત્રણ કલાક સુધી વીજળી ખોરવાઈ ગઈ. સવારે 11:30 વાગ્યા સુધીમાં દેશના ઘણા ભાગોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Mexicoમાં ગમખ્વાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણ, 41 લોકોના મોત

Advertisement

કેટલાક વિસ્તારોમાં ત્રણ કલાક બાદ જ વીજળી પુનઃસ્થાપિત થઈ હતી

શ્રીલંકાના ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે ફક્ત એક વાંદરો ગ્રીડમાં પ્રવેશ્યો છે અને ઇજનેરો શક્ય તેટલી વહેલી તકે દેશના બાકીના ભાગોમાં વીજળી પહોંચાડવા માટે કામે લાગી ગયા. શ્રીલંકામાં વીજળી ગુલ થવાની આ પહેલી ઘટના નથી. વર્ષ 2022 માં, જ્યારે દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે શ્રીલંકાના લોકોને મહિનાઓ સુધી વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં પ્રદર્શનો થયા હતા.

વર્ષ 2022 માં, શ્રીલંકાના લોકોને 10-10 કલાક માટે વીજળી કાપનો સામનો કરવો પડ્યો હતો, જેની ત્યાંના બજારો પર ખૂબ જ ખરાબ અસર પડી હતી. તે સમયે દેશમાં વીજળી કાપ 13 કલાક સુધી લંબાવવામાં આવ્યો હતો. તે સમયે શ્રીલંકા ખાદ્યપદાર્થો અને બળતણ સહિત ઘણી આવશ્યક ચીજોની આયાત માટે સંઘર્ષ કરી રહ્યું હતું.

આ પણ વાંચો :  Donald Trump ની ગાઝા પર કબજો કરવાની યોજના વચ્ચે ઇજિપ્તે ઇમરજન્સી આરબ સમિટ બોલાવી, જાણો સંપૂર્ણ એજન્ડા

Tags :
Advertisement

.

×