ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતે માનવતા દાખવી સમય રહેતા આપી ચેતવણી, છતાં પાકિસ્તાને કરી નાપાક હરકત

India Pakistan flood warning : ભારત અને પાકિસ્તાન (India Pakistan flood warning)વચ્ચે મે બાદથી ચાલી રહેલા તણાવ વચ્ચે પણ ભારત પોતાની માનવતા ભૂલ્યો નથી. ભારતે હાલમાં જ પાકિસ્તાનને પૂર અંગે ચેતવણી આપી હતી. જેથી તેઓ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકે....
07:02 PM Aug 25, 2025 IST | Hiren Dave
India Pakistan flood warning : ભારત અને પાકિસ્તાન (India Pakistan flood warning)વચ્ચે મે બાદથી ચાલી રહેલા તણાવ વચ્ચે પણ ભારત પોતાની માનવતા ભૂલ્યો નથી. ભારતે હાલમાં જ પાકિસ્તાનને પૂર અંગે ચેતવણી આપી હતી. જેથી તેઓ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકે....
India Pakistan Indus Water Treaty

India Pakistan flood warning : ભારત અને પાકિસ્તાન (India Pakistan flood warning)વચ્ચે મે બાદથી ચાલી રહેલા તણાવ વચ્ચે પણ ભારત પોતાની માનવતા ભૂલ્યો નથી. ભારતે હાલમાં જ પાકિસ્તાનને પૂર અંગે ચેતવણી આપી હતી. જેથી તેઓ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકે. ભારતે ગઈકાલે સવારે ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યુ નથી. તેણે ભારતની આ માનવતા પર રાજકીય દાંવ રમ્યો છે.

તવી નદીમાં ભીષણ પૂરનું જોખમ સર્જાયું

24 ઓગસ્ટની સવારે ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને સતર્ક કર્યું હતું કે, જમ્મુના તવી નદીમાં ભીષણ પૂરનું જોખમ સર્જાયું છે. પાકિસ્તાનના અધિકારીઓએ ભારત તરફથી મળેલી આ ચેતવણીના આધારે તુરંત એલર્ટ જાહેર કર્યું હતું. ભારતે પાકિસ્તાનને કહ્યું હતું કે, તવી નદીમાં સંભવિત ભીષણ પૂરની સંભાવના છે. આ નદી જમ્મુથી પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશ કરે છે. આ સૂચનાના આધારે પાકિસ્તાનના અધિકારીઓએ પોતાના લોકોને પૂર વિશે ચેતવણી આપી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

પાકિસ્તાનની વ્યૂહનીતિ

ભારતની આ દરિયાદિલી પર પણ પાકિસ્તાન વ્યૂહનીતિ રમી રહ્યો છે. તેણે આ એલર્ટ સિંધુ જળ સંધિ હેઠળ આપવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે. તેણે દાવો કર્યો છે, ભારતે ફરી પાછી સિંધુ જળ સંધિ સ્થાપિત કરી છે. જ્યારે ભારતે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી. આ સંધિ હેઠળ ભારતની ત્રણ પૂર્વીય નદીઓ સતલુજ, બ્યાસ અને રાવીનો ઉપયોગનો અધિકાર છે. જ્યારે પાકિસ્તાન સિંધુ, જેલમ અને ચિનાબ નદીનો ઉપયોગ કરે છે. પરંતુ ભારતે આ સંધિ રદ કરતાં પાકિસ્તાનને આ નદીના પાણી મળી રહ્યા નથી.

આ પણ  વાંચો -Typhoon Kajiki : વિયેતનામમાં કાજિકી વાવાઝોડાનો કહેર ,સ્કૂલો-એરપોર્ટ બંધ, 5 લાખ લોકોને અસર

ભારતે સતલુજમાં પાણી છોડતાં પૂર

સતલુજ નદીમાં પાણી છોડાતાં પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના પંજાબમાં આવેલા બહાવલનગર શહેરમાં પૂરના કારણે જનજીવન ખોરવાયુ હતું. તેમજ હજારો એકરમાં ઉભો પાક નષ્ટ પામ્યો હતો. જેમાં બે લોકો પૂરમાં તણાઈ ગયા હોવાના પણ અહેવાલ છે. બાબા ફરિદ બ્રિજ અને ભુકન પાટણ નજીક સ્થિત ગામડાંઓમાં આવેલા પૂરમાંથી 1122 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 928 લોકો અને હજારો પશુઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

આ પણ  વાંચો -Israel Hamas War: ઇઝરાયલે ફરી ગાઝા પર બોમ્બમારો કર્યો, 3 પત્રકારો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા

અત્યારસુધી 788 લોકોએ જીવ ગુમાવ્યા

 પાકિસ્તાનમાં આ ચોમાસામાં વરસાદ અને પૂરના કારણે અત્યારસુધી 788 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તૂનખ્વા, POK, અને પંજાબમાં પૂરના કારણે વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચિનાબ અને સિંધુ નદીઓમાં પૂરનું જોખમ વધ્યું છે. જ્યારે ગંદાસિંહવાલામાં સતલુજ નદીમાં ભારતે પાણી છોડતાં પૂર આવ્યું છે.

Tags :
Gujrata FirstHiren daveIndia Pakistan flood warningIndus Waters TreatyJammu Kashmir floodspahalgam attack aftermathTawi River flood
Next Article